વધુ આવતા વીજળીના બિલથી છુટકારો મેળવવા અપનાવો આ ચાર ટીપ્સ, બીલમાં મળશે રાહત..!

આજના સમયમાં વીજળીનું બીલ એક મોટી સમસ્યા બની ગઈ છે. કારણ કે, આજના સમયમાં તમામ ઉપકરણોનો ઉપયોગ થાય છે તેમાંથી મોટા ભગાના ફક્ત વીજળી પર જ ચાલે છે. તો વીજળીનું બીલ વધારે આવવું એ બધા માટે એક મોટી સમસ્યા છે. કેમ કે આજે લોકોને સુવિધાઓ પણ એટલી જોઈએ છે અને ખર્ચ પણ ઓછો કરવો છે. પરંતુ આ બંને એક સાથે પોસિબલ ન બની શકે. પરંતુ આજે અમે તમને એવા ખાસ ઉપાય જણાવશું, જે તમારા લાઈટ બીલને એકદમ ઓછું કરી નાખશે, માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

પહેલો ઉપાય છે કે, જ્યારે તમે તમારું ઘર બનાવી રહ્યા હો, તે સમયે ઘરોમાં રોશની માટે કુદરતી રોશની માટે રોશનદાની અને મોટી બારીઓની એવી રીતે વ્યવસ્થા કરો કે, બધી તરફથી કુદરતી હવા અને રોશની આવે. તેનાથી ઘરમાં વધુમાં વધુ પ્રકાશ આવશે અને જો વીજળી ન હોય તો ગરમીનો સામનો પણ ન કરવો પડે.

તેમજ જો તમારું ઘર પહેલેથી બનેલું હોય તો તેમાં અંજવાળા માટે હંમેશા LED બલ્બનો ઉપયોગ કરો. LED બલ્બથી વીજળીનો વપરાશ ખુબ જ ઓછો થાય છે. તેમજ ઘરમાં CFL અથવા અન્ય સામાન્ય એવા બલ્બ ન લગાવવા જોઈએ. સામાન્ય બલ્બને વીજળી વધુ પ્રમાણમાં જોઈએ છે. માટે ઘરમાં LED બલ્બ જ લગાવો.તેમજ તમારે ઘરમાં જો વેન્ટિલેશન સારું રાખવું હોય તો ઘરના મુખ્ય દરવાજા જાળી અને બારીઓ જાળી વાળા હોવા જોઈએ. આ પ્રકારના દરવાજા કે બારીઓ બનાવેલી હોય તો ઘરમાં હવાનું આવનજાવન વધુ રહે છે અને તેના કારણે AC કે કુલરની જરૂર ઓછી પડે છે. તેમજ ઘરના બધા સદસ્યોએ અલગ અલગ રૂમમાં ન બેસવું જોઈએ. પરંતુ બધા જ સભ્યોએ એક જ જગ્યા પર બેસીને કાર્ય કરવું જોઈએ. તેનાથી વીજળીની વપરાશ ઓછી થાય છે અને એકંદરે બીલ ઓછું આવે છે.

ફ્રિઝમાં બરફ જામે એટલે તરત ફ્રિઝને ડીફ્રોસ્ટ કરવું જોઈએ. જો તેને સમય-સમય પર ડીફ્રોસ્ટ કરવામાં ન આવે તો ફ્રિઝ દ્વારા વીજળીનો ઉપયોગ વધી જાય છે અને ફ્રિઝને ભરેલું રાખો તેમાં ઓછા કૂલિંગની જરૂર હોય છે. તેથી કન્પ્રેસરને વારંવાર સ્ટાર્ટ થવું ન પડે તેનાથી પણ વીજળીનો બચાવ થઈ શકે છે.

બધાના ઘરોને જોતા આ ઉપાયો બતાવવામાં આવ્યા છે. જેનો ઉપયોગ કરવાથી આપણે આપણા જ ઘરની વીજળીના બીલમાં ઘટાડો લાવી શકીએ છીએ અને ઉપર દેર્શાવેલા  ઉપાયો પ્રમાણે દરેકના ઘરમાં લાગુ પડી શકે. તે સાથે જ વીજળીના બચત માટે મીટરમાં ઘટાડો લાવવા માટે આપણે સોલાર પેનલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તેથી તેમાં ઘણું ડિસ્કાઉન્ટ મળી રહે છે તેના માટે સરકારે પણ મંજુરી આપી છે અને તેના કારણે વીજળીના બીલમાં પણ ઘટાડો લાવી શકાય છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment