રીસર્ચમાં થયો મોટો ખુલાસો : બ્લેક ફંગસનું કારણ ધૂળ અને સસ્તા સેનેટાઈઝર સ્પ્રે, આંખોની કોશિકાઓને મૃત કરી આવી રીતે વધે છે બ્લેક ફંગસ.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે કોરોના હજુ યથાવત છે ત્યાં બ્લેક ફંગસ નામની બીજી મહામારીએ જન્મ લઈ લીધો. મોટાભાગના લોકોનું એવું માનવું છે કે, આપણે કોરોનાથી બચવા માટે અતિશય પ્રમાણમાં એસ્ટેરાયડ લીધું અને આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ અને તેના કારણે બ્લેક ફંગસનો રોગ થયો. પરંતુ તમને જાણવી દઈએ કે આ એક માત્ર કારણ બ્લેક ફંગસના સંક્રમણ માટે જવાબદાર નથી.

બ્લેક ફંગસ માટે સ્પ્રે વાળા લોકલ સેનેટાઇઝર અને ધૂળ તેમજ પ્રદૂષણ ભર્યું વાતાવરણ પણ તેનું કારણ હોય શકે છે. માર્કેટમાં મળતા સસ્તા સેનેટાઇઝરમાં મિથેનોલનું પ્રમાણ જરૂર કરતા વધુ હોય છે, જે આપણી આંખ અને નાકની કોશિકાઓને મૃત કરીને ફંગસને ઉગવા માટે વાતાવરણ તૈયાર કરે છે.આપણે જાણીએ છીએ કે, મશરૂમ હોય કે આપણા શરીરમાં થતા ડાઘ, ખંજવાળ, ખરાબ નખ અને કાનમાં ખંજવાળ વગેરે ફંગસના કારણે થાય છે. જે મૃત કોશિકાઓ અને ઉતકો પર ઉગે છે.

એક વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર જ્યારે આપણે આ સ્પ્રે સેનેટાઇઝરને પોતાના ચહેરાની આસપાસ લઈ જઈએ છાંટીએ છીએ તો તેમાંથી તેના છાંટા આપણી આંખ અને નાકમાં પણ જાય છે જેના કારણે ત્યાંના રેટીના સહિત આંખ અને નાકની કોશિકાઓ મૃત થઈ જાય છે. આ જ ફંગસ ઉગવા માટે વાતાવરણ તૈયાર કરે છે.વાસ્તવમાં ત્યાં પ્રોટીલીસીસ પ્રક્રિયા થાય છે એટલે કે પ્રોટીનનું લિક્વિડ નીકળવા લાગે છે અને સૂકાયેલ તેમજ મૃત પ્રોટીન એકબીજા સાથે જોડાવા લાગે છે. ત્યાર પછી ફંગસ બનવાની પ્રક્રિયા પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી ગઈ હોય તો બ્લેક ફંગસ પોતાનો પ્રભાવ દેખાડવા લાગે છે. આમ માર્કેટમાં વેંચાતું નકલી સેનેટાઇઝરમાં 5% ની આસપાસ મેથેનોલ હોય છે, જે આપણી ત્વચા અને ઉત્તકોને નુકશાન પહોંચાડવા માટે કાફી છે.

આજે સેનેટાઇઝર ગમે ત્યાં કોઈ પણ ગેરેંટી વગર તેમજ રેગ્યુલેશન વગર વેંચાય છે. જે એટલા ઘાતક હોય છે કે આપણા શરીરને કંઈ પણ થઈ શકે છે. ડોક્ટરના કહ્યા અનુસાર જો સેનેટાઇઝરનો ઉપયોગ કરવો જ છે તો લિક્વિડ સેનેટાઇઝરનો જ ઉપયોગ કરો, જે ડ્રોપલેટની જેમ નીકળે, સ્પ્રેની જેમ નહિ. આ સિવાય જો સારી બ્રાંડ વાળા સેનેટાઇઝરનો ઉપયોગ કરો તો બ્લેક ફંગસથી બચી શકાય છે.કન્સ્ટ્રકશન વાળી જગ્યાએ જવાનું ટાળો : વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર સ્પ્રે સેનેટાઇઝરથી ફંગસ ઇન્ફેકશનનો ખતરો નથી, પણ કન્સ્ટ્રકશન સાઈટ વાળા ક્ષેત્રમાં પણ ફંગસ ઝડપથી ઉગે છે, આથી કોરોનાના દર્દીએ ત્યાં જવાનું ટાળવું જોઈએ. ડોક્ટર કહે છે કે, આપણા લોકોમાંથી ઘણા લોકો ફંગલ ઇન્ફેકશનથી દુર નથી, પણ એક રોગપ્રતિકારક શક્તિ જ છે જે આપણને તેના વિશે જાણ થવા નથી દેતી.

જો નાક દ્વારા કાળા અથવા ખૂની લાલ રંગનો સ્ત્રાવ થાય છે, ગાલ અથવા ચહેરાની એક બાજુ દુઃખાવો હોય, દાંત નબળા થવા, લોહીની ઉલટી થાય તો સચેત થઈ જાવ, આ બધા લક્ષણ બ્લેક ફંગસના છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, વિશેષ માહિતી માટે કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment