ફ્રિઝના દરવાજા પર લાગેલું રબર ગંદુ કે મેલું થઇ ગયું હોય તો અજમાવો આ ટ્રિક્સ, માત્ર 2 મિનીટમાં થઇ જશે નવા જેવું સાફ અને ચમકતું…

મિત્રો આપણે જાણીએ છીએ તેમ ઘણી વખત અમુક વસ્તુઓ પર મેલ જામી જાય ત્યારે તેને કાઢવો ખુબ જ મુશ્કેલ થઇ જાય છે. આવું જ આપણે જોઈએ છીએ કે આપણા ફ્રિજના દરવાજા પર રહેલ રબરની પટ્ટી અમુક સમયે ખુબ જ ગંદી થઇ જાય છે ત્યારે તેને સાફ કરવી ખુબ જ મુશ્કેલ છે. પણ તમે અમુક ટીપ્સ અપનાવીને ઝડપથી સાફ કરી શકો છો. આ માટે તમારે વધુ મહેનત કરવાની જરૂર નથી પડતી. ચાલો તો આપણે આ લેખમાં એવી કેટલીક ટીપ્સ વિશે જાણી લઈએ. 

સામાન્ય રીતે લોકો ફ્રીજને તો સાફ કરી લે છે, પરંતુ રેફ્રીજરેટરના દરવાજામાં લાગેલ રબડ સાફ કરતાં નથી, કારણ કે તેને કાઢીને સાફ કરવામાં બીક લાગે છે અને ધીરે ધીરે ઘણી ગંદકી જામી જાય છે. તેના કારણે ફ્રિજનો દરવાજો પણ સરખી રીતે બંધ થતો નથી અને ફ્રિજનું કુલિંગ પણ ઓછું થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રિજ ના દરવાજાનું રબડ કાઢીને સરળતાથી સાફ કરી શકાય છે અને પછી તેને સરળતાથી પાછું પણ લગાડી શકાય છે. મિત્રો એક વાતનું ધ્યાનરાખવું કે જયારે પણ ફ્રિજ સાફ સફાઈ કરો ત્યારે ફ્રિજ બંધ કરવું અથવા પીન કાઢી લેવી.આ રીતે બહાર કાઢો અને લગાડો ફ્રિજનું લબર:- ફ્રિજના દરવાજામાં લાગેલ રબડને સાફ કરવા માટે તેને બહાર કાઢવું જરૂરી છે. તે માટે ફ્રિજના દરવાજાને ટાઈટ પકડો અને પછી રબરને એક ખૂણામાં પકડીને બહાર કાઢી લો. રબરને સરળતાથી ખેંચીને બહાર કાઢી શકાય છે. ત્યાર બાદ તેને સાફ કરીને સરળતાથી પાછું પણ લગાડી શકાય છે. 

1) બેકિંગ સોડાથી ફ્રિજના રબરને કરો સાફ:- ફ્રિજના રબરને સરળતાથી બેકિંગ સોડા દ્વારા સાફ કરી શકાય છે. તે માટે એક કપ પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એક લિક્વિડ તૈયાર કરી લો. પછી આ લિક્વિડથી ફ્રિજના રબરને સાફ કરો. તે માટે તમે કપડાનો કે બ્રશનો ઉપયોગ કરી શકો છો. સાફ કર્યા પછી રબરને સાફ પાણીથી ધોઈ લો અને પછી સુકાવા માટે પાછું રાખી લો.2) વિનેગરથી થઈ જશે કામ:- ફ્રિજના દરવાજામાં લાગેલ રબર લાંબા સમય સુધી સાફ ન કરવામાં આવે તો ગંદકીના કારણે ચીકણું થઈ જાય છે, જેને સાફ કરવા માટે વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. તે માટે વિનેગરને પાણીમાં મિક્સ કરીને કે, ડાયરેકટ કપડાં કે બ્રશની મદદથી સાફ કરી શકાય છે. રબર સાફ કર્યા પછી ધોઈને અને સૂકવીને પાછું લગાડી શકાય છે. તમને જોવા મળશે રબર થઇ જશે એકદમ સાફ અને નવા જેવું.

3) ડીટર્જંટથી પણ દૂર કરી શકાય છે રબરની ગંદકી:- ફ્રિજના રબર ની ગંદકી દૂર કરવા માટે ડીટર્જંટનો ઉપયોગ પણ કરી શકાય છે. તે માટે એક કપ પાણીમાં એક ચમચી ડીટર્જંટ નાખીને મિશ્રણ તૈયાર કરો અને કપડાને ભીનું કરીને રબર ની સફાઈ કરો.જો રબર ઉપર વધારે ગંદકી જામેલી હોય તો, તમે ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. રબર ને સાફ કર્યા બાદ સરખી રીતે ધોઈ લો અને પછી સૂકવીને પાછું લગાડી લો. તો મિત્રો તમે આવી રીતે તમારા ફ્રિજના દરવાજા પર રહેલ રબરને ઘર બેઠા મફત માં સાફ કરી શકો છે. રબર થઇ જશે સાફ અને એકદમ નવા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment