હાઈ બ્લડ પ્રેશરમાં ચા પીતા પહેલા જાણી લેજો આ માહિતી, મોટાભાગના લોકો નથી હાઈ બીપીમાં ચા પીવી જોઈએ કે નહિ…? જાણો સાચી માહિતી નહિ તો…

આજના સમયની સૌથી વધુ લોકોમાં થતી બીમારીઓમાં હાઈ બ્લડ પ્રેશર પણ છે. જેમાં સામાન્ય રીતે લોકોનું બીપી વધી જાય છે અને તેને તાત્કાલિક સારવારની જરૂર પડે છે. આમ હાઈ બીપીના દર્દીએ પોતાના ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આવો જ એક સવાલ છે કે શું હાઈ બીપીના દર્દીએ ચા પીવી જોઈએ કે નહિ. જો તમને પણ આ સવાલ થઇ રહ્યો હોય તો તમે આ લેખ જરૂરથી વાચી જુઓ. હાઈ બીપીના દર્દીએ પોતાના શું સામેલ કરવું તેમજ તમારી શંકાનું સમાધાન પણ જાણી લો. 

ભારતમાં ચા પીવાનું લોકો ઘણું પસંદ કરે છે. માનવામાં આવે છે કે આખી દુનિયામાં પાણી પછી સૌથી વધારે પીવામાં આવતું ડ્રિંક ચા જ છે. તેનું એક કારણ છે કે ચાથી એનર્જી મળે છે અને સુસ્તીથી પણ છુટકારો મળે છે. ચા પીવાથી ભૂખ પણ ઓછી લાગે છે. ચા પીવાના આવા જ ઘણા લાભ જોવા મળે છે. ચાના ઘણા પ્રકાર હોય શકે છે જેમકે, ગ્રીન ટી, કેમોમાઇલ ટી, બ્લેક ટી વગેરે.અમુક પ્રકારની ચા એવી પણ છે જેમાં એંટીઓક્સિડેંટ જોવા મળે છે અને તે સાચે જ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. અમુક સ્ટડીઝમાં જોવા મળ્યું છે કે, ગ્રીન ટીનું સેવન કરવાથી કેન્સર ફોર્મેશન થવામાં અટકાવ આવે છે, હાઇ બ્લડ પ્રેશરનું લેવલ ઓછું થઈ શકે છે અને હ્રદયની બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. આવો જાણીએ શું હાઇ બ્લડ પ્રેશરમાં ચા પીવી જોઈએ?

શું છે હકીકત?:- જાણવા મળતી માહિતી મુજબ, ચામાં જોવા મળતા એંટીઓક્સિડેંટ, જેને કૈટેચિંસના નામથી ઓળખવામાં આવે છે, સ્મૂદ મસલ સેલ્સના પ્રોટીન ચેનલને ખોલી દે છે. જેના કારણે બ્લડ વેસલ લાઇન અપ થાય છે. તે પોટેશિયમ આયનને પણ બદલે છે. આ પ્રકારે ચા હાઇપરટેન્શન એટલે કે, હાઇ બ્લડ પ્રેશર ઘટાડવામાં અને હ્રદયથી જોડાયેલી ઘણી બીમારીઓ જેમકે, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયરને ઘટાડવામાં મદદરૂપ છે.શું દૂધ વાળી ચાથી પણ લાભ મળી શકે છે?:- સામાન્ય રીતે ભારતીય લોકો દૂધ વાળી ચા પીવાનું પસંદ કરે છે પરંતુ આ ચાનું સેવન કરવાથી કેસીએન ક્યૂ 5 ચેનલ એક્ટિવ થઈ શકતા નથી. તેના કારણે ચા એટલી વધારે લાભદાયી હોતી નથી જેટલી અન્ય ચા હોય છે. 

જોકે, તેનો મતલબ એ નથી કે, તમારે બધા લાભ મેળવવા માટે દૂધ વાળી ચા એવોઈડ કરીને ગ્રીન ટી કે બાકી બીજી ટી પીવી જોઈએ. તમે તેને પીવાનું પણ ચાલુ રાખી શકો છો પરંતુ તેનું જરૂરિયાત કરતાં વધારે સેવન ન કરવું જોઈએ. આમ ચાનું સેવન જરૂરથી કરો પણ સીમિત માત્રામાં, દૂધ વાળી ચા પીવાનું ઓછુ રાખો. જેથી કરીને તમને સ્વાસ્થ્યને લગતી અન્ય બીમારી ન થાય. હાઈ બીપીને કંટ્રોલમાં રાખવા માટે તમે ગ્રીન ટી, કોઈ હર્બલ ટી પણ પી શકો છો, પણ દૂધ વાળી ચા ઓછી પીવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment