મિત્રો તમે જાણો છો હાલ શિયાળો જોર પકડી રહ્યો છે, આ ઠંડીના મૌસમમાં ગરમાગરમ ભજીયા ખાવાનું મને લગભગ દરેક ગુજરાતીનું થાય. પણ આ ભજીયા ખાવાનું તો બહુ મન થાય પણ તેમાં જો તેલ વધુ રહે તો તો પછી સ્વાસ્થ્ય ખરાબ પણ થાય છે. આથી જો તમે ભજીયા બનાવો છો ત્યારે તેમાં તેલ રહે છે તો તમે અહી આપેલ એક ટીપ્સને જરૂરથી અપનાવી શકો છો. આ એવી વસ્તુ છે જે ઓછા તેલમાં વધુ ભજીયા બનાવે છે. ભજીયા બનાવતી વખતે સામાન્ય રીતે એવું થતું હોય છે કે, તે ખૂબ વધારે તેલ ઓબ્ઝર્વ કરી લેતા હોય છે. જેના કારણે તેનો સ્વાદ બગડી જાય છે. એવામાં આજે અમે તમને જણાવીએ તમે ઓછા તેલમાં વધુ ભજીયા તળી શકશો.
વરસાદની ઋતુમાં ગરમ ગરમ ભજીયા ખાવાની અલગ જ મજા છે. જ્યારે બહાર રિમઝીમ વરસાદ હોય હોય અને ઘરે ડુંગળી, પાલક, બટેટા કે મટરના ભજીયા બન્યા હોય તો શું જ કહેવું. પરંતુ ઘણી વાર એવું થાય છે કે, ઘરમાં ભજીયા બનાવતા સમયે તે ખૂબ વધારે તેલ પીવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે તો હાનિકારક હોય જ છે, સાથે જ સ્વાદમાં પણ સારા લાગતાં નથી. એવામાં લોકોનો સવાલ રહે છે કે, કેવી રીતે અમે ઓછા તેલમાં ભજીયા બનાવીએ અને શું કરીએ જેથી ભજીયા ઓછું તેલ પીવે? તો તેને લઈને આજે અમે તમને જણાવીએ છીએ જરૂરી ટિપ્સ જે તમને કોઈ પણ પ્રકારના ભજીયા બનાવતા સમયે ખૂબ જ કામ લાગશે.
ભજીયા માટેનું એક સુપર હેક:- હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી ન્યુઝ અનુસાર ભજીયાને લઈને એક એવી હેક સામે આવી છે જે બધાને કામ લાગવાની છે. વાસ્તવમાં આ વિડીયોમાં જાણવા મળ્યું છે કે કેવી રીતે આપણે ભજીયા તળિયે જેનાથી તે ઓછું તેલ ઓબ્ઝર્વ કરે. તે માટે તેમણે 2 ટિપ્સ જણાવ્યા છે કે કેવી રીતે તમારે ભજીયા બનાવવા જોઈએ.
1) ભજીયા બનાવવા માટે સૌથી જરૂરી છે તેલનું તાપમાન. જો તેલ ખૂબ વધારે ગરમ હોય તો ભજીયા ઉપરથી તળાઈ જાય છે પરંતુ અંદરથી કાચા રહી જાય છે, જે પેટમાં દુખાવાની સમસ્યા ઊભી કરી શકે છે. તે સિવાય જો તેલ વધારે ઠંડુ હોય તો તે વધારે તેલ પીવે છે. માટે તમારે હંમેશા ભજીયા માટે મીડિયમ હોટ તેલ રાખવું જોઈએ. મીડિયમ હોટ તેલ ચકાસવા માટે તમે તેલમાં લાકડી રાખો જો તેમાં તરત પરપોટા થવા લાગે તો તેલ ભજીયા તળવા માટે તૈયાર છે. 2) બીજી અને સૌથી જરૂરી રીત એ છે કે, જ્યારે તમે ભજીયા તળો તો તેલમાં ચપટી મીઠું નાખવું. આમ કરવાથી તમે જોશો કે, જ્યારે તમે તેલમાં ભજીયા નાખો તો તે જરા પણ તેલ પીતા નથી અને સરળતાથી તળાઈ જાય છે. એવામાં તમે ભજીયા તળતા પહેલા તેલમાં ચપટી મીઠુ જરૂરથી નાખશો.
3) ભજીયાને તળ્યા બાદ હંમેશા તેને કોઈ પણ ઓબ્ઝર્વેટ પેપર અથવા ટીશું પેપર પર કાઢીને રાખવા, કારણ કે તેનાથી ભજીયાનું જે વધારાનું તેલ હશે તે પેપરમાં નીકળી જાય છે અને તમે ઓછા તેલ વાળા ભજીયા એન્જોય કરી શકો છો. પરંતુ યાદ રહે કે, ક્યારેય ન્યૂઝપેપર પર આપણે ભજીયા કાઢવાના નથી, કારણ કે ન્યૂઝપેપરની ઇન્ક શરીર માટે હાનિકારક હોય છે અને ભજીયા તેમાં નાખવાથી ઇન્ક તેમાં જાય છે. આમ આ ભજીયા બનાવવા માટે આ સરળ ટીપ્સ તમને ખુબ જ ઉપયોગી થઇ પડશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી