આ લીલી ઔષધીમાં છુપાયેલો છે વાળની તમામ સમસ્યાનો ઉપાય, ખાલી જાણી લો ઉપયોગ કરવાની રીત… વાળ થઇ જશે એકદમ સ્મૂથ, શાયની, ઘાટા અને મજબુત..

આજના સમયમાં ખાનપાન અને જીવનશૈલીને જોતા તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડતી જોવા મળે છે. ખાસ કરીને આપણી સ્કીન અને વાળ પર તેની અસર વધુ જોવા મળે છે. પણ તમે કેટલાક કુદરતી ઉપાય કરીને વાળની કોઈપણ સમસ્યા જેવી કે ખોડો, ખરતા વાળ, પાતળા વાળ વગેરે સમસ્યાઓને દુર કરી શકો છો. આ દેશી ઉપાયોમાં તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. વાળ માટે એલોવેરા કોઈ વરદાનથી ઓછુ નથી. તેમાં રહેલા કુદરતી જેલને કારણે તમારા વાળની ચમક વધે છે. વાળ મુલાયમ, રેશમી અને મજબુત બને છે. 

તમને પણ જો સુંદર અને રેશ્મિ વાળ પસંદ હોય, તો એલોવેરાનો ઉપયોગ કરો. એલોવેરા જેલમાં વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન એ જોવા મળે છે. આ વિટામીન્સ વાળ માટે ફાયદાકારક ગણવામાં આવે છે. તે સિવાય એલોવેરા જેલમાં વિટામિન બી1, બી2, બી3, બી6, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, પોટેશિયમ અને કોપર વગેરે પોષકતત્વો પણ જોવા મળે છે. પોષકતત્વોની મદદથી વાળને લાંબા કરવામાં મદદ મળે છે. સાથે જ એલોવેરા જેલની મદદથી વાળની શુષ્કતા પણ દૂર કરી શકાય છે. આ લેખમાં આપણે વાળને સિલ્કી બનાવવા માટે એલોવેરાનો ઉપયોગ કરવાની રીત જાણીશું.એલોવેરાનું કંડિશનર લગાડવું:- એલોવેરાનો ઉપયોગ તમે કંડીશનર દ્વારા પણ કરી શકો છો. તેનાથી બરછટ વાળ રેશમી બને છે. વાળની ચમક વધે છે. વાળને પુરતું પોષણ મળે છે. એલોવેરાની મદદથી વાળને રેશ્મિ બનાવી શકાય છે. તે માટે એલોવેરા જેલને કંડિશનરના રૂપમાં ઉપયોગમાં લઈ શકાય છે. કંડિશનર તમારા વાળને મુલાયમ બનાવવાનું કામ કરે છે. પરંતુ બજારમાં મળતા કંડિશનરમાં ઘણા બધા કેમિકલ્સ રહેલા હોય છે. પરંતુ એલોવેરા જેલ વાળ માટે પ્રકૃતિક કંડિશનરની જેમ કાર્ય કરે છે. વાળને શેમ્પૂ કર્યા બાદ, તાજું એલોવેરા જેલ વાળમાં લગાડીને 15 મિનિટ માટે છોડી દેવું. પછી વાળને સાફ પાણીથી ધોઈ લો. તમારા વાળ પહેલાથી વધારે મુલાયમ જોવા મળે છે. 

એલોવેરાનો હેર સ્પ્રે:- હેર સ્પ્રે દ્વારા પણ તમારા વાળ મજબુત બની શકે છે. જો તમારા વાળની પકડ મજબુત હશે તો વાળ ઓછા ખરે છે. વાળને સિલ્કી બનાવવા માટે એલોવેરાથી બનતા હેર સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરા જેલને તાજુ, છોડમાંથી કાઢી લો. તેને એક સ્પ્રે બોટલમાં નાખીને સરખી રીતે હલાવી લો. તેનાથી એલોવેરાનું તાજું જેલ લિક્વિડ ફોર્મમાં દેખાવા લાગશે. આ મિશ્રણને વાળમાં સરખી રીતે લગાડવું. તેને વાળમાં લગાડીને માલિશ કરવી. આખી રાત તેને લગાવીને છોડી દો. બીજા દિવસે વાળને સરખી રીતે ધોઈ લો. તમારા વાળ પહેલાથી વધારે મુલાયમ અને ચમકદાર દેખાય છે.એલોવેરાનું હેર પેક લગાડવું:- એલોવેરાનું હેર પેક તમારા વાળને મજબુત કરવામાં ખુબ જ મદદ કરે છે. તેનાથી વાળને પુરતું પોષણ મળે છે. અને વાળ અંદરથી મજબુત બને છે. વાળને સિલ્કી બનાવવા માટે એલોવેરાનું હેર પેક બનાવવું. એલોવેરાનું હેર પેક બનાવવા માટે એલોવેરાનું તાજું જેલ બાઉલમાં કાઢો. તેમાં 1 ચમચી મધ અને 2 થી 3 ટીપાં ટી ટ્રી ઓઇલ મિક્સ કરો. સરખી રીતે મિક્સ કર્યા બાદ, મિશ્રણને વાળમાં લગાડી લો. આ હેર માસ્કને વાળમાં લગાડીને છોડી દો. 15 મિનિટ પછી વાળને શેમ્પૂથી ધોઈ લો. 

આમતો, એલોવેરા ના ઉપયોગથી કોઈ મોટી સાઈડ ઇફેક્ટ જોવા મળતા નથી. પરંતુ જો તમને એલોવેરાથી એલર્જી હોય તો, તેના ઉપયોગથી બચવું જોઈએ. આમ તમે કુદરતી જેલ એવા એલોવેરાનો ઉપયોગ કરીને વાળની સુંદરતા વધારી શકો છો. વાળનું મજબુત હોવા જરૂરી છે. તેનાથી વાળ જાડા અને ઘટ્ટ બને છે. આમ એલોવેરા એ કુદરતનું એક અનોખું જેલ છે. તેનાથી અન્ય સકીના રોગો પણ દુર કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment