દેશભરમાં આવતી કાલથી રોજિંદા જિંદગીમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓને લઈને નિયમોમાં બદલાવ આવી જશે. તેમાં અમુક એવા બદલાવ પણ હશે જેની સીધી અસર દેશના દરેક લોકોના ખિસ્સા પર થશે. એટલા માટે આજે અમે તમને તેની સાથે જોડાયેલી જાણકારીઓ વિશે જણાવશું. તેવામાં જો તેના પર ધ્યાન આપવામાં ન આવે તો નુકશાન પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે 1 નવેમ્બર એટલે કે રવિવારથી રસોઈ માટેના ગેસ સીલીન્ડરથી લઈને ટ્રેનોના ટાઈમટેબલ સુધી બધું જ બદલી જવાનું છે. તો ચાલો જાણીએ કે ક્યાં નિયમોમાં થશે બદલાવ.
LPG ડિલીવરીનો બદલી જશે નિયમ : 1 નવેમ્બરથી LPG સીલીન્ડરની ડિલીવરીનો નિયમ બદલી જશે. તેલ કંપનીઓ 1 નવેમ્બરથી ડિલીવરી ઓથેન્ટિકેશન કોડ(DAC) સિસ્ટમ લાગુ કરશે. એટલે કે ગેસની ડિલીવરી પહેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. જ્યારે સીલીન્ડર તમારા ઘરે આવે ત્યારે તમને આવેલ OTP ડિલીવરી બોય સાથે શેર કરવાનો રહેશે. જો OTP સિસ્ટમ સાથે મેચ થશે તો જ તમને સીલીન્ડરની ડિલીવરી મળશે.
ઇન્ડિયન ગેસે બદલ્યો બુકિંગ નંબર : જો આપ ઇન્ડિયન ગેસના ગ્રાહક છો તો આજથી જુના નંબર પર ગેસ બુકિંગ નહિ કરી શકો. ઇન્ડિયન ગેસે પોતાના LPG ગ્રાહકોને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ગેસ બુકિંગ કરાવવા માટે નવો નંબર મોકલ્યો છે. હવે ઇન્ડિયન ગેસના દેશભરના ગ્રાહકોને LPG સીલીન્ડર બુક કરાવવા માટે 7718955555 પર કોલ અથવા SMS મોકલવાનો હશે.બદલી જશે ગેસ સીલીન્ડરની કિંમતો : તમને જણાવી દઈએ કે, દેશની સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખના રોજ LPG સીલીન્ડરની કિંમતો નક્કી કરે છે. કિંમતોમાં નફો પણ થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે. તેવામાં 1 નવેમ્બરના સીલીન્ડરની કિંમતોમાં બદલાવ થઈ શકે છે. ઓક્ટોબરમાં ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સીલીન્ડરની કિંમતોમાં વધારો કર્યો હતો.
ટ્રેનોનું બદલશે ટાઈમ ટેબલ : ટ્રેનમાં સફર કરવા વાળા લોકો માટે આ ખબર જણાવી ખુબ જ જરૂરી છે. 1 નવેમ્બરથી ભારતીય રેલ્વે પુરા દેશની ટ્રેનોનું ટાઈમ ટેબલ બદલવા જઈ રહી છે. 1 નવેમ્બરથી ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ જારી થઈ જશે. આ કદમથી 13 હજાર યાત્રીઓ અને 7 હજાર માલભાડા ટ્રેનોને ટાઈમ બદલી જશે. દેશની 30 રાજધાની ટ્રેનોમાં ટાઈમ ટેબલમાં પણ 1 નવેમ્બરથી બદલાવ આવી જશે. 1 નવેમ્બરથી દરેક બુધવારને છોડીને ચંડીગઢથી નવી દિલ્લીની વચ્ચે તેજસ એક્સ્પ્રેસ ચાલશે.
SBI બચત ખાતા પર ઓછું વ્યાજ મળશે : 1 નવેમ્બરથી SBI ના અમુક નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યા છે. SBI ના બચત ખાતા પર ઓછું વ્યાજ મળશે. હવે 1 નંબરથી જે સેવિંગ બેંક એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધીની રાશિ જમા હશે તેના પર વ્યાજનો દર 0.25 % ઘટીને 3.25 % રહી જશે. જ્યારે જ્યારે 1 લાખ રૂપિયા કરતા વધુ જમા રકમ પર હવે રેપો રેટ અનુસાર વ્યાજ મળશે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google