ચોમાસામાં ઘરમાં થતા ભેજથી થાય છે આવી ગંભીર બીમારીઓ, ઘરને ભેજ અને ફુગથી મુક્ત રાખવા અજમાવો આ ઘરેલું ઉપાય..

ચોમાસું આવતા જ આસપાસનું વાતાવરણ ઠંડુ થઈ જાય છે અને ગરમીથી પણ રાહત મળે છે. પણ ચોમાસું શાંતિની સાથે ઘણી સમસ્યાઓ પણ લઈને આવે છે. ચોમાસું આવતા જ ઘરમાં ભેજ, ફૂગ અને નવા નવા ઇન્ફેકશન લોકો માટે પરેશાની ઉભો કરે છે. તેવામાં પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે પોતાના ઘરને સંક્રમણ મુક્ત રાખવું જરૂરી છે. ચાલો તો કેવી રીતે ઘરને ભેજ અને ફુગથી મુક્ત રાખી શકાય એ જાણીએ.

ઘરમાં ભેજ કે ભીનાશ શા માટે થાય ? : ચોમાસામાં કીટાણું અને સુક્ષ્મ જીવ ઝડપથી વધતા હોય છે. તેનું મુખ્ય કારણ થર્મલ ઇન્સુલેશન ન હોવું, સાફ-સફાઈની કમી, ઘરમાં હવા અને ધુપનું ન આવવું, ભેજ અને નમી પેદા કરે છે. જેના કારણે ફંગસની સમસ્યા પણ જોવા મળે છે.

તંદુરસ્તીને નુકશાન : ઘરમાં ભેજ હોવાના કારણે અલ્ટરનારિયા, એસ્પરજીલસ, પેનીસીલીયન, અને ક્લોડોસ્પોલીયમ, જેવી ફંગલ પ્રજાતિઓ જન્મે છે. જેનાથી વ્યક્તિને દમ, એલર્જી, ડર્મિટાઈટીસ અને રાઈનાઈટીસના સંક્રમણનો ખતરો રહે છે.ભેજ અને ફુગથી ઘરને આ રીતે મુક્ત રાખો : ભેજની સમસ્યા અકસર ચોમાસામાં વધુ જોવા મળે છે. તેવામાં બાથરૂમ, ટોયલેટ, મોટા પડદા, રૂમમાં, જ્યાં ફંગસ, ભેજ અને કીટાણું જલ્દી જન્મે છે. ત્યાં કીટનાશકને છાંટો અને ફ્યુમીગેશન કરાવીને કીટાણું અને મચ્છર માખીઓથી છુટકારો મેળવી લો.

1 ) રસોડું અને બાથરૂમ જ્યાં પાણીનો વધુ ઉપયોગ થતો હોય છે અને ત્યાં તડકો પણ નથી આવતો, આવી જગ્યાઓ સુકાયેલી રાખો.
2 ) અઠવાડિયામાં એક વખત કોઈ સારી કીટનાશક દવાથી રસોડાની સફાઈ કરો.
3 ) ભેજ અને ફૂગ વાળા રૂમમાં ન સુવો.

4 ) પ્રાકૃતિક રૂપે ઘરમાં તડકાને આવવા દો. ઘરની બારીઓને થોડી વાર માટે જરૂર ખોલીને રાખો.
5 ) ભેજના કારણે પહેલેથી જ ખરાબ થયેલ દીવાલને ઠીક કરવા માટે દીવાલોમાં વોટરપ્રૂફ ચૂનો ભરો. આમ કરવાથી ત્યાં ફરીથી ભેજ નહિ આવે.લવિંગનો ઉપયોગ કરીને પણ તમે ઘરના ભેજથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમે લવિંગ અને તજને લગભગ અડધો કલાક પાણીમાં પલાળીને રહેવા દો. અડધી કલાક પછી આ પાણીને ઉકાળીને તેને રૂમ ફ્રેશનરની જેમ ઉપયોગ કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment