જો તમે દુધને વારંવાર ઉકાળો છો તો આવી ભૂલ ક્યારેય ન કરો, પોતેજ તમારા ઘરની સેહત બગાડો છો.. જાણી લો

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ દૂધ એ સૌથી તંદુરસ્ત ખોરાક છે. આથી દરેક વ્યક્તિએ દરરોજ દૂધ તો પીવું જ જોઈએ. તેનાથી શરીરને વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ વગેરે પોષક તત્વો મળી રહે છે. આ સિવાય દૂધ એ એક કુદરતી આહાર ના રૂપે કામ કરે છે. પણ ઘણી વખત આપણે દૂધ સાથે એવું કરીએ છીએ જેના કારણે આપણને જ નુકસાન થાય છે. આથી જો તમે દુધને વારંવાર ઉકાળો છો તો આવી ભૂલ ક્યારેય ન કરતા. ચાલો તેના વિશે વિસ્તારથી જાણી લો. 

આપણે જાણીએ છીએ કે તંદુરસ્તી બનાવી રાખવા માટે દૂધ એ મોટી ભૂમિકા ભજવે છે. પણ ત્યારે શું થાય જયારે દૂધ એ આપણી અને આપણા પરિવારના સભ્યોની તંદુરસ્તી બગાડે છે તો. એટલે કે આપણા ઘરમાં દુધને વારંવાર ઉકાળવા ની પરંપરા ચાલી આવે છે. જે કોઈપણ સંજોગમાં આપણા માટે સારું નથી. એક રીસર્ચ અનુસાર 17% મહિલાઓ ને આ વાતની ખબર નથી હોતી. કે વારંવાર દૂધ ઉકાળવા થી દુધમાં રહેલ પોષક તત્વો ખત્મ થઈ જાય છે. જયારે 59% મહિલાઓને આવું લાગે છે કે વારંવાર દૂધ ઉકાળવા થી તેના પોષક તત્વોમાં વૃદ્ધિ થાય છે. અને 24% મહિલાઓ ને લાગે છે કે દૂધ ઉકાળવા થી કોઈ ફેર નથી. ચાલો તેના વિશે વધુ જાણી લઈએ. 

દુધને વારંવાર ઉકાળવું હાનિકારક છે
ઘણા ઘરમાં દુધને દિવસમાં ત્રણ વખત ઉકાળવામાં આવે છે. એટલું જ નહિ દુધમાં ઉભરો ન આવે તે માટે તેને ધીમા તાપે મૂકી દેવામાં આવે છે. પણ તમને જણાવી દઈએ કે દૂધ જેટલું ઉકળશે તેમાં રહેલ સારા બેકટરીયા ખત્મ થઈ જાય છે. જયારે બેકટરિયા તમને ઘણા રોગોથી બચાવીને રાખે છે. આમ દુધને વારંવાર ઉકાળવું હાનીકારક છે. 

ખત્મ થઈ જાય છે પોષક તત્વો
જો તમે દુધને વારંવાર ઉકાળવા ની ભૂલ ન કરો. વાસ્તવમાં વારંવાર દૂધ ઉકાળવાથી તેના પોષક તત્વો ખત્મ થઈ જાય છે. પોષણ ના આ નુકસાન થી બચવા માટે જરૂરી છે કે દુધને વારંવાર ઉકાળવું નહિ. સામાન્ય રીતે લોકોની એવી ધારણા હોય છે કે દુધને વારંવાર ઉકાળવાથી તેના પોષક તત્વો વધે છે, પણ આ ધારણા ખોટી છે. 

વારંવાર ઉકાળવાથી કોઈ લાભ નથી થતો
ઘાણ ઘરમાં વારંવાર દૂધ ઉકાળવામાં આવે છે કારણ કે તેમને લાગે છે કે આમ કરવાથી દૂધ ખરાબ નથી થતું.પણ આ વાત જાણી લો કે આ આદત તમારા પરિવાર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આથી દુધમાં એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેવો જોઈએ. તેમજ ગેસ પર દૂધ મુક્યા પછી તેને એક ચમચા વડે સતત હલાવતા રહો અને જેવો દુધમાં ઉભરો આવે તેમ જ ગેસ બંધ કરી દો. 

ગરમ દૂધ ફ્રીજમાં ન મુકો
જો તમે દુધને વારંવાર ઉકાળો છો તો આ વાતનું ધ્યાન રાખો કે ઉકાળેલા દુધને થોડીવાર માટે રૂમ ના તાપમાનમાં રહેવા દો. અને દૂધ જયારે નોર્મલ થઈ જાય પછી દુધને ફ્રીજમાં મુકો. આમ ગરમ દુધને ફ્રીજમાં મુકવાથી બચવું જોઈએ. 

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment