ઘરમાં રહેલી પ્લાસ્ટિકની બોટલો પીળી થઈ ગઈ છે, તો લગાવી દો આ એક વસ્તુ, મફતમાં જ થઈ જશે એકદમ સાફ અને નવા જેવી ફ્રેશ…

મિત્રો તમે જોયું હશે કે, તમારા ઘરમાં જે પ્લાસ્ટિકની બોટલ હોય છે તે અમુક સમયે પીળી થવા લાગે છે. અને પછી તેને સાફ કરવી મુશ્કેલ હોય છે. પરંતુ તમે કેટલીક ટીપ્સ અપનાવીને તેને સરળતાથી ફરી એવી જ સાફ કરી શકો છો.

પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ મોટા ભાગના ઘરોમાં કરવામાં આવતો હોય છે. પરંતુ જો બોટલોને સમયે સમયે સાફ કરવામાં ન આવે તો બોટલ પીળી પડી જાય છે. જેનાથી બોટલો માત્ર જોવામાં જ ગંદી દેખાતી નથી, પરંતુ ગંદી બોટલમાંથી પાણી પીવું એ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તે માટે તમારે નિયમિત રીતે બોટલોની સફાઈ કરવી જોઈએ. પરંતુ પ્લાસ્ટિકની બોટલને સાફ કરવા માટે તમારે કોઈ મોંઘા ક્લિનિંગ પ્રોડક્ટની જરૂર પડશે નહિ. કારણ કે, આજે અમે તમને ઘરમાં રહેલી અમુક વસ્તુઓની મદદથી પ્લાસ્ટિકની બોટલની પીળાશ સાફ કરવાની રીત જણાવીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

બેકિંગ સોડા : જો તમારા ઘરે રહેલ પ્લાસ્ટિકની બોટલ પીળી થઈ ગયી હોય અથવા ગંદી થઈ ગઈ હોય તો, તે માટે તમારે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો જોઈએ. એક બાઉલમાં બેકિંગ સોડા અને પાણી લો. તેનું ઘટ્ટ પેસ્ટ બનાવી લો. હવે બેકિંગ સોડાને આ બોટલ પર લગાડો અને સ્પંચની મદદથી બોટલ સાફ કરી લો. બોટલની પીળાશ દૂર થઈ જાય છે.

લીંબુ : વધારે સમય માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવાથી તે પીળી પડી જાય છે. જેનાથી બોટલ માત્ર દેખાવમાં જ ગંદી લાગતી નથી, પરંતુ તેમાંથી પાણી પીવું પણ હાનિકારક સાબિત થઈ શકે છે. પ્લાસ્ટિકની બોટલની પીળાશ સાફ કરવા માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. પ્લાસ્ટિકની બોટલ પર લીંબુ સરખી રીતે ઘસી લો, ત્યાર બાદ બોટલને તડકામાં રાખી દો. લીંબુ અને સૂરજના તડકાથી બોટલની પીળાશ દૂર થઈ જાય છે.

રબિંગ આલ્કોહોલ : જો તમારી પ્લાસ્ટિકની બોટલ પીળી પડી ગઈ હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે રબિંગ આલ્કોહોલ તમને કામ લાગશે. તમને બજારમાં રબિંગ આલ્કોહોલ કોઈ પણ મેડિકલ સ્ટોર અથવા ગ્રોસરી સ્ટોર પર મળી રહે છે. એક બાઉલમાં રબિંગ આલ્કોહોલ લ્યો અને પ્લાસ્ટિકની બોટલ તેમાં થોડા સમય માટે ડૂબાડી રાખો. લગભગ અડધા કલાક પછી બોટલને સાબુથી સરખી રીતે સાફ કરી લો. આમ કરવાથી બોટલની પીળાશ દૂર કરી શકાય છે.

ડેન્ચર ટેબ્લેટ : કદાચ તમે પહેલી વખત જ આ ટેબ્લેટનું નામ સાંભળી રહ્યા હશો. પરંતુ જણાવી દઈએ કે આ ટેબ્લેટની મદદથી પ્લાસ્ટિકની બોટલની પીળાશ દૂર કરી શકાય છે. કોઈ પણ મેડિકલ સ્ટોર પર તમને આ ટેબ્લેટ સરળતાથી મળી રહે છે. બોટલની પીળાશ દૂર કરવા માટે તમારે બે ગોળીની જરૂર પડશે. આ ટેબ્લેટને ગરમ પાણીમાં ઓગાળી લો. અને તે પેસ્ટ બોટલ પર ઘસો આમ કરવાથી બોટલની પીળાશ દૂર થાય છે.

બ્લીચ : પ્લાસ્ટિકની બોટલની પીળાશ દૂર કરવા માટે બ્લીચ કામ આવી શકે છે. તે માટે એક કપ પાણીમાં એક મોટી ચમચી બ્લીચ લો. હવે આ પેસ્ટથી પ્લાસ્ટિક બોટલ સાફ કરો આમ કરવાથી તેની પીળાશ દૂર થાય છે.

સફેદ વિનેગર : સફેદ વિનેગરના ઉપયોગથી પણ તમે પ્લાસ્ટિકના વાસણો પર લાગેલ પીળાશ દૂર કરી શકો છો. તે માટે એક ભાગ પાણીમાં એક ભાગ વ્હાઇટ વિનેગર મિક્સ કરીને આ મિશ્રણમાં પ્લાસ્ટિકનું વાસણ થોડા કલાકો માટે તેમાં મૂકી રાખો ત્યાર બાદ તેને સાફ કરી લો. વ્હાઇટ વિનેગરના ઉપયોગથી પ્લાસ્ટિકની પીળાશ દૂર થાય છે.

હાઈડ્રોજન પેરોક્સાઈડ : હાઈડ્રોજન પેરોક્સાઈડને ક્લીનિંગ એજન્ટ ગણવામાં આવે છે. એ જ કારણ છે કે, ઘરની સફાઈ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાસ્ટિકની બોટલને સાફ કરવા માટે પ્લાસ્ટિક બેગમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ લો. ત્યાર બાદ તેમાં પ્લાસ્ટિકની બોટલ રાખો અને તેને લગભગ 3 થી 4 કલાક માટે તડકામાં રાખો. હાઈડ્રોજન પેરોકસાઈડની મદદથી તમને જોશો કે બોટલ સાફ થઈ જાય છે અને તેની પીળાશ દૂર થઈ જાય છે.

મીઠું : મીઠાની મદદથી પણ તમે પ્લાસ્ટિક પર લાગેલ પીળાશથી છૂટકારો મેળવી શકો છો. બસ તે માટે પ્લાસ્ટિક પર મીઠું છાંટો અને ભીના કપડાથી પ્લાસ્ટિકને ઘસી લો. પ્લાસ્ટિકને ત્યાં સુધી રગડો જ્યાં સુધી પીળાશ દૂર ન થઈ જાય. તે સિવાય તમે ચાહો તો, ભીના કપડાં પર મીઠું લગાડીને પણ વાસણને સાફ કરી શકો છો. ત્યાર બાદ પ્લાસ્ટિકને સાફ પાણીથી ધોઈ લો.

હેન્ડ સેનિટાઇઝર : હેન્ડ સેનિટાઇઝરની મદદથી તમે માત્ર જીવાણુ જ નહીં, પરંતુ પ્લાસ્ટિકની બોટલમાં થઈ ગયેલ પીળાશ પણ દૂર કરી શકો છો. તે માટે બસ તમને એક વાસણની જરૂર પડશે. ત્યાર બાદ તે વાસણમાં હેન્ડ સેનિટાઇઝર લો અને પ્લાસ્ટિકની બોટલને તેમાં પલાળી લો. લગભગ એક કલાક પછી તેને સાબુથી સરખી રીતે સાફ કરી લો. તમે જોશો કે બોટલની પીળાશ દૂર થઈ ગયી હશે.

આમ, પ્લાસ્ટિકની બોટલની પીળાશ દૂર કરવા માટે તમે મોંઘા ક્લીનિંગ પ્રોડક્ટ વગર પણ તેને દૂર કરી શકો છો. એ પણ તમારા ઘરમાં જોવા મળતી આ વસ્તુઓથી. માટે આ વસ્તુઓની મદદથી પ્લાસ્ટિકની બોટલને નિયમિત સાફ કરતાં રહેવું, જેથી તેમાં પીળાશ ન જોવા મળે અને તેનાથી બોટલ વધારે ગંદી દેખાય નહીં. આમ કરવાથી બોટલની પીળાશ તો દૂર થાય જ છે પરંતુ સાથે સાથે તેનું ગંદૂ પાણી પીવાથી સ્વાસ્થ્યને થતી હાનિથી પણ બચી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment