આવા લક્ષણો આપે છે બ્લડ કેન્સરના સંકેતો, તમને દેખાય છે આ લક્ષણો? તો નજરઅંદાજ ના કરો.

મિત્રો આજકાલ આપણે જોઈએ છીએ કે કેન્સર કેસો ખુબ જ વધી રહ્યા છે, દિવસે-દિવસે કેન્સરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આમ જોઈએ તો કેન્સર ઘણા પ્રકારના હોય છે. તેની તપાસ થયા બાદ જ જાણ થાય છે કે વ્યક્તિને ક્યાં પ્રકારનું કેન્સર છે. તો આજે અમે તમને બ્લડ કેન્સરના લક્ષણો વિશે જણાવશું. બ્લડ કેન્સરના અમુક શરૂઆતી લક્ષણો હોય છે જે આપણને સામાન્ય લાગે છે, પરંતુ તે આપણા માટે આગળ જતા ઘાતક સાબિત થાય છે, માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. જેમાં તમને કેન્સરના શરૂઆતી લક્ષણો વિશે માહિતી મળશે. 

લિમ્ફ નોડ્સનું વધવું : લિમ્ફ નોડ્સમાં અથવા ગળામાં સોઝો આવી જવો અથવા તો ગાંઠ પડી જાય છે. લિમ્ફ નોડ્સમાં પરિવર્તન આવે તો એ બ્લડ કેન્સર હોવાનો સંકેત પણ હોય શકે છે. એટલા માટે આવો સંકેત જણાય તો તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવો. 

ગળામાં સોઝો : બ્લડ કેન્સર થવાથી ગળામાં અથવા અંદરઆર્મ્સમાં હળવો દુઃખાવો અને સોઝો આવી જાય છે. આ સિવાય જો તમારા પગમાં લગાતાર સોઝા અને છાતીમાં બળતરા થતી હોય તો કેન્સર નિષ્ણાંત પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ, કેમ કે આ લક્ષણ બ્લડ કેન્સરના છે.

શરીર પર નિશાન પડવા : લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થઈ જાય તો બ્લડ કેન્સરનું લક્ષણ હોય શકે છે. પ્લેટલેટ્સની સંખ્યા ઓછી હોવાના કારણે ત્વચાની નીચે નાની રક્ત વહીકાઓ હોય એ તૂટી જાય છે. તેના કારણે શરીર પર વાદળી અથવા રીંગણ કલરના નિશાન પડી જાય છે. 

બ્લીડીંગ થવું : જો તમારા મોં, નાક અથવા શૌચ દરમિયાન જો લોહી નીકળતું હોય, તો તેને બિલકુલ પણ નજરઅંદાજ ન કરવું જોઈએ. તેના વિશે તરત જ સચેત થઈ જાવ અને ડોક્ટર પાસે જઈને બ્લડ કેન્સરની તપાસ કરાવો.

એનેમિયા અને તાવ : બ્લડ કેન્સરના શરૂઆતના લેવલમાં તમને એનેમિયા જેવી જેવા સંકેતો જોવા મળે અને સાથે દરેક સમયે થાક, કમજોરી અથવા હળવો તાવ અને બ્લડ કેન્સરના સંકેત હોય છે.

થાક મહેસુસ કરવો : બ્લડ કેન્સર દરમિયાન આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ખુબ જ ઝડપથી ઓછું થવા લાગે. આપણા શરીરમાં હિમોગ્લોબીનની સંખ્યા ખુબ જ ઝડપથી ઘટવા લાગે છે. તેમજ ઓક્સિજન શરીરના અંગો સુધી યોગ્ય માત્રામાં ન પહોંચી શકે. આ કારણે શરીરના લગભગ અંગો યોગ્ય રીતે કામ કરતા બંધ થઈ જાય છે અને થાક મહેસુસ થાય છે. 

અચાનક વજન ઘટી જવો : જો ભૂખ ન લાગતી હોય અથવા તો અચાનક જ વજન ઘટવા લાગે, તો એ પણ બ્લડ કેન્સરના લક્ષણ છે. જે લોકોને કેન્સર થાય છે તેનું વજન અસામાન્ય રૂપે ઓછું થવા લાગે છે. જો કોઈ પણ પ્રયાસ કર્યા વગર શરીરનું વજન ઓછું થવા લાગે તપ એ બ્લડ કેન્સરના શરૂઆતી લક્ષણ હોય શકે.

સાંધા અને હાડકામાં દુઃખાવો : જો હાડકા અને સાંધામાં દુઃખાવો થાય તો માત્ર આર્થરાઈટિસ જ નહિ, પરંતુ બ્લડ કેન્સરના લક્ષણ પણ હોય શકે છે. બ્લડ કેન્સર અસ્થિ મજ્જામાં થતો રોગ છે, જે આપના સાંધા અને હાડકાની આસપાસ ખુબ જ વધારે માત્રામાં જોવા મળે છે. સફેદ રક્ત કોશિકાઓ વધી જવાના કારણે થાય છે. 

પેટની સમસ્યાઓ : અસામાન્ય સફેદ રક્ત કોશિકાઓ લિવરમાં જમા થવાના કારણે એકત્ર થઈ જાય છે. તેનાથી પેટમાં સોઝો અને અન્ય પેટ સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. આ પ્રકારની સમસ્યાથી તમારી ભૂખ પણ ખુબ જ ઓછી થઈ જાય છે. થોડા એવા ખોરાકમાં જ તમારી ભૂખ મટી જાય છે. તો આવી સમસ્યા થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 

ઉલ્ટી થવી : બ્લડ કેન્સરના કારણે લીવરમાં જે વિકાર ઉત્પન્ન થયા હોય તેના કારણે ઉલ્ટી થવા લાગે છે અને સાથે ભૂખ પણ ખતમ થવા લાગે છે. જો આ બધા લક્ષણો સાથે ઉલ્ટીની સમસ્યા રહેતી હોય તો એ બ્લડ કેન્સરનું લક્ષણ હોય શકે છે.

શ્વાસ ઝડપથી લેવા : સફેદ રક્ત કોશિકાઓ અને એનેમિયાની કમી ઉભી થાય તો તેના કારણે આપના ફેફસામાં ઓક્સિજનની અછત થવા લાગે છે. જેના કારણે બ્લડ કેન્સરથી પીડિત વ્યક્તિ ઝડપથી શ્વાસ લેતા હોય છે. આ પણ એક ગંભીર લક્ષણ છે. તો મિત્રો આમાંથી કોઈ પણ લક્ષણ જોવા મળે તો તરત જ નિષ્ણાંત ડોક્ટર પાસે તપાસ કરાવો.

Leave a Comment