પેટમાં સામાન્ય એવો દુખાવો પણ બની જશે આ ગંભીર સમસ્યાનું કારણ, જાણો સરળ ઘરેલું ઉપાય… નહિ તો પડી જશે પેટમાં ચાંદા…

ઘણી વખત અમુક બીમારીનો સંકેત આપણું શરીર આપણને આપતું હોય છે. આથી જો આપણે સમય રહેતા તેનો ઈલાજ કરી લઈએ તો જે તે બીમારીને દુર કરી શકીએ છીએ. આવી જ એક બીમારી છે અલ્સરની. જેના સંકેત તમને તમારું પેટ આપી શકે છે. જમ્યા પછી પેટમાં દુખાવો અને ઉલ્ટી જેવો અનુભવ થાય તો તે લક્ષણ પેટમાં અલ્સરના હોઇ શકે છે. પેટમાં અચાનક દુખાવો થવો સામાન્ય સ્થિતિ નથી. આ સમસ્યામાં સમય રહેતા ધ્યાન આપવામાં ન આવે કે ઉપચારમાં મોડુ કરવામાં આવે તો, તેના પરિણામ ઘાતક પણ હોઇ શકે છે.

પેટમાં અલ્સરને પેપ્ટિક અલ્સર કે ગેસ્ટ્રીક અલ્સર પણ કહેવામા આવે છે. આ પ્રકારના અલ્સરમાં વધારે દુખાવો થાય છે. પેટનું અલ્સર માત્ર બેચેની જ નથી વધારતું પરંતુ જમવાની ઈચ્છાને પણ સમાપ્ત કરી દે છે. પેટમાં અલ્સરના કારણે પેટ અને નાના આંતરડાથી જોડાયેલી અન્ય સમસ્યાઓમાં પણ વધારો થઈ શકે છે. તેના અમુક લક્ષણો આ મુજબ છે.પેટના અલ્સરના લક્ષણો:- પેટમાં હળવો દુખાવો, વજન ઘટવું, દુખાવાને કારણે જમવાનું ન ભાવવું, ઉલ્ટીનો અનુભવ થવો, પેટ હંમેશા ભરાયેલું લાગવું, એસિડિટી થવી, છાતીમાં બળતરા થવી, ઉલટીમાં લોહી આવવું 

પેટના અલ્સરને સરખું કરવાના ઘરેલુ ઉપાય:- પેટના અલ્સરની સમસ્યાને સરખી કરવા માટે તમારે આમ તો, ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પરંતુ અમુક ઘરેલુ ઉપાયોથી પણ તમે તેના લક્ષણોને સરખા કરી શકો છો. જાણો તેના ઘરેલુ ઉપાયો વિશે.

1) બેકિંગ સોડા અને એપ્પલ સાઇડર વિનેગર:- બેકિંગ સોડા પેટના પીએચ લેવલને સરખું રાખવામા મદદ કરે છે. એપ્પલ સાઇડર વિનેગરમાં દર્દ નિવારક ગુણ હોય છે. માટે એપ્પલ સાઇડર વિનેગર અને બેકિંગ સોડાનું મિશ્રણ પેટના અલ્સરના ઉપચારમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. એક ચમચી એપ્પલ સાઇડર વિનેગર, અડધી ચમચી બેકિંગ સોડા અને થોડું મધ મિક્સ કરીને નવશેકા પાણીમાં મિક્સ કરો. આરામ મેળવવા માટે આ પ્રકારના મિશ્રણને દિવસમાં એક વખત જરૂરથી પીવું જોઈએ.2) લસણનો કરો ઉપયોગ:- લસણમાં એલિસીન નામનું કમ્પાઉન્ડ હોય છે. આ કમ્પાઉન્ડમાં શક્તિશાળી એન્ટિમાઈક્રોબિયલ ગુણ હોય છે. આ ગુણ હેલીકોબેકટર પાઇલોરીથી લડવામાં મદદ કરે છે, જે પેપ્ટિક અલ્સરને ટ્રિગર કરવા માટે જવાબદાર હોય છે. લસણના ફાયદા લેવા માટે તમે તેની બે ત્રણ કાચી કળીઓ ચાવો. આવું ઘણા દિવસો સુધી રોજ કરવાથી આરામ મળે છે. લસણનું સેવન પણ અલ્સરના ઉપચારમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

3) મધ અને તજ પાવડર:- મધમાં ગ્લુકોઝ ઓક્સિડોઝ નામનું એંઝાઇમ હોય છે. આ એંઝાઇમ હાઈડ્રોજન પેરોક્સાઈડને પ્રોડ્યુસ કરે છે. તે પેપ્ટિક અલ્સર માટે જવાબદાર બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ અને તજ પાવડર મિક્સ કરો. આ મિશ્રણને દિવસમાં બે વખત પીવાથી આરામ મળે છે. આમ, મધ એ અલ્સરના ઉપચાર માટે ફાયદાકારક સાબિત થાય છે.4) હળદર પણ છે ફાયદાકારક:- હળદરમાં કરક્યુમીન હોય છે, જે પાવરફૂલ એન્ટિ-ઇમ્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડેંટથી ભરપૂર હોય છે. તે પેટના અલ્સરને અટકાવવામાં અને તેના ઉપચારમાં મદદ કરે છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરો અને તેમાં પોતાની જરૂરિયાત મુજબ મધ મિક્સ કરીને પીઓ. આ મિશ્રણને દિવસમાં બે થી ત્રણ વખત પી શકાય છે. આમ, હળદરનું સેવન પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.  

5) આદુંનો કરવો ઉપયોગ:- આદું પેટના અલ્સર પર પ્રોટેક્ટિવ અને પ્રિવેંટિવ અસર નાખે છે અને તેની ગંભીરતાને પણ ઓછી કરે છે. માટે આદુંનો ઉપયોગ તે લક્ષણોના ઉપચારમાં કરવામાં આવે છે. જે પેટના અલ્સરના કારણે ઉત્પન્ન થાય છે. એક કપ પાણીમાં એક કપ વાટેલું આદું નાખીને ઉકાળી લો. થોડું ઠંડુ થાય એટલે મધ મિક્સ કરીને તેનું સેવન કરો. આમ, આદું તેના અન્ય ફાયદાઓની સાથે અલ્સરના ઉપચારમાં પણ મદદ કરી શકે છે.

6) ગ્રીન ટી:- ગ્રીન ટી માં એપીગૈલોકૈટેચીન ગૈલેટ નામનું એક પેલીફોનેલ હોય છે. જે અલ્સર એન્ટિ-અલ્સર ગુણો માટે ઓળખવામાં આવે છે. ગ્રીન ટી પેટના અલ્સરના ઉપચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. એક કપ ઉકળતા પાણીમાં એક ચમચી ગ્રીન ટી નાખો. તેમાં થોડું મધ મિક્સ કરો અને ઠંડુ થાય એટલે પી લો. ગ્રીન ટી દિવસમાં બે વખત પી શકાય છે. આમ, ગ્રીન ટી પણ તમારા માટે ફાયદારૂપ સાબિત થઈ શકે છે. 7) કેળાં:- કાચા કેળામાં ફોસ્ફેટીડિલકોલાઇન અને પેક્ટિન જેવા કમ્પાઉન્ડ હોય છે. આ કમ્પાઉન્ડ પેટના મસલ્સને મજબૂત બનાવે છે. કેળાનું સેવન કરવું પેપ્ટિક અલ્સરના ઉપચારમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. દરરોજ એક પાકા કે કાચા કેળાનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

8) કોબીજનું કરવું સેવન:- કોબીજમાં ગ્લુટામાઈન નામનું ઇએમઆઇનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ કમ્પાઉન્ડ અલ્સરથી ક્ષતિગ્રસ્ત થતી ગૈસ્ટ્રોઇંટેસ્ટાઇનલ લાઈનીંગને પોષણ આપવાનું અને તેની સારસંભાળ કરવામાં મદદ કરે છે. તેમાં એક એન્ટિ-પેપ્ટિક અલ્સર ફેક્ટર પણ હોય છે જે પેપ્ટિક અલ્સરને સરખું કરવામાં મદદ કરી શકે છે. કોબીજનું જ્યુસ કાઢીને તેને દિવસમાં એક વખત પી શકાય છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment