ગરમીની ઋતુમાં ગુંદરનું સેવન કરવાથી હીટ સ્ટ્રોક, નબળાઈ, પરસેવો આવવાની સમસ્યાને દૂર કરી શકાય છે. આ સિવાય આ સ્વાદહીન તત્વ ખાવાથી મહિલાઓને લગતી કેટલીક બીમારી માંથી પણ રાહત મળે છે. તો આજે અમે તમને એક એવા જ ગુંદર વિશે જણાવશું. જે તમારા શરીરની અંદરની ગરમીને બહાર કાઢી નાખશે અને કુદરતી ઠંડક આપશે. મિત્રો ગુંદર પણ અલગ અલગ પ્રકારના હોય છે. આજે અમે તમને જે ગુંદર વિશે જણાવશું તે તમને શરીરમાં ખુબ જ ઠંડક આપે છે.
કતીરાના ઝાડમાંથી ગુંદર સુકાયા પછી જ આ ખાસ ગુંદર બને છે. જો પોષણ મૂલ્યની વાત કરીએ તો, તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય ગરમીની ઋતુમાં સનસ્ટ્રોક, હીટસ્ટ્રોકને રોકે છે તેમજ શરીરને ગરમીથી પણ બચાવે છે. તેનું સેવન કરવાથી લોહી તો જાડું થાય છે પણ સાથે જ જે લોકોને શ્વાસની સમસ્યા છે અથવા તો જે પણ લોકોને હૃદય સંબંધી સમસ્યા છે તો તેને દૂર કરે છે. તો ચાલો જાણીએ ગુંદર અને તેના ફાયદાઓ વિશે.શું છે આ ગુંદર ? : ટ્રાગાકૈન્થ એક ગુંદરનો છોડ છે, જ્યારે તે પાણીમાં ભળી જાય છે ત્યારે તે નરમ અને ચીકણું થઈ જાય છે. આ ગમનો દરેક ટુકડો, થોડો સમય પાણીમાં પલાળ્યા પછી ગમ (વનસ્પતિમાંથી મળતો એક જાતનો સફેદ કે લાલાશ પડતો ગુંદર ) 3 – 4 ચમચી બનાવે છે. તેનો અર્થ એ છે કે, ઉનાળામાં શરીરમાં ઠંડક જાળવવા માટે તેમાંથી થોડી માત્રા જ પૂરતી છે.
ખરેખર, તો એવું છે કે, ગરમીની ઋતુમાં ગુંદરનો ઉપયોગ મિલ્ક શેક અથવા તો લીંબુ પાણીના રૂપમાં પણ કરવામાં આવે છે. તેમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ હોતો નથી, પરંતુ જો સ્વાસ્થ્યને સુધારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે બેસ્ટ છે. આ ગુંદર ટેસ્ટલેસ હોવાના કારણે તમે તેને કોઈ પણ વસ્તુની સાથે મિક્સ કરીને લઈ શકો છો.હીટ સ્ટ્રોક : આ ગરમીની ઋતુમાં શરીરમાં લૂ લાગવાની શક્યતા ખુબ જ રહે છે. જે પણ લોકો પોતાનું વર્ક કરવા માટે બહાર જાય છે, તે લોકોને હંમેશા હીટ સ્ટ્રોકની અસર થાય છે. આવા સમયે શરીરમાં ગરમી ઓછી કરવા માટે ઠંડી વસ્તુઓનું સેવન કરવું એ ખુબ જ જરૂરી છે. જો તમે ગુંદરનું સેવન કરશો, તો તમારા શરીરમાં રહેલી ગરમીને તે નિયંત્રણમાં રાખશે અને તમને શરીરમાં ઠંડકનો અનુભવ થશે.
મોં માં પડેલ અલ્સર : જો તમને મોં માં અલ્સર થઈ જાય છે, તો આ કતીરાના ગુંદરનો ખુબ જ સરળ ઘરેલુ ઉપાય છે. ગુંદરમાં ઠંડકનો ગુણ હોવાના કારણે તે અલ્સરના સોજામાં અને દુઃખાવામાં રાહત આપે છે. આ ગુંદરની પેસ્ટ બનાવીને તે અલ્સર પર લગાવવાથી સોજામાં અને દુઃખાવામાં ખુબ જ આરામ આપે છે.કબજિયાતમાં રાહત : ઘણા લોકો નથી જાણતા, પરંતુ ગુંદર તમારા આંતરડાની ગતિને પણ નિયંત્રિત કરી શકે છે. તેથી જ જો તમે કબજિયાતથી પરેશાન છો તો દરરોજ ગુંદરનું સેવન કરો, તમને ખુબ જ આરામ મળશે. તમે કોશિશ કરજો કે તેને લીંબુ પાણી અથવા તો ઠંડા પાણીની સાથે પીવો. જો કે, આ ગુંદર બેસ્વાદ હોય છે, તેથી તેમાં તમે ખાંડ પણ મેળવીને પીય શકો છો.
એનર્જી : કતીરાના ગુંદરમાં પ્રોટીનની માત્રા ભરપુર હોય છે, જે શરીરને એનર્જીથી ભરી દે છે. જો તમને ગરમીની ઋતુમાં થાક, સુસ્તી અથવા તો નબળાઈનો અનુભવ થાય છે તો એક ચમચી પલાળેલ ગુંદર, થોડું ગુલાબ શરબત, ખાંડ અને દૂધને મિક્સ કરીને તેને ઠંડુ કરીને પીવો. તેને પીધા પછી તરત જ શરીરમાં એનર્જી આવશે અને તમે ફિટ થઈ જશો.રોગ પ્રતિકારક શક્તિ : હાલ કોરોના મહામારી ચાલી રહી છે, આ દરમિયાન દરેક લોકો પોતાની ઇમ્યુનિટીને વધારવાની કોશિશ કરી રહ્યા છે. ઇમ્યુનિટીને વધારવા માટે આજે લોકોની માંગ વધી ગઈ છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તો ઋતુમાં બદલાવ થવા પર તમને શરદી, ઉધરસ, વાયરલ ચેપ ખુબ જ ઝડપથી થઈ શકે છે. તેવામાં રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે તમારે દરરોજ ગુંદરનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો થશે અને તમને જલ્દી ચેપ પણ નહીં લાગે.
વજન ઘટાડવા : વજન ઘટાડવા માટે ગુંદરનું સેવન ખુબ જ સારું માનવામાં આવ્યું છે. તેમાં ફાઈબરની માત્રા વધારે હોય છે, જેથી તમને પેટ ભરેલું છે તેવો અનુભવ થાય છે, અને તેથી જ તમે ભોજન પણ ઓછું લો છો. તેથી તમારું વજન કંટ્રોલમાં રહે છે.વજનને ઓછું કરવાની સાથે જ આ હીટ સ્ટ્રોકથી લડવામાં પણ મદદ કરે છે અને આ એક ખુબ જ સારું સમર ડ્રિંક છે. ખાસ કરીને જો તમે ગરમીના દિવસોમાં વજન ઓછું કરવા માંગો છો તો તમે પ્રોબાયોટિક ખોરાકની સાથે ગુંદરને પણ તમારા ભોજનમાં શામિલ કરો.
મહિલાઓ માટે ફાયદાકારક : અનિયમિત પિરિયડ્સના લીધે સ્ત્રીઓમા એનીમિયા થવું એ એક સામાન્ય છે. આ સિવાય સ્ત્રીઓ ડિલિવરી પછી ખુબ જ નબળી પડી જાય છે. ગુંદરનું સેવન કરવાથી શરીરમાં તાકાત આવે છે અને પિરિયડ્સ દરમિયાન લોહીના પ્રવાહને પણ નિયંત્રણમાં રાખે છે. ગુંદરની સાથે મિશ્રીને પણ પીસી લો, પછી કાચા દૂધની સાથે મેળવીને પીવો. તમે ચાહો તો ગુંદરના લાડુ પણ બનાવીને ખાય શકો છો. ગુંદરની સાથે પ્રવાહી ન લેવાથી આંતરડામાં અવરોધ ઉભો થઈ શકે છે. તેથી હંમેશા તેને ઠંડા પાણી, લીંબુ પાણી અથવા તો દહીં સાથે લેવાનો પ્રયત્ન કરો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)