મુકેશ અંબાણી બની ગયા દાદા, વહુ શ્લોકા મહેતા એ આપ્યો દીકરાને જન્મ ! જુઓ તેના ફોટા કેવો દેખાય છે…

મિત્રો મુકેશ અંબાણી અને તેના પરિવાર વિશે અવનવી વાતો અકસર સોશિયલ મીડિયા પર શેર થતી જોવા મળે છે. આમ મુકેશ અંબાણી એક એવું વ્યક્તિત્વ છે જેને દરેક લોકો તેની સફળતા માટે ઉદાહરણ રૂપે આપે છે. તેનામાં જીવનમાંથી ઘણું શીખવા મળે છે. મુકેશ અંબાણીના બે દીકરાઓ છે. જેમાં તેના મોટા દીકરાનું નામ આકાશ અંબાણી છે. આમ તેમના મોટા દીકરા અને તેની પત્નીએ પરિવારને એક ગુડ ન્યુઝ આપી છે. જેના વિશે આજે અમે તમને જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

નીતા અંબાણી અને મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા હાલ માતા-પિતા બની ગયા છે. શ્લોકા એ 10 ડિસેમ્બરના રોજ એક દીકરાને જન્મ આપ્યો છે. આમ પુત્રરત્નના આગમનથી અંબાણી પરિવાર ખુબ જ ખુશખુશાલ નજર આવી રહ્યો છે.

આમ અંબાણી પરિવારના પ્રવક્તા એ આ વાતની પુષ્ટિ કરતા સમાચાર આપ્યા છે કે, ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણી આજ મુંબઈમાં એક પુત્રના માતા-પિતા બની ગયા છે. આમ નીતા અને મુકેશ અંબાણી આજ પહેલી વખત દાદા-દાદી બનવાથી ખુબ જ ખુશ છે.આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે, ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના પ્રપૌત્રનું સ્વાગત ખુબ જ ખુશી સાથે કરવામાં આવશે. માતા અને પુત્ર બંને ઠીક છે. ઘરમાં નવા સદસ્યના આગમનથી મહેતા અને અંબાણી પરિવારમાં અપાર ખુશી ફેલાઈ ગઈ છે.

વિશેષમાં તમને જણાવી દઈએ કે, આકાશ અને શ્લોકાના લગ્ન માર્ચ મહિનામાં જીઓ વર્લ્ડ સેન્ટરમાં થઈ હતા. આ શાનદાર લગ્નમાં મોટા મોટા બિઝનેસમેનથી લઈને નેતા અને બોલીવુડના નાના-મોટા સ્ટાર સામેલ થયા હતા. એટલું જ નહિ પણ યુકેના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર પણ પોતાની પત્ની સાથે આકાશ અને શ્લોકા લગ્નમાં સામેલ થયા હતા.

આ સિવાય તમને જણાવી દઈએ કે, શ્લોકા મહેતા પ્રખ્યાત ડાયમંડ વ્યાપારી રસાળ મહેતા અને મોના મહેતાની દીકરી છે. શ્લોકા વ્યવસાયથી એક બિઝનેસ વુમન છે. તેણે 2019 માં નીતા અને મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી સાથે લગ્ન કર્યા હતા.

આમ લગ્ન પછી તેનું ખુબ જ શાનદાર રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આમાં અંબાણી પરિવાર અને બોલીવુડ સ્ટારે ખુબ જ ડાંસ કર્યો હતો. આ લગ્નની ચર્ચા વિદેશમાં પણ થઈ હતી. પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પણ ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. બધા એ મળીને આકાશ અને શ્લોકાને ખુબ બધાઈ અને આશીર્વાદ આપ્યા હતા. હવે તેના પરિવારમાં દીકરાના જન્મની સાથે નવી ખુશીઓ આવી છે. આમ બધા તેને લઈને ખુબ જ ઉત્સાહિત છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment