મિત્રો તમે કિન્નરો વિશે અવારનવાર ઘણું સાંભળતા હશો જ. તેમજ કહેવાય છે કે, જો કિન્નરોના આશીર્વાદ મળી જાય તો નસીબ ખુલી જાય છે. જો કે સદીયોથી કિન્નર વિશે જાણવું એ એક ખુબ રસપ્રદ વિષય બની ગયો છે. આમ સમાજમાં કિન્નરો વિશે અનેક માન્યતાઓ છે તેમજ તેની સાથે જોડાયેલ ઘણા રહસ્યો પણ છે. આજે અમે તમને એક કિન્નરની કહાની બતાવવા જઈ રહ્યા છીએ.
ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના રહેવાસી એક યુવકે એક કિન્નર સાથે લગ્ન કરીને સમાજ માટે એક મિસાઈલ કાયમ કરી છે. લોકલાજ અને સમાજની બાધાઓથી દુર જઈને પ્રતાપગઢના રહેવાસી શિવ કુમાર શર્મા એ પ્રતાપગઢની જ એક કિન્નર અંજલી સિંહ સાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અયોધ્યાના નંદીગ્રામ ભગવાન શ્રીરામના અનુજ ભરતની તપોસ્થલી ભરતકુંડમાં એક પ્રાચીન મંદિરમાં સાત ફેરા લીધા. આ લગ્ન કિન્નર અંજલી સિંહની બહેન અને બનેવી એ કરાવ્યા હતા.
આ વિવાહિત સમારંભની ખાસ વાત એ છે કે, તેમાં માત્ર 12 જેટલા લોકો જ સામેલ થયા હતા અને લગ્નની વિધિ કરાવી હતી. અને દરેક લોકોએ હસતા હસતા નવ યુગલને મંગલમય જીવનની શુભકામનાઓ આપી હતી. એક યુવક અને એક કિન્નર વચ્ચે પ્રેમ કહાનીના આ સુખદ અંજામ પર આવવાથી પરિવાર અને ગામ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને લોકો યુવકના નિર્ણયના વખાણ કરતા હતા.
નંદીગ્રામ ભરતકુંડમાં સ્થાપિત પ્રાચીન મંદિરમાં થયા લગ્ન : નંદીગ્રામ ભરતકુંડમાં સ્થાપિત પ્રાચીન મંદિરમાં કિન્નર અંજલિ સિંહના લગ્ન ખુબ ધામધૂમથી થયા હતા. પ્રતાપગઢના ગહરોલી મજરે શુકુલપુરના રહેવાસી શિવ કુમાર શર્મા એ વર બનીને અગ્નિની સાક્ષીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અંજલી સિંહ સાથે સાત ફેરા લીધા હતા. પંડિત અરુણ તિવારી દ્વારા લગ્નની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. શિવ કુમાર એ જણાવ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી અંજલીની સાથે તેનો પ્રેમ ચાલી રહ્યો હતો. તેણે કહ્યું કે, હવે તે અંજલી વગર જીવી નથી શકતો. આથી તેણે અંજલી સાથે લગ્ન કરી લીધા.
અનાથ બાળકને ગોદ લઈને પોતાનો પરિવાર આગળ વધારશે : શિવ કુમારે જણાવ્યું કે, ભવિષ્યમાં કોઈ અનાથ બાળકને ગોદ લઈને પોતાનો પરિવાર તે આગળ વધારશે. તે આ લગ્નથી ખુબ ખુશ છે. દુલ્હન બનેલી કિન્નર અંજલી સિંહે જણાવ્યું કે, અમારા કિન્નર સમાજને લોકો સારી નજરથી નથી જોતી. હાલ અમારા બંનેના આ નિર્ણયને સ્વીકારવામાં બંને પરિવારને ખુબ મુશ્કેલી થઈ રહી હતી. અમારા પરિવારના સદસ્ય અમારા આ નિર્ણયથી ખુશ છે. ધીમે ધીમે બધું સામાન્ય થઈ જશે. આશીર્વાદ દેવામાં મુખ્ય રૂપે ભાજપના નેતા મંડળ અધ્યક્ષ નંદકિશોર સિંહ, શ્યામજી ચોરસિયા, મોનું સોની, ભવાની પાંડે, તુપક કુમાર, રામ કુમાર, સહીત બીજા લોકો પણ સામેલ હતા.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી…