પ્રોટીન પાવડરમાં મળ્યા 130 ઝેરીલા કેમિકલ, શરીરને ફિટ કરવાના બદલે કરી દેશે ખોખલું… જાણીને નહિ આવે વિશ્વાસ…

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ આપણા શરીરમાં બોડી બનાવવા માટે તેમજ હાડકાઓની મજબૂતી માટે પ્રોટીનની જરૂર હોય છે. જયારે આપણા શરીરમાં પ્રોટીન પુરતા પ્રમાણમાં હશે તો તમારું શરીર ફીટ રહી શકે છે. પણ જયારે તમે શરીરમાં પ્રોટીનની કમી પૂરી કરવા માટે કોઈ પ્રોટીન પાવડરનો ઉપયોગ કરો છો ત્યારે અમુક પ્રોટીન પાવડરમાં કેટલાક ઝેરીલા કેમીકલ જોવા મળ્યા છે. ચાલો તો આ વિશે વધુ વિગત જાણી લઈએ. 

ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ જે તત્વની જરૂર પડે છે તે પ્રોટીન સપ્લીમેન્ટ છે. તેને સામાન્ય ભાષામાં પ્રોટીન પાવડર પણ કહેવામાં આવે છે. પ્રોફેશનલ બોડીબિલ્ડર હોય કે બીગીનર દરેક કસરત પછી પ્રોટીન પાવડર પીવે છે. જો કે ઘણી રીસર્ચ જણાવે છે કે પ્રોટીન પાવડર લેવાથી ફાયદા તો થાય છે. પણ ઘણી સાઈડ ઈફેક્ટ પણ થાય છે. એક રીપોર્ટ અનુસાર એક અભ્યાસમાં 134 પ્રોટીન પાવડર માં 130 પ્રકારના ખતરનાક કેમિકલ મળ્યા છે.

આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક ખાસ કારણોને લીધે પ્રોટીન પાવડર નો ઉપયોગ કરવાની સલાહ નથી આપવામાં આવતી. પ્રોટીન પાવડર કોઈ એક્સપર્ટ ની સલાહ અનુસાર જ લેવો જોઈએ. જો તમે પણ પ્રોટીન પાવડરનો ઉપયોગ કરો છો તો એક વખત આ લેખ જરૂરથી વાચી જુઓ. 

પ્રોટીન પાવડર શું છે?:- પ્રોટીન પાવડર સપ્લીમેન્ટ પાવડરના રૂપમાં હોય છે. પ્રોટીન પાવડર ઘણા રૂપમાં આવે છે. જેમ કે કેસીન, વ્હે પ્રોટીન વગેરે. પ્રોટીન પાવડરમાં ખાંડ, આર્ટીફીશીઅલ સ્વીટનર, વિટામીન, મિનરલ મિક્સ કરવામાં આવે છે. માર્કેટમાં મળતા પ્રોટીન પાવડરની એક સ્કુપમાં 10 થી 30 ગ્રામ સુધીનું પ્રોટીન હોય  છે. 

પ્રોટીન પાવડર લેવાનું રિસ્ક:- ન્યુટ્રીશન અનુસાર જો કોઈ પ્રોટીન પાવડર નો ઉપયોગ કરે છે.  તો તેને સાઈડ ઈફેક્ટ થઇ શકે છે. જો કે સપ્લીમેન્ટથી થતા સાઈડ ઈફેક્ટનો ડેટા ખુબ સીમિત છે. છતાં પણ એ વાતને નકારી ન શકાય કે પ્રોટીન પાવડરના પણ સાઈડ ઈફેક્ટ હોઈ શકે છે.

રીપોર્ટ જણાવે છે કે પ્રોટીન પાવડર સપ્લીમેન્ટ ના સમય અનુસાર સાઈડ ઈફેક્ટ સામે આવે છે. તેને લેવાથી ડાઈજેશન સંબંધિત પરેશાની થઇ શકે છે. મોટાભાગના પ્રોટીન પાવડર ને દુધમાં બનાવવામાં આવે છે. જે લોકોને ડેરી પ્રોડક્ટ થી એલર્જી છે અથવા તો જે લોકો લેક્ટોજ ને ડાઈ જેસ્ટ નથી કરી શકતા તેને પેટ સંબંધિત પરેશાની થઇ શકે છે. એક્સપર્ટ જણાવે છે કે ઘણા પ્રોટીન પાવડરમાં બહુ ઓછી ખાંડ હોય છે. અને અન્યમાં ઓછી હોય છે. આ વધારાની ખાંડ શરીરને ઘણી રીતે નુકશાન કરી શકે છે. આ પ્રોટીન પાવડરમાં વધુ કેલરી હોવાથી વજન વધવા લાગે છે. અને બ્લડ શુગર લેવલ પણ વધવા લાગે છે. રીપોર્ટ અનુસાર મહિલાઓ માટે દરરોજ 24 ગ્રામ ખાંડ અને પુરુષો માટે 36 ગ્રામ ખાંડ ખાવાની જરૂર હોય છે. 

પ્રોટીન પાવડરનું નવું જોખમ સામે હતું:- રીપોર્ટ અનુસાર 2020 માં ક્લીન લેબલ પ્રોજેક્ટ નામની એક નોન-પ્રોફિટ ગ્રુપે પ્રોટીન પાવડર ઝેરીલા પદાર્થ વિષયમાં રીપોર્ટ જાહેર કરી છે. રીસર્ચ જાણવા મળ્યું કે 134 પ્રોટીન પાવડર પ્રોડક્ટ ની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું કે તે પ્રોડક્ટ્સ માં 130 પ્રકારના ઝેરીલા પદાર્થ હતા. આ રીપોર્ટ અનુસાર ઘણા પ્રોટીન પાવડરમાં ભારે પ્રમાણમાં ધાતુ સીસા, આર્સેનિક, કેડમિયમ અને પારા, બીસ્ફેનોલ એ, બીપીએ, પ્લાસ્ટિક બનાવવામાં કરવામાં આવે છે. કીટનાશક અનેઅન્ય ખતરનાક કેમિકલ હોય છે, આ કેમિકલ્સ થી કેન્સર અને અન્ય બીમારીઓ નું જોખમ વધી શકે છે. પ્રોટીન પાવડરમાં ઘણા ઝેરીલા પદાર્થનું પ્રમાણ વધુ મળે છે. ઉદાહરણ રૂપે એક પ્રોટીન પાવડરમાં બીપીએ ની સીમા જણાવવામાં આવેલ સીમા કરતા 25 ગણી વધુ હતી. જો કે બધા પ્રોટીન પાવડરમાં આ ઝેરીલા પદાર્થનું પ્રમાણ ન હતું. 

પ્રોટીન પાવડર લેવો કે નહિ:- ન્યુટ્રીશિયન જણાવે છે કે હંમેશા કેમિકલ ફ્રી પ્રોટીન પાવડર લેવો જોઈએ. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે ડોક્ટર અથવા એક્સપર્ટ ની સલાહ વગર કોઈપણ સપ્લીમેન્ટ નો ઉપયોગ ન કરવો. પણ પ્રોટીન સપ્લીમેન્ટ ની અપેક્ષા પ્રોટીન વાળા ફૂડ ઈંડા, નટ્સ, મીટ, દહીં, દાળ, બીન્સ, માછલી, પનીર વગેરે નું સેવન કરો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment