હવે બેંકો આ સુવિધા આપશે 24 કલાક ! ઘરે બેઠા-બેઠા જ થઈ જશે મોટા-મોટા આ કામ……

મિત્રો તમે બેંક એકાઉન્ટનો ઉપયોગ તો કરતા હશો. તેથી તમે ઓનલાઇન પૈસા ટ્રાન્સફર પણ કરતા હશો. તેથી તમે જાણતા હશો કે બેંકમાં તમે માર્યાદિત રકમ જ મોકલી શકો છો. જ્યારે હાલ બેંક તમને એવી સુવિધા આપે છે કે, તમે કોઈ પણ મોટી રકમ ખુબ જ ઝડપથી મોકલી શકો છો તેમજ આ રકમ ઘરે બેઠા જ મોકલી શકો છો. જ્યારે બેંક આ સર્વિસ 24 કલાક આપી રહી છે. ચાલો તો આ સર્વિસ અંગે વિસ્તારથી જાણી લઈએ.

મિત્રો તમે જાણો છો તેમ સરકાર હવે ડિજિટલીકરણ તરફ વધુ ભાર આપી રહી છે. તેથી થોડા સમયથી ડિજિટલ લેણદેણનું કામ વધી ગયું છે. જ્યારે હાલ કોરોના મહામારીને કારણે લોકો વધુ ડિજિટલ લેણદેણથી જ પોતાનું કામ કરી રહ્યા છે. આથી જ ભારતીય રીઝર્વ બેંકે હવે ઓનલાઇન લેણદેણની સુવિધાને વધુ સહેલી કરવાનો નિર્ણય કર્યો છે. RBI એ જણાવ્યું કે, દેશમાં હવે રીયલ ટાઈત ગ્રોસ સેટલમેટને હવે 24 કલાક કરી દેવામાં આવશે. જ્યારે 14 ડિસેમ્બરથી તેને લાગુ કરી દેવામાં આવશે. તેનો અર્થ એવો થયો કે હવે લોકોને 14 ડિસેમ્બર સોમવારથી ઈન્ટરનેટ મોબાઈલ બેન્કિંગની સેવા લઈ રહેલા ગ્રાહકોને RTGS મારફતે ફંડ ટ્રાન્સફરની સુવિધા 24 કલાક મળશે. આ શરૂઆત સાથે હવે ભારત એ મુખ્ય દેશમાં ગણવામાં આવશે જ્યાં આ સુવિધા 24 કલાક ચાલુ રહે છે. 2004 માં ત્રણ બેંકો સાથે શરૂ થઈ હતી આ સુવિધા.

રીઝર્વ બેંક અનુસાર 14 ડિસેમ્બર રાત્રીના 12:30 થી એટલે કે મધ્યરાત્રીએ RTGS ની સુવિધા 24 કલાક માટે શરૂ કરી દેવામાં આવશે. RBI ના એલાન પછી ભારત દેશની ગણના એ દેશમાં કરવામાં આવશે જ્યાં આ સુવિધા 24 કલાક માટે શરૂ હોય છે. 16 વર્ષ પહેલા માત્ર ત્રણ બેંકોમાં આ RTGS ની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જ્યારે હવે આ સુવિધા સાથે 237 બેંક જોડાઈ જશે. RTGS દ્વારા તમે બેંક જઈને અથવા ઘરે બેઠા જ તરત જ પૈસા ટ્રાન્સફર કરી શકશો.

ફંડ ટ્રાન્સફર શુલ્ક નહિ અપાવું પડે : RTGS મોટા ટ્રાન્જેક્શનમાં કામ આવે છે. RTGS માં 2 લાખથી ઓછી રકમ ટ્રાન્સફર કરી શકાશે નહિ. તેને ઓનલાઈન અને બેંક બ્રાંચ બંને માધ્યમો દ્વારા ઉપયોગ કરી શકાય છે. તેમાં કોઈ પણ પ્રકારનો ફંડ ટ્રાન્સફર ચાર્જ નથી. પરંતુ બ્રાન્ચમાં RTGS દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા માટે શુલ્ક આપવું પડશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે કેન્દ્રીય બેંક RTGS ની સિસ્ટમ ઓક્ટોબરથી 24 કલાક કરવાની ઘોષણા કરી હતી. એક બેંકમાંથી બીજા બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવાના ઘણા વિકલ્પ છે. જેમાંથી વધુ RTGS, NEFT અને IMPS છે. આ પહેલાં ગયા વર્ષે ડિસેમ્બરમાં જ NEFT 24 કલાક માટે શરૂ કરવામાં આવી હતી. જ્યારે RTGS મોટી રકમમાં લેણદેણ માટે કામમાં આવે તેવી સિસ્ટમ છે. જ્યારે NEFT માં માત્ર 2 લાખ સુધીનું જ પૈસાનું લેણદેણ કરી શકાય છે. RTGS ની સુવિધા 26 માર્ચ 2004 થી શરૂ થઈ હતી.

પૈસા ટ્રાન્સફર કરવામાં સૌથી ઝડપી સર્વિસ : પહેલા માત્ર ચાર બેંક જ આ સુવિધા આપતી હતી. વર્તમાનમાં રોજ 6.35 લાખનું લેણદેણ થાય છે. દેશની લગભગ 237 બેંક આ સિસ્ટમના માધ્યમ થી 4.17 કરોડ રૂપિયાનું લેણદેણ પ્રતિદિન કરી શકે છે. નવેમ્બરમાં RTGS દ્વારા લગભગ 57.96 લાખ રૂપિયાનું લેણદેણ કરવામાં આવ્યું. જે વાસ્તવમાં તેને એક મોટી રકમના લેણદેણનો ઉપયોગી વિકલ્પ બનાવે છે. RTGS પૈસા ટ્રાન્સફર કરવાની સૌથી ઝડપી સર્વિસ છે. NEFT થી પૈસા મોકલ્યા પછી ક્રેડીટ થવામાં થોડો સમય લાગે છે. પણ RTGS તરત પૈસા ટ્રાન્સફર કરે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment