આ છોકરીની કરોડરજ્જુનું હાડકું વળી ગયું હતું આવી રીતે, ડોકટરોએ કર્યો આવો ચમત્કાર…. રીત જાણી ઉડી જશે તમારા હોંશ…

આપણા શરીરમાં કરોડરજ્જુનું વિશેષ મહત્વ હોય છે. તેનાથી આપણે આપણું શરીર વાળી શકીએ છીએ. આજે આપણે આ લેખમાં એક એવી છોકરી વિશે જાણીશું જેનું કરોડરજ્જુનું હાડકું ત્રાસુ થઇ ગયું  હતું અને પછી ડોકટરે શું કર્યું તે જાણવા માટે આ લેખ અંત સુધી જરૂરથી વાચીલો.

આજના સમયમાં કરોડરજ્જૂના હાડકાં સંબંધિત સમસ્યાઓ ઘણા લોકોમાં જોવા મળે છે. બેસવાની ખોટી રીત, ખરાબ લાઇફસ્ટાઇલ, એકસરસાઈઝ ન કરવી, વધતી ઉંમર, અનિયંત્રિત ડાયાબિટીસ, વધેલ કોલેસ્ટ્રોલ વગેરે કરોડરજ્જૂના હાડકાંમાં દુખાવાનું કારણ બને છે. જેને સ્પોન્ડિલાઇટીસ કહેવામા આવે છે. ઘણા લોકોમાં વાગવાથી, સેબરલ પાલ્સિ, મસલ્સ ડિસ્ટ્રોફી અથવા અન્ય કારણોસર કરોડરજ્જૂના હાડકામાં મરોડ પણ આવી જાય છે. આ સ્થિતિને સ્કોલિયોસિસ કહેવામા આવે છે.આ સ્થિતિમાં કરોડરજ્જુનું હાડકું એક તરફ મરડાઇ જાય છે અને જોવામાં માણસ એક તરફ જુકેલો લાગે છે. હાલમાં જ એક કેસ સામે આવ્યો છે જેમાં 13 વર્ષની એક છોકરીને પણ આ જ સમસ્યા હતી. ડોક્ટર્સની ટીમે આ છોકરીનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું અને છોકરીની સ્પાઇનને દોરીથી બનાવ્યું. આ છોકરી ધીરે ધીરે સાજી થઈ રહી છે. તો આવો જાણીએ દોરીની મદદથી કરોડરજ્જૂના હાડકાંને કેવી રીતે સપોર્ટ આપ્યો?

દુબઈમાં થયું ઓપરેશન:- જે છોકરીનું સ્પાઇન દોરીથી બનાવવામાં આવ્યું, તેનું નામ સલમા નસેર નવસેહ છે જે 13 વર્ષની છે. સલમા અરબ કન્ટ્રી જોર્ડનની રહેવાસી છે. તેનું ઓપરેશન દુબઈના બુર્જીલ હોસ્પિટલમાં થયું. સલમા મધ્ય પૂર્વ અને ઉત્તરી આફ્રિકા ક્ષેત્રની પહેલી છોકરી બની ગયી છે જેની આ અનોખી સર્જરી થઈ છે. સલમાના કરોડરજ્જૂના હાડકાંને દોરીથી સરખું કરવામાં આવ્યું છે અને હવે ઓપરેશન બાદ તે રિકવર થઈ રહી છે. ડોક્ટર્સ મુજબ, સલમા સર્જરીના બીજા દિવસે જ ચાલવા લાગી હતી. 

દોરીથી આપવામાં આવે છે હાડકાંને સપોર્ટ:- 13 વર્ષની સલમાની થોડા સમય પહેલા જ વર્ટેબલ બોડી ટેડરિંગ (વીબીટી) સર્જરી થઈ છે. આ સર્જરીમાં દોરીથી કરોડરજ્જૂના હાડકાંને સપોર્ટ આપવામાં આવે છે અને પછી તેને સ્ક્રૂથી ફિટ કરવામાં આવે છે. સ્ક્રૂની મદદથી દોરીને એટલી ફિટ કરવામાં આવે છે જ્યાં સુધી કરોડરજ્જૂનો મરોડ સરખો ન થઈ જાય. એક વાર જ્યારે કરોડરજ્જૂ સરખી સ્થિતિમાં પહોંચી જાય છે ત્યાર બાદ કરોડરજ્જૂના દરેક ભાગમાં પેચ લગાડવામાં આવે છે. વીબીટી સર્જરી વર્તમાનમાં અમેરિકા, ફ્રાંસ અને જર્મની સહિત અમુક દેશોમાં જ ફેમસ છે પરંતુ પહેલી વાર આ સર્જરી નોર્થ આફ્રીકી ક્ષેત્રમાં કરવામાં આવી.રિકવર કરી રહી છે સલમા:- ઓપરેશન બાદ, સલમાની રિકવરી થઈ રહી છે. ડોક્ટરનું કહેવું છે કે તે જલ્દી જ પહેલાની જેમ ટેનિસ રમી શકશે. સલમાના પેરેન્ટ્સે એપ્રિલ 2022માં પહેલી વાર નોટિસ કર્યું હતું કે તેમની દીકરીનું શરીર એક તરફ ઝૂકી રહ્યું છે. પછી જ્યારે ડોક્ટરને બતાવ્યુ ત્યારે તેમણે કહ્યું કે તેને સ્કોલિયોસિસ છે. જોકે આ સમસ્યા બાળકોમાં જન્મથી જ દેખાવા લાગે છે પરંતુ ઘણા કેસમાં સ્કોલિયોસીસ 10-15 વર્ષની વચ્ચે થાય છે. તેના મોટા ભાગના કેસ હળવા હોય છે અને તેમાં સર્જરીની જરૂર પડતી નથી. સલમાની વાત કરીએ તો તેના કરોડરજ્જૂમાં 65 ડિગ્રીનો મરોડ આવ્યો હતો. 

દુબઈના બુર્જીલ હોસ્પિટલના સલાહકાર આર્થોપેડિક સર્જન ડો. ફિરાસ હુસ્બને આ સર્જરીને લીડ કરી હતી. સ્કોલિયોસિસ ઘણા લોકોમાં જોવામાં આવે છે. ડોક્ટર મુજબ આનો ઈલાજ ત્રણ પ્રકારે કરી શકાય છે. ઓબ્ઝર્વેશન, બ્રેસિંગ અને સર્જરી. જો કોઈમાં સ્કોલિયોસિસના હળવા લક્ષણો દેખાતા હોય તો, તેનો ઈલાજ બ્રેસિંગથી કરી શકાય છે. પરંતુ સલમાના કરોડરજ્જૂનો મરોડ વધારે હતો માટે તેને સર્જરીની જરૂર હતી. 

ડોક્ટર મુજબ સલમા આ સર્જરી માટે સરખી પેશન્ટ હતી જેના હાડકાનો ગ્રોથ સરખી રીતે થઈ રહ્યો ન હતો. સલમા સર્જરી પછી હવે સાજી થઇ રહી છે અને બે અઠવાડીયા પછી તે ફરીથી સ્કૂલે જય શકશે અને ચાર અઠવાડીયા પછી તે કોઈ પણ પાબંદી વગર પોતાની જૂની લાઇફસ્ટાઇલ ફરીથી એન્જોય કરી શકશે. સલમાએ સર્જરીના બીજા દિવસે જ ચાલવાનું શરૂ કરી દીધું હતું.આ લોકોની થતી નથી આ સર્જરી:- 2019માં વીબીટી સર્જરીને એક યુએસએફડીએથી મંજૂરી મળી હતી. આ નવીનતમ ઇન્વેસિવ ટેક્નિક છે જે મોબિલિટી અને ફ્લેક્સિબિલિટીને જાળવી રાખતા કરોડરજ્જૂના હાડકાંના વક્રને સરખું કરી શકે છે. આ સર્જરીમાં ચેકો ઓછો પડે છે અને જોખમ પણ ઓછું રહેલું છે. જોકે, દરેક સ્કોલિયોસિસ વાળા દર્દીની વીબીટી સર્જરી થઈ શકતી નથી. આ સર્જરી માત્ર 9 થી વધુ ઉંમરના બાળકોને જ થઈ શકે છે. જો કોઈના કરોડરજ્જુનો મરોડ 45 થી 65 ડિગ્રી હોય તેમના પર વીબીટી સર્જરી વધુ અસરકારક રહે છે. 

ડોક્ટર મુજબ, આ સર્જરીમાં કરોડના હાડકાંની સર્જરી માટે ઇંડોસ્કોપ દ્વારા પેટમાં ચીરો પાડવામાં આવે છે વીબીટી દરમિયાન પીઠના નરમ ઉત્તકોને થોડું નુકસાન પહોંચી શકે છે. તેમાં સ્પાઇનલ ફ્યૂઝન સર્જરીની તુલનાએ લોહીની ઉણપ થતી નથી, ઓપરેશન બાદ દુખાવો ઓછો થાય છે અને રિકવરી પણ ઝડપી થાય છે. 

વીબીટી, સ્કોલિયોસિસ વાળા દર્દીઓ માટે એક સર્જીકલ ટ્રીટમેંટ છે. એફડીએ દ્વારા ઓગસ્ટ 2019માં આ ઈલાજને મંજૂરી મળી હતી. આ ટ્રીટમેંટમાં દર્દીના કરોડરજ્જૂનું હાડકું સરખી કરવા માટે એક લચીલી કોડનો ઉપયોગ કરવામાં આવે છે. ઈડિયોપેથિક સ્કોઇલ્યોસિસ વાળા અમુક દર્દીઓમાં સ્પાઇન ફ્યૂઝન સર્જરી ના બદલે વીબીટી સર્જરીનો ઉપયોગ કરવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment