જયારે પણ શરીરમાં કબજિયાત જેવી તકલીફ ઉભી થાય છે ત્યારે સામાન્ય રીતે આપણે કોઈ પણ ઘરેલું ઉપાય દ્વારા તેનાથી રાહત મેળવી લઈએ છીએ. પરંતુ કબજિયાત વિશે ઘણાના મનમાં એવા સવાલ હશે કે શું કબજિયાતમાં દૂધ પીવું જોઈએ કે નહિ ? જો તમારી પાસે પણ આ સવાલનો કોઈ જવાબ નથી તો એક વખત આ લેખને જરૂર વાંચો.
કબજિયાતને કારણે નાની બીમારીથી લઈએ અનેક મોટી બીમારીઓ પણ થઈ શકે છે. આથી જ તમારે જલ્દી કબજિયાતથી છુટકારો મેળવી લેવો જોઈએ. કબજિયાત દરમિયાન ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આથી ખાનપાનને લઈને ઘણાના મનમાં અનેક સવાલો હોય છે. આવો જ એક સવાલ છે કબજિયાતમાં દૂધ પીવું જોઈએ કે નહિ ?
કબજિયાત એ એક સામાન્ય સમસ્યા છે. તેના કારણે રોગીનું પેટ સાફ નથી થતું. શૌચ દરમિયાન ખુબ જ પરેશાની થાય છે. ફાઈબરની કમી, ખરાબ લાઈફસ્ટાઈલ અને અસ્વસ્થ ખાનપાન કબજિયાતનું મુખ્ય કારણ છે. જેના કારણે પેટમાં દુખાવો રહેવો, કડક મળ આવવું, અપચો, થાક, આળસ, માથાનો દુખાવો અને ચહેરા પર ખીલ જેવી સમસ્યાઓ થાય છે.
કબજિયાતમાં દૂધ પીવું જોઈએ કે નહિ ? : જો તમને કબજિયાત રહે છે, પેટ સાફ નથી આવતું તો તમારે દૂધ અથવા તો દૂધ માંથી બનેલ વાનગીઓનું સેવન કરવાથી બચવું જોઈએ. વાસ્તવમાં દૂધ માંથી બનેલ વસ્તુઓ અથવા ડેરી પ્રોડક્ટ પચાવવામાં પેટને તકલીફ પડે છે. પેટને ડેરી પ્રોડક્ટ પચાવવામાં લાંબો સમય લાગે છે. તેવામાં જો તમને કબજિયાત રહે છે તો તમારે દૂધ તેમજ તેનાથી બનેલ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. કબજિયાતના દર્દીને દૂધ અને પનીરનું વધુ સેવન ન કરવું જોઈએ. પરંતુ દહીં અને છાશ કબજિયાતમાં ખુબ જ ફાયદાકારક છે.
કબજિયાત માં દૂધ કેવી રીતે પીવું જોઈએ ? : કબજિયાત થવા પર દુધને સામાન્ય રૂપે જ પીવું જોઈએ. પરંતુ તમે થોડાક ખાદ્ય પદાર્થ સાથે દૂધ લઈ શકો છો. તેનાથી તમને કબજિયાતમાં આરામ મળે છે. સાથે દુધના જરૂરી પોષક તત્વો પણ મળે છે.
1 ) એક ગ્લાસ ગરમ દુધમાં 2 ચમચી ગોળ મિક્સ કરીને ખાવાથી કબજિયાતની સમસ્યા દુર થાય છે.
2 ) એક ગ્લાસ દુધમાં 2 સૂકાયેલ અંજીર ઉકાળીને ખાવા જોઈએ. અને દુધને પિય લો તેનાથી કબજિયાતમાં આરામ મળે છે.
3 ) રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દુધમાં 2 ચમચી દેશી ઘી નાખીને પીવું જોઈએ. તેનાથી સવારે પેટ સરળતાથી સાફ થઈ જશે. કબજિયાત માટે દૂધ અને ઘી રામબાણ ઈલાજ છે.
કબજિયાત થવાના મુખ્ય ત્રણ કારણો : પહેલું શરીરમાં ફાઈબરની કમી, બીજું અસ્વસ્થ ખાનપાન, ત્રીજું શારીરિક રૂપે સક્રિય ન રહેવું, તેવામાં કબજિયાતથી છુટકારો મેળવવા માટે આ કારણોને દુર કરવા પડે.
કબજિયાત દુર કરવાના ઉપાય : 1 ) કબજિયાતને દુર કરવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ. આ દરમિયાન તમારે લીક્વીડ ડાયટ લેવી જોઈએ. તેમાં નાળિયેર પાણી, શરબત, સૂપ વગેરેનું સેવન કરવું જોઈએ.
2 ) કબજિયાતથી છુટકારો મેળવવા માટે યોગાસન, કસરત, જરૂર કરવી જોઈએ. તેનાથી તમે શારીરિક રીતે એક્ટીવ રહી શકો છો.
3 ) કબજિયાતને ઠીક કરવા માટે હેલ્દી ડાયટ લો. આ દરમિયાન મેંદો, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ.
4 ) કબજિયાતથી છુટકારો મેળવવા માટે ફાઈબર યુક્ત ખોરાક ડાયટમાં લેવો જોઈએ. તેમાં વધુ પ્રમાણમાં ફળ અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ.
આમ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે, જો તમને અક્સર કબજિયાતની તકલીફ રહેતી હોય તો દૂધનું સેવન કરવામાં ધ્યાન રાખવું જોઈએ. તેમજ અન્ય ડેરી પ્રોડક્ટ લેવાથી પણ બચવું જોઈએ. લાંબા સમય સુધી કબજિયાત રહેવાથી બવાસીરની તકલીફ થઈ શકે છે. આથી તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી