RBI એ આપી ચેતવણી ! જો નહિ માનો તો તમારું બેંક એકાઉન્ટ થઈ જશે સાફ.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લોકોને ફ્રોડથી બચાવવા માટે ઘણા કેમ્પેઈન ચાલવી રહી છે. આમ તો RBI ઓનલાઈન બેન્કિંગને લઈને ઘણી વાર ચેતવણી જારી કરી ચુકી છે. પરંતુ જે રીતે ઝડપથી ઈન્ટરનેટ બેન્કિંગ તરફ લોકો વળી રહ્યા છે, એ જ ગતિથી બેંક ફ્રોડ પણ લગાતાર વધી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેંક પોતાના આ અભિયાનમાં સામાન્ય લોકોને ઓનલાઈન ફ્રોડ અને બેન્કિંગનો સાથે જોડાયેલી બધી લેણદેણને લઈને જાગૃત કરી રહી છે. જો તમે પણ ફ્રોડથી બચવા અને તમારા પૈસા બચાવવા માંગતા હો તો આજે અમે લેખમાં જણાવશું એ વાતોનું ધ્યાન ખાસ રાખો.

કેન્દ્રીય બેંકે જણાવ્યું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી આવતા અમુક ઈમેલથી બચવાની સલાહ આપી છે. RBI ના નામથી આવતા ઈમેલ તમારા બેંક એકાઉન્ટમાં જમા તમારી કામણીને સાફ કરી શકે છે. માટે જો કોઈ ઈમેલ RBI ના નામે આવે તો ચેતી જવું જોઈએ. તો ચાલો જાણીએ કે કેવા ઈમેલ આવે છે.

આવે છે આવા ઈમેલ : ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે, તેના નામ પર લોકોને અમુક ફર્જી ઈમેલ મોકલવામાં આવે છે. તે ઈમેલમાં કહેવામાં આવે છે કે, તમે ઇનામ જીતી ચુક્યા છો. પછી લાખો રૂપિયાનું ઇનામ હાંસિલ કરાવવા માટે પ્રોસેસિંગ ફિસ અને અન્ય ચાર્જના નામેં પૈસા માંગવામાં આવે છે. જે લોકો ન જાણતા હોય તે ભોળવાય જતા હોય છે અને લાલચમાં આવીને ભૂલ કરી નાખતા હોય છે.ભારતીય રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે, તેના તરફથી આવા ઈમેલ અને મેસેજ ક્યારેય પણ કોઈને મોકલવામાં નથી આવતા. RBI એ કહ્યું છે કે, તેની તરફથી લોટરી જીતવા અથવા વિદેશોથી પૈસા આવવા જેવી કોઈ જાણકારી ઈમેલ અને SMS દ્વારા મોકલવામાં નથી આવતી.

સેન્ટ્રલ બેંકે કહ્યું કે, રિઝર્વ બેંકના નામ પર ફર્જી ઈમેલ મોકલવા વાળા ‘RBI’ અને ‘રિઝર્વ બેંક’ જેવા નામોનો ઉપયોગ કરે છે. તેનાથી લોકો તેના પર વધુ ધ્યાન નથી આપતા. પરંતુ જો તમારે આવા ફ્રોડ જેવા કેસોથી બચવું હોય તો એ તપાસ જરૂર કરો કે ઈમેલ ક્યાં એડ્રેસ પરથી આવ્યું છે. કંઈ પણ શંકાસ્પદ લાગે તો તમારા તરફથી કોઈ પણ જાણકારી એ ઈમેલ પર ન આપવી. RBI એ કહ્યું છે કે, આ પ્રકારના ઈમેલ અથવા મેસેજના કોઈ પણ જવાબ ન આપો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.                                                      ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment