20 થી 30 વર્ષની ઉંમરે કરવા લાગો આ કામ, જીવો ત્યાં સુધી નજીક પણ નહિ આવે કેન્સર જેવી જીવલેણ બીમારીઓ… ક્યારેય નહિ આવે મોંઘુ દવાખાનું…

આજના સમયમાં આપણે જોઈએ છીએ કે દરેક લોકો કોઈને કોઈ બીમારીની ઝપેટમાં આવી જાય છે. પણ ગંભીર માની એક બીમારી છે કેન્સરની. જેનો ઈલાજ શક્ય નથી. પણ જો તમે સમય રહેતા થોડી કાળજી રાખો તો કેન્સરને પોતાનાથી કોસો દુર રાખી શકો છો. આજે અમે તમને આ લેખમાં કેન્સરને દુર રાખવા માટેના કેટલાક ઉપાયો વિશે જણાવીશું. 

જ્યારે કેન્સરની વાત હોય ત્યારે, અમુક વસ્તુઓ એવી છે જેને આપણે આવા કેસમાં બદલી શકતા નથી, એટલે કે, અમુક જીન જે આપણને વારસામાં મળ્યા છે, પરંતુ બધા જ પ્રકારના કેન્સર રોગોમાંથી અડધાથી વધારે અટકાવી શકાય છે.તેનો મતલબ છે કે, આપણે જીવનના શરૂઆતના કાળમાં જે જીવનશૈલી પસંદ કરીએ છીએ, તે પછીથી આપણને કેન્સર રોગ થવાના જોખમ પર એક મોટી અસર ઊભી કરી શકે છે. અહીં જીવનશૈલીમાં અમુક મહત્વપૂર્ણ ફેરફારની વાત કરવામાં આવી છે, જેને તમે કેન્સરના જોખમને મટાડવા માટે અજમાવી શકો છો. 

1) ધૂમ્રપાન ન કરવું:- ધૂમ્રપાન દર વર્ષે માત્ર ફેફસાના કેન્સરનું જ પ્રમુખ કારણ નથી પરંતુ તે મોં અને ગળા સહિત 14 અન્ય પ્રકારના કેન્સરથી પણ જોડાયેલ છે. શોધ પરથી જાણવા મળે છે કે, નિયમિત રૂપથી ધૂમ્રપાન કરનારા 10 માંથી નવ લોકો 25 વર્ષની ઉંમર પહેલા જ ધૂમ્રપાન કરવાનું શરૂ કરી દેતા હોય છે. જો તમે ઘણા પ્રકારના કેન્સરના જોખમને ઓછું કરવા માંગતા હોય તો, ધૂમ્રપાન ન કરવું અને જો કરતાં હોય તો છોડી દેવું.જેમકે વેપિંગ નિશ્ચિત રૂપથી ધૂમ્રપાન કરતાં ઓછું હાનિકારક છે, માટે તેના દીર્ઘકાલીન પ્રભાવોનું હજુ સુધી અધ્યયન કરવામાં આવ્યું નથી. તેના કારણે, ‘કેન્સર રિસર્ચ યુકે’ ની અનુશંકા છે કે તમારે ધૂમ્રપાન છોડવા માટે માત્ર ઈ-સિગારેટનો ઉપયોગ કરવો જોઈએ. કેન્સરના જોખમ પર ભાંગ/ગાંજો પીવાની અસર વિશે પણ સરખી રીતે ખબર નથી, જોકે ભાંગ/ગાંજાના ઉપયોગ અને વૃષણ કેન્સરના વધતાં જોખમ વચ્ચે એક નાની કડીના અમુક પ્રમાણ છે. જ્યાં સુધી વધારે શોધ ન થઈ જાય, ત્યાં સુધી આ બંનેથી બચવું સૌથી સારું થઈ શકે છે. 

2) સુરક્ષિત સેક્સ કરવું:- એચપીવી (હ્યુમન પેપીલોમાવાઇરસ)- જેનાથી જનનાંગમાં ગાંઠ/મસ્સા બને છે, દુનિયામાં સૌથી સામાન્ય યૌન સંચારિત સંક્રમણ છે. તે ઘણા પ્રકારના કેન્સરનું કારણ પણ બની શકે છે, જેમાં ગર્ભાશય ગ્રીવા, લિંગ, મોં અને ગળાનું કેન્સર પણ સમાવિષ્ટ છે. 

એચપીવીથી જોડાયેલ કેન્સર વિશેષ રૂપથી યુવા લોકોમાં સામાન્ય છે. માત્ર બ્રીટનમા સર્વિકલ કેન્સરની ઓળખ સૌથી વધુ 30-34ની ઉંમરના વર્ગની મહિલાઓમાં કરવામાં આવે છે. તે પણ માનવામાં આવે છે કે, એચપીવીનો વધતો દર યુવા પુરુષોમાં મોંના કેન્સરમાં હાલમાં વૃદ્ધિની વ્યાખ્યા કરી શકે છે.3) સ્વસ્થ વજન જાળવી રાખવું:- વધારે વજન કે સ્થૂળતાને આંતરિક, સ્તન, ગર્ભાશય અને અગ્ન્યાશય સહિત 13 વિભિન્ન કેન્સરના વધતાં જોખમથી જોડવામાં આવે છે. વધારે વસા શરીરમાં સોજો ઉત્પન્ન કરી શકે છે, જે ટયૂમરના વિકાસને વધારો આપી શકે છે તથા કેન્સર કોશિકાઓને વિભાજિત કરવામાં મદદ કરે છે. વસા કોશિકાઓ હાર્મોન એસ્ટ્રોજનનું પણ ઉત્પાદન કરે છે, જે સ્તન અને ગર્ભમાં ટયૂમરને વધારી શકે છે. તે જ કારણે મહિલાઓમાં કેન્સરનું જોખમ વધારે હોય છે.

વધારે વજન અથવા સ્થૂળતાથી જોડાયેલ કેન્સર સામાન્ય થતું જઇ રહ્યું છે, ખાસ કરીને યુવા વયસ્કોમાં. એટલું જ નહીં, માત્ર ખરાબ આહાર પણ કેન્સરના જોખમને વધારી શકે છે. ઉદાહરણ માટે, ખૂબ વધારે લાલ અને પ્રસંસ્કૃત માસ ખાવાથી આંતરડાનું કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે.

બીજી બાજુ, સાક્ષ્યો પરથી ખબર પડે છે ફાઈબર અને વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજીથી યુક્ત સ્વસ્થ, સંતુલિત આહાર ખાવાથી વાસ્તવમાં અલગ-અલગ પ્રકારના કેન્સરનું જોખમ ઓછું થઈ જાય છે. સરખો આહાર લેવો અને સ્વસ્થ વજન જાળવી રાખવાનો પ્રયત્ન કરવો, બંને પછીથી, ઘણા અલગ અલગ પ્રકારના કેન્સરના જોખમને ઓછું કરવાના સારા ઉપાયો થઈ શકે છે.4) દારૂ ઓછો પીવો:- દારૂ જિગર, સ્તન અને ગ્રાસનળી સહિત ઘણા પ્રકારના કેન્સરના વિકાસના જોખમને વધારવા માટે ઓળખવામાં આવે છે. જોકે, સ્થિતિ એવી છે કે, તમે જેટલું વધારે પીવો છો, એટલું જ વધારે જોખમ થાય છે, પરંતુ એ પણ કહેવામા આવે છે કે, નિયંત્રિત દારૂ પીવાથી પણ દુનિયા આખીમાં કેન્સરના વાર્ષિક બોજમાં એક લાખ કેસનો વધારો થાય છે. તમારૂ પીવાની માત્રાને ઘટાડવી- અથવા તો તેને સાવ બંધ કરવું- તમારા કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. 

5) સનસ્ક્રીન લગાડવું:- ત્વચા કેન્સર 40ની ઉંમરથી ઓછી ઉંમરના લોકોમાં જોવા મળતું સૌથી સામાન્ય કેન્સર છે. તે પણ પાછલા અમુક દાયકાઓમાં સામાન્ય થઈ ગયું છે. ત્વચા કેન્સરનું પ્રાથમિક કારણ પારજાંબલી કિરણો છે- અથવા તો તે સૂર્યમાંથી નીકળે છે અથવા ટેનિંગ બેડથી. સૂર્યના સંપર્કમાં આવનાર ત્વચાના ક્ષેત્રમાં કેન્સર વિકસિત થવાની સૌથી વધારે આશંકા હોય છે.જ્યારે પણ તમે તડકામાં બહાર જાઓ છો તો, તડકાથી સુરક્ષાનો ઉપાય કરીને તમે ત્વચાના કેન્સરથી તમારી રક્ષા કરી શકો છો. તેમાં ટોપી પહેરવી, કપડાથી ઢંકાવું વગેરે સમાવિષ્ટ છે. અન્ય રીત જેનાથી તમે કેન્સરથી બચાવ કરીને પોતાના સંપૂર્ણ સ્વાસ્થ્ય અને ફિટનેસમાં સુધારો કરી શકો છો, તેમાં શારીરિક રૂપથી સક્રિય રહેવું અને વાયુ પ્રદૂષણથી બચવું સમાવિષ્ટ છે. આમ તમે આ ઉપાયો અજમાવીને કેન્સર ના જોખમને અટકાવી શકો છો. જેનાથી તમે 20 કે 30 વર્ષની ઉંમરમાં થતાં જોખમને ઓછું કરી શકો છો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment