સરકારી તેલ કંપનીઓ તરફથી લગાતાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. અટકી અટકીને લગાતાર વધી રહેલા ભાવના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. રાજસ્થાનના ગંગા નગર શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત બુધવારના રોજ ભારતમાં સૌથી વધારે 98.10 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા હતા. તેમજ ડીઝલની કિંમત 89.73 રૂપિયા પ્રતિ લીટર છે. જે આખા દેશમાં સૌથી વધુ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં પેટ્રોલની કિંમતમાં 30 પૈસા સુધીનો વધારો થયો છે. તેમજ ડીઝલની કિંમતમાં 25 પૈસા સુધીનો વધારો છે. દિલ્લી અને મુંબઈમાં પેટ્રોલની કિંમત અત્યારે ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે.
આ કારણે વધી રહ્યા છે ભાવ : આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલ(Crude Oil) ના ભાવમાં લગાતાર તેજી જોવા મળી રહી છે. જેની સીધી અસર ખુદરા ઇંધણના વેંચાણ પર પણ પડી રહી છે. સોમવારના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ક્રુડ ઓઈલનો ભાવ 60 ડોલર પ્રતિ બેરલની પાર પહોંચ્યો હતો. આ જ કારણ છે કે છેલ્લા ત્રણ દિવસ બાદ ઘરેલું બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળે છે.
દરરોજ 6 વાગ્યે બદલે છે કિંમત : પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રોજ સવારે 6 વાગ્યે બદલાવ આવે છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમીશન અને અન્ય વસ્તુઓને જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બેગણો થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતો શું છે, તેના આધાર પર રોજ પેટ્રોલ ડીઝલની કિંમતોકિંમતોમાં બદલાવ આવે છે.
જાણો ક્યાં શહેરમાં કેટલો છે ભાવ :
> દિલ્લીમાં પેટ્રોલ 87.60 રૂપિયા અને ડીઝલ 77.73 રૂપિયા પ્રતિ લીટર છે.
> મુંબઈમાં પેટ્રોલ 94.12 રૂપિયા અને ડીઝલ 84.63 રૂપિયા પ્રતિ લીટર છે.
> કોલકત્તામાં પેટ્રોલ 88.92 રૂપિયા અને ડીઝલ 81.31 રૂપિયા પ્રતિ લીટર છે.
> ચેન્નઈમાં પેટ્રોલ 89.96 રૂપિયા અને ડીઝલ 82.90 રૂપિયા પ્રતિ લીટર છે.
> બેંગલોરમાં પેટ્રોલ 90.53 રૂપિયા અને ડીઝલ 82.40 રૂપિયા પ્રતિ લીટર છે.
> નોઇડામાં પેટ્રોલ 86.64 રૂપિયા અને ડીઝલ 78.15 રૂપિયા પ્રતિ લીટર છે.
> ચંડીગઢમાં પેટ્રોલ 84.31 રૂપિયા અને ડીઝલ 77.44 રૂપિયા પ્રતિ લીટર છે.
> પટનામાં પેટ્રોલ 90.03 રૂપિયા અને ડીઝલ 82.92 રૂપિયા પ્રતિ લીટર છે.
> લખનૌમાં પેટ્રોલ 86.57 રૂપિયા અને ડીઝલ 78.09 રૂપિયા પ્રતિ લીટર છે.
આવી રીતે ચેક કરો પેટ્રોલ ડીઝલના ભાવ : તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોની જાણકારી મળેવી શકો છો. પેટ્રોલ ડીઝલની કિંમતો રોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર તમને RSP ની સાથે પોતાના શહેરનો કોડ ટાઈપ કરો અને 9224992249 નંબર પર SMS મોકલવાનો છે. દરેક શહેરનો કોડ અલગ હોય છે તે તમે આઈઓસીએલ ની વેબસાઈટ પરથી જોઈ શકો છો. તેમજ BPCL કસ્ટમર RSP લખીને 9223112222 અને એચપીસીએલ કસ્ટમર HPPrice લખીને 9222201122 મેસેજ મોકલી અને પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકશો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ