શરીરમાં ઘટી ગયેલા કણો (પ્લેટલેટ્સ )ને રાતોરાત વધારી દેશે આ ફ્રૂટ, ઇમ્યુનિટી બુસ્ટ કરી હૃદયની ગંભીર બીમારીઓ કરી દેશે દૂર…

મિત્રો આજે દરેક લોકો પોતાની ઈમ્યુનિટી વધારવા માંગે છે. આથી જ આજે લોકો પોતાના ખોરાકમાં ફેરફાર પણ કરતા જોવા મળે છે. લોકો એવી વસ્તુઓનું સેવન વધુ કરી રહ્યા છે જેનાથી તેની રોગપ્રતિકારક શક્તિ વધે. આજે અમે તમને આ લેખમાં કિવી ફ્રુટના અમુક ખાસ ફાયદા વિશે જણાવશું.

કોરોનાથી બચવા માટે ડોક્ટરનું કહેવું છે કે, લોકોએ પોતાની ઇમ્યુનિટી સિસ્ટમ મજબુત કરવાની જરૂર છે. જે લોકોને કોરોના થયો છે તેમને થાક અને નબળાઈનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં જલ્દી રીકવરી માટે ડોક્ટર ફળો ખાવાની સલાહ આપી રહ્યા છે. એવું જોવામાં આવ્યું છે કે, જે લોકોને પ્લેટલેટ્સ ઓછા થઈ જાય છે તે લોકોને ડોક્ટર કિવી ખાવાનું કહે છે. કીવીમાં વિટામીન સીની માત્રા ભરપુર હોય છે, તેમાં વિટામિન કે, પોટેશિયમ, કોપર, અને પોલિફેનોલ્સ હોય છે. એક દિવસમાં બે કિવી ખાવાથી પ્લેટલેટ્સ કાઉન્ટ વધે છે.પ્લેટલેટ ઓછા થવાના લક્ષણો : વાયરલ ઇન્ફેક્શનમાં પ્લેટલેટ ઓછા થઈ જાય છે, ઈજા થવાના નિશાન દેખાય છે, ખાસ કરીને જાંઘ અને હાથ પર વધુ થાય છે, ઈજા થશે તો બ્લીડીંગ જલ્દી નહિ બંધ થાય, નાકથી બ્લીડીંગ થવા લાગશે, શરીર પર લાલ રેશિઝ દેખાવા લાગશે.

પ્લેટલેટ્સ વધારવામાં કેવી રીતે કામ કરે છે કિવી : શરીરમાં કોઈ પણ પ્રકારનું બ્લીડીંગ રોકવાનું કામ પ્લેટલેટ કરે છે. પ્લેટલેટ ઓછા થવાથી શરીર પરના ઘાવ જલ્દી રુઝાતા નથી. ડોક્ટરનું કહેવું છે કે 1 કિવીમાં 64 mg વિટામિન સી હોય છે. પ્લેટલેટના ફંક્શન માટે વિટામિન સી વધુ જરૂરી છે. વિટામિન સીના કારણે પ્લેટલેટ વધે છે. વિટામિન આયરનના અવશોષણમાં પણ મદદ કરે છે. આ આયરન પણ પ્લેટલેટ વધારવાનું કામ કરે છે. જ્યારે ડોક્ટર કહે છે કે, 1 કિવીમાં 5 માઈક્રોગ્રામ વિટામીન કે હોય છે જે પ્લેટલેટ વધારવામાં મદદ કરે છે. કીવીમાં પોટેશિયમ અને કોપર પણ હોય છે તે પણ પ્લેટલેટને વધારે છે. તો ચાલો હવે જાણીએ કિવી ખાવાના વિશેષ ફાયદા…ઇમ્યુનિટી બુસ્ટ : કિવીને ઇમ્યુનિટી બુસ્ટર ફળ માનવામાં આવે છે. કેમ કે મોટાભાગે ડેન્ગ્યુ, ટાઈફોઈડ જેવી બીમારી થવા પર ડોક્ટર દર્દીને કિવી ફળ ખાવાની સલાહ આપે છે. કિવીમાં ફાઈબર, પોટેશિયમ, વિટામિન સી મળે છે, આ બધા તત્વ ઈમ્યુનિટીને વધારવાનું કામ કરે છે. જ્યારે શરીરની ઈમ્યુન સિસ્ટમ મજબુત થશે તો શરીર ઓછું બીમાર પડે છે. આથી કિવીને ઇમ્યુનિટી બુસ્ટર ફળ માનવામાં આવે છે.

વજન : કિવી ફળ વજન કંટ્રોલ કરવાનું કામ કરે છે. કારણ કે કિવીમાં કેલરી ઓછી અને ફાઈબર વધુ હોય છે. ફાઈબર શરીરમાં ભોજનને ધીમે ધીમે પચાવે છે. આથી ભૂખ ઓછી લાગે છે અને વજન કંટ્રોલમાં રહે છે. આથી જે લોકો કોરોના કાળમાં ઘરે રહીને વજન વધારી રહ્યા છે તેમના માટે કિવીનું સેવન વધુ સારું છે.આંખની તંદુરસ્તી માટે કિવી : કિવી ફળમાં લ્યુંટીન અને જીયાજેથિન ગુણ રહેલા છે. જે આંખ માટે ખુબ સારા છે. એક્સપર્ટનું કહેવું છે કે, આ બંને લીલા શાકભાજીમાં મળે છે. લીલા શાકભાજી આંખ માટે ખુબ જ સારી છે. કોરોનાના કારણે લોકો નાની મોટી બીમારી માટે હોસ્પિટલ નથી જઈ રહ્યા, આથી તેઓ ઘરે રહીને આવી બીમારી દુર કરી શકે છે.

બ્લડ ક્લોટિંગ : કોરોના કાળમાં જોવા મળ્યું છે કે, કોરોનાના ઈલાજ પછી લોકોમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા સામે આવી છે. બ્લડ ક્લોટિંગ થવા પર હાર્ટએટેક અને કિડની રોગોની સમસ્યા વધી જાય છે. બ્લડ ક્લોટિંગ એટલે કે લોહીના ગઠ્ઠાથી બચવા માટે લોહીને પાતળું કરવાની જરૂર પડે છે. આમ કિવી ફાયદાકારક છે.સ્કીન માટે : કિવીમાં એવા ગુણ રહેલા છે જે ચહેરાને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે. કિવી ખાવાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે. ત્વચા ટાઈટ થાય છે. ચહેરાની સુંદરતા બનાવી રાખવામાં કિવી મદદ કરે છે. જે ત્વચા માટે સારું છે. કિવીમાં વિટામીન સી હોય છે જે ખીલ, ડાઘની સમસ્યાને પણ દુર કરે છે.

અસ્થમાના રોગમાં : અસ્થમાની સમસ્યા થવા પર શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. આ સિવાય કિવી મોસમી બીમારીથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. તેમાં વિટામિન સી હોય છે જે અસ્થમાના એટેકને ઓછો કરે છે. દમના કારણે થતી ઉધરસમાં પણ કિવી લાભકારી છે. આમ અસ્થમા દુર કરવામાં તે મદદ કરે છે.અનિદ્રા : જે લોકોને નિંદર ન આવવાની સમસ્યા રહે છે તે લોકો જો રાત્રે સૂતા પહેલા કિવી ખાય છે તો તેની અનિદ્રાની તકલીફ દુર થાય છે. કિવીમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ અને સિરોટોનીનના ગુણ નિંદર લાવવામાં તમારી મદદ કરે છે.

હૃદય માટે : કિવીમાં પોટેશિયમ રહેલ છે જે હાર્ટ માટે જરૂરી તત્વ છે. કિવીમાં મળતા આ ઔષધીય ગુણના કારણે હાર્ટએટેકની સમસ્યા ઓછી થાય છે અને હાર્ટની બીમારી દુર રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment