દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ ATM ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમમાં બદલાવ કર્યા છે. હવે જો તમે બેંક કસ્ટમરના એકાઉન્ટમાં પર્યાપ્ત રકમ ન હોય અને ATM માંથી પૈસા ઉપાડી રહ્યા હો, તો ટ્રાન્ઝેક્શન ફેલ થવાના કારણે આપણે પેનલ્ટી આપવી પડશે. તમને જણાવી દઈએ કે ICICI બેંક, HDFC બેંક, એક્સિસ બેંક અને યસ બેંકમાં આ નિયમ પહેલાથી જ લાગુ છે. હવે સ્ટેટ બેંક દ્વારા પણ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. જાણો ATM ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર કેટલી દેવી પડશે પેનલ્ટી અને તેની સાથે જોડાયેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો વિશે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઈટ અનુસાર, કસ્ટમરના એકાઉન્ટમાં જો પર્યાપ્ત બેલેન્સ ન હોય અને તે ATM માંથી ટ્રાન્ઝેક્શન કરે છે, તો તેને પેનલ્ટીના રૂપમાં 20 રૂપિયા અને સાથે જ GST પણ આપવું પડશે. આ સિવાય, બેંક નોન-ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે પણ ચાર્જ વસુલ કરશે.
સ્ટેટ બેંક ફિલહાલ સેવિંગ્સ એકાઉન્ટ પર એક મહિનામાં 8 વાર કોઈ પણ ચાર્જ લીધા વગર ATM ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. તેમાં સ્ટેટ બેંકના ATM થી 5 વાર અને બીજી બેંકોના ATM માંથી 3 ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. નોન મેટ્રો શહેરોમાં સ્ટેટ બેંક 10 મફત ATM ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. તેમાં SBI ના ATM માંથી 5 અને બીજી બેંકોના ATM માંથી 5 ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.
સ્ટેટ બેંકના ATM થી 10 હજાર રૂપિયા અથવા તેનાથી વધુ પૈસા ઉપાડવા માટે OTP ની જરૂર પડે છે. સ્ટેટ બેંકના બધા ATM પર આ સુવિધા 24 કલાક ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે, સિક્યુરિટીના કારણે સ્ટેટ બેંકે 1 જાન્યુઆરી 2020 થી OTP નો ઉપયોગ કરવો જરૂરી કરી કરી દીધો છે.
સ્ટેટ બેંકના ATM થી 10 હજાર રૂપિયા અથવા તેનાથી વધારે પૈસા ઉપાડવા માટે ATM ની સ્ક્રીન પર OTP નાખવાનો ઓપ્શન આવે છે. આ OTP કસ્ટમરના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવે છે. OTP આધારિત કેશ વિડ્રોઅલની સુવિધા સ્ટેટ બેંકના બધા ATM પર ઉપલબ્ધ છે.
ભારતીય રિઝર્વ બેંકે 2019 માં એવા ટ્રાન્ઝેક્શન માટે નિયમ બનાવ્યો હતો, જે ફેલ થઈ જતા હતા અને જેના માટે કસ્ટમરની કોઈ જવાબદારી ન હતી. રિઝર્વ બેંકના નિયમો અનુસાર, જ્યારે કસ્ટમરની ભૂલથી ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે, ત્યારે તેના પર પેનલ્ટી લગાવી શકાય છે. જ્યાં સુધી બેંક એકાઉન્ટમાં પર્યાપ્ય રકમ ન રહેવાનો સવાલ છે તો તેમાં ટ્રાન્ઝેક્શન કરવા વાળા કસ્ટમરની ભૂલ હોય છે. તેને જાણ હોવી જોઈએ કે તેના એકાઉન્ટમમાં કેટલી રકમ જમા છે. તેમજ અમુક મામલામાં ATM ટ્રાન્ઝેક્શન ફેલ થવા પાછળ કસ્ટમરની કોઈ ભૂલ નથી હોતી. એવા મામલામાં બેંકોને કસ્ટમરને વળતર આપવું પડે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, કમ્યુનિકેશન લિંકમાં ગરબડ, ATMમાં કેશ ન હોય અને ટાઈમ આઉટ સેશન્સના કારણે ATM ટ્રાન્ઝેક્શન ફેલ થાય છે, તો તેના માટે કસ્ટમર જવાબદાર નહિ હોય.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ફેલ ગયેલા ટ્રાન્ઝેક્શન પર કસ્ટમરની શિકાયતોને પૂરી કરવા માટે અને રકમને ઓટો રિવર્સલ માટે એક સમય નક્કી કરવામાં આવ્યો છે. તેને ટર્ન અરાઉન્ડ ટાઈમ (TAT) નામ આપવામાં આવ્યું છે. જો બેંક આ દરમિયાન કસ્ટમરને ચુકવણી ન કરે તો તેને વળતર આપવું પડે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ