રેશનકાર્ડ માટે આવી ગયો છે નવો નિયમ, જો આવું કરશો તો થશે સજા. જાણો શું છે એ નિયમ

મિત્રો તમે જાણો છો કે ઘણા લોકો ઘણી વખત ખોટી માહિતી આપીને સરકાર પાસે લાભ મેળવે છે. પણ આવું ત્યાં સુધી સંભવ છે જ્યાં સુધી સરકારને તેની જાણ નથી થતી. પણ જ્યારે તેને જાણ થઈ જાય ત્યારે સજા પણ થાય છે. આથી જો તમે પણ આવું કોઈ ખોટું  કામ કરો છો તો સાવધાન થઈ જાવ.

રેશનકાર્ડ ઉપર આજે સરકાર નવો કાયદો લાવી રહી છે. ઘણા લોકો રાશનકાર્ડમાં ખોટું નામ ઉમેરીને રાશન વધારે લે છે તો આ અંગે સરકાર પોલીસ ઇન્વેસ્ટીગેશનમાં છેતરપિંડી(Fraud) માં સરકાર કાયદો કરી રહી છે. જેમાં ખોટું નામ ઉમેરનારને તથા જેનું મૃત્યુ થઈ ગયું છે છતાં પણ તેના નામનું રાશન લે છે તેને 5 વર્ષની સજા તેમજ દંડ ભરવો પડશે. આ સિવાય સરકાર એક બીજો કાયદો લઈ રહી છે જેમાં વ્યક્તિ જો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય તો તેનું રેશનકાર્ડ તે રાજ્યમાં પણ ચાલશે. જેથી લોકોને ઘણી સહાયતા મળી શકે.

દેશના ઘણા રાજ્યોમાં આ સમયે રેશનકાર્ડ(Ration Card)માં નામ ઉમેરવા અને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ઘણા રાજ્યમાં રાજ્ય સરકારે રેશનકાર્ડમાં છેતરપિંડી(Fraud)ના કેસમાં પોલીસ તપાસ પણ તીવ્ર કરી દીધી છે. જો કોઈ વ્યક્તિ રાશનકાર્ડમાં ખોટું નામ મેળવે છે અથવા રેશનકાર્ડમાં નોંધાયેલ વ્યક્તિના મૃત્યુ પછી પણ તેના ક્વોટાનું(ભાગનું) રાશન લે છે તો તેના પર કડક કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે. રીકવરી વિભાગ દ્વારા આ પ્રકારની છેતરપિંડીની તપાસ શરૂ કરવામાં આવી છે. ફૂડ સપ્લાય વિભાગ પણ છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરાવી રહી છે. તેથી જો તમે હવે ખોટા દસ્તાવેજોથી રેશનકાર્ડ બનાવો છો અથવા ખોટા નામ પર રેશન લ્યો, તો હવે તમને જેલ અને દંડ બંને થઈ શકે છે.

રેશનકાર્ડ બનાવવા માટે કેટલીક શરતો પૂરી કરવી ફરજિયાત છે : તમને જણાવી દઈએ કે રેશનકાર્ડ બનાવવા માટે, અમુક શરતો પૂરી કરવી ફરજિયાત છે, પરંતુ લોકો ગરીબી રેખા નીચે અથવા અંત્યોદય યોજનાનું રેશનકાર્ડ મેળવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કરે છે. બનાવટી રેશનકાર્ડ બનાવવું એ ભારત સરકારના ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ શિક્ષાત્મક ગુનો છે, જો તમે બનાવટી રેશનકાર્ડ બનાવવા માટે દોષી સાબિત થયા છો. તો તમારે પાંચ વર્ષની જેલ અને દંડ ભરવો પડી શકે છે. આ સાથે જો તમે ફૂડ વિભાગના અધિકારીને કાર્ડ બનાવવા માટે લાંચ આપશો અથવા ફૂડ વિભાગના અધિકારી લાંચ લીધા પછી રેશનકાર્ડ બનાવે છે, તો આ કેસમાં પણ સજા અને દંડની જોગવાઈ થઈ શકે છે.

વન નેશન વન રેશનકાર્ડ પોર્ટેબીલીટી સુવિધા અમલમાં મુકી છે : કેન્દ્ર સરકારે દેશભરમાં વન નેશન વન રેશનકાર્ડ પોર્ટેબીલીટી સુવિધા લાગુ કરી છે. અત્યાર સુધીમાં દેશના લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ સુવિધા દ્વારા હવે ગ્રાહકો અન્ય રાજ્યોમાં પણ રેશન મેળવી શકશે. આ માટે હવે તે વ્યક્તિ માટે તે રાજ્યનો રહેવાસી હોવું જરૂરી નથી. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશના લોકો હવે કોઈ પણ રાજ્યમાં સરળતાથી રેશન મેળવી શકશે. ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે કેન્દ્ર સરકારની આ યોજના ખૂબ અસરકારક છે.

બનાવટી રેશનકાર્ડ અંગે સરકાર કડક : રેશનકાર્ડ એ ભારત સરકારનું માન્યતા પ્રાપ્ત સરકારી દસ્તાવેજ પણ છે. રેશનકાર્ડની મદદથી લોકો જાહેર વિતરણ પ્રણાલી હેઠળ બજારના ભાવો કરતા ઘણા ઓછા ભાવે, વ્યાજબી ભાવોની દુકાનમાંથી અનાજ (ઘઉં, ચોખા અને કઠોળ) ખરીદી શકે છે. ભારતમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારના રાશન કાર્ડ બનાવવામાં આવે છે. ગરીબી રેખાથી ઉપર રહેતા લોકોને ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે એપીએલ (APL), બીપીએલ(BPL) અને સૌથી ગરીબ પરિવારો માટે અંત્યોદય(Antyodaya) રેશનકાર્ડ આપવામાં આવે છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment