દહીંમાં મીઠું નાખીને ખાવું જોઈએ કે નહિ ? જાણો આપણું આયુર્વેદ શું કહે છે, 99% લોકો નથી જાણતા આ માહિતી…

મિત્રો આપણે જાણીએ છીએ કે દહીં એ હેલ્દી ખોરાક છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદાઓ મળે છે. પણ દરેક લોકો દહીનું સેવન અલગ અલગ રીતે કરે છે. કોઈ દહીંમાં ખાંડ નાખીને ખાય છે કોઈ મીઠું નાખીને ખાય છે. કોઈ દહીંની ચટણી કરીને ખાય છે. પણ જયારે તમે દહીંમાં મીઠું નાખીને ખાવ છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? અથવા તો દહીંમાં મીઠું નાખીને ખાવું જોઈએ કે નહિ? આવો સવાલ કદાચ તમને થતો હશે. આજે આપણે આ લેખમાં આ સવાલનો જવાબ મેળવીશું. 

દહીં સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન સહિત ઘણા પ્રકારના વિટામીન્સ અને મિનરલ્સ જોવા મળે છે. માટે સામાન્ય રીતે લોકો પોતાની ડાયેટમાં દહીં જરૂરથી સમાવેશ કરે છે. મોટા ભાગના લોકો દહીંને લંચ કે બ્રેકફાસ્ટમાં ખાવાનું પસંદ કરે છે. ઘણા લોકો દહીંને સીધું જ ખાય છે, તો ઘણા લોકો દહીંમાં ખાંડ કે મીઠું મિક્સ કરીને ખાય છે.દહીંમાં ખાંડ મિક્સ કરીને ખાવાનું શુભ ગણવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને દહીંમાં ખાંડ મિક્સ કરીને ખાવાનું પસંદ હોતું નથી. માટે તેઓ દહીંમાં મીઠું મિક્સ કરીને ખાય છે. એવામાં સામાન્ય રીતે તેમના મનમાં સવાલ થાય છે કે, શું દહીંમાં મીઠું મિક્સ કરીને ખાવું પણ ફાયદાકારક હોય છે? અથવા તો દહીંમાં મીઠું મિક્સ કરીને ખાવું જોઈએ કે નહીં? 

દહીંમાં મીઠું નાખીને ખાવું જોઈએ કે નહીં?:- આમ તો દહીંમાં મીઠું નાખીને ખાઈ શકાય છે. પરંતુ તમારે દહીંમાં વધુ માત્રામાં મીઠું નાખીને ખાવાથી બચવું જોઈએ. આરોગ્ય ડાયેટ અને ન્યુટ્રિશન ક્લિનિકની ડાયેટિશિયન ડોક્ટર છે કે, દહીં અમલીય હોય છે. એવામાં દહીં ખાવાથી પિત્ત અને કફ વધે છે. જ્યારે દહીં વાતને ઓછું કરે છે. દહીંમાં મીઠું મિક્સ કરીને ખાવાથી પિત્ત વધી શકે છે.ડાયેટિશિયન જણાવે છે કે, તમે દહીંને મધ કે ખાંડમાં મિક્સ કરીને ખાઈ શકો છો. તમે ઇચ્છો તો દહીંને મગની દાળમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો. આયુર્વેદ મુજબ તમે દહીંને મધ, ખાંડ, સાકર કે ઘી સાથે ખાઈ શકો છો. દહીંને મગની દાળમાં મિક્સ કરીને ખાવું પણ ફાયદાકારક ગણવામાં આવે છે. જો તમે ઇચ્છો તો, જો તમે ઇચ્છો તો દહીંને છાશના રૂપમાં પણ ખાઈ શકો છો. તમે તમે થોડું મીઠું અને જીરું પણ મિક્સ કરી શકો છો. પરંતુ જો તમે દરરોજ દહીંમાં મીઠું મિક્સ કરીને ખાઓ તો તમારું પિત્ત અને કફ ઝડપથી વધી શકે છે. 

દહીંમાં મીઠું મિક્સ કરીને ખાવાના નુકસાન:- જો તમે દહીંમાં મીઠું નાખીને ખાઓ છો તો, તમારા શરીરમાં પિત્ત અને કફ વધી શકે છે. દહીંમાં મીઠું નાખીને ખાવાથી તમારું પાચનતંત્ર પ્રભાવિત થઈ શકે છે. તેનાથી તમારે પાચનતંત્રથી જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. દહીંમાં મીઠું નાખીને ખાવાથી તમને એસિડિટી કે ગેસની સમસ્યા થઈ શકે છે. ઠંડીમાં દહીંમાં મીઠું મિક્સ કરીને ખાવાથી કફ વધી શકે છે. તેનાથી તમને શરદી, ઉધરસ પણ થઈ શકે છે. સાથે જ ગળામાં ખરાશ થઈ શકે છે.આરોગ્ય ડોક્ટર જણાવે છે કે, આયુર્વેદ મુજબ, દહીંમાં મીઠું મિક્સ કરીને ખાવાને બદલે મધ કે સાકર મિક્સ કરીને ખાવું જોઈએ. તેનાથી તમને વધારે લાભ મળી શકે છે. દહીંમાં મધ કે સાકર મિક્સ કરીને ખાવાથી પિત્ત, વાત અને કફ સંતુલનમાં રહે છે. સાથે જ ડાયઝેશન પણ સરખી રીતે કામ કરે છે. આમ બને ત્યાં સુધી તમારે દહીંમાં મીઠું નાખીને ન ખાવું જોઈએ. જે તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment