1 જાન્યુઆરીથી બદલાય જશે તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નિયમો. જાણો તેની પૂરી જાણકારી…..

મિત્રો બેંક દ્વારા અવારનવાર નવા નિયમો આવતા હોય છે. જેમાં ગ્રાહકોની સુવિધા માટે બેંક નવા નિયમો આપે છે અને આ નિયમો દ્વારા ગ્રાહકને વધુ લાભ પણ મળે છે. તેથી જ બેંક દ્વારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડને લગતા નવા નિયમ બહાર પાડવામાં આવ્યા છે. ચાલો તો આ નિયમો વિશે વધુ વિગતે જાણી લઈએ.

મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે જ ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ નિયમોમાં મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ મહિનાની શરૂઆતમાં આ જાણકારી આપી હતી. આ નિયમ અંતર્ગત તમે કોન્ટેક્ટલેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સથી વધુમાં 5 હજાર રૂપિયા સુધીનું ભુગતાન કરી શકો છો. જ્યારે આ સુવિધા 1 જાન્યુઆરી 2021 થી સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. જ્યારે અત્યાર સુધીમાં કોન્ટેક્ટલેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સમાં માત્ર 2 હજાર રૂપિયા સુધીનું જ ભુગતાન થઈ શકતું હતું. આ સિવાય તમને જણાવી દઈએ કે one nation one card સ્કીમ અંદર ભારતીય કંપની Rupay કોન્ટેક્ટલેસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ જાહેર કર્યા હતા. આ કાર્ડની મદદથી તમે પબ્લિક ટ્રાન્સપોર્ટથી લઈને શોપિંગ મોલ સુધી સહેલાઈથી ભુગતાન કરી શકો છો.

શું છે કોન્ટેક્ટલેસ ડેબીટ અને ક્રેડીટ કાર્ડ : Rupay દ્વારા પાસવર્ડ આ કાર્ડને નેશનલ કોમન મોબીલીટી કાર્ડ રૂપે યુઝ કરે છે. આ કાર્ડ એક રીતે સ્માર્ટ કાર્ડ હોય છે. દિલ્હી મેટ્રોમાં આવું જ કાર્ડ ચાલે છે. જેને તમે રિચાર્જ કરાવો છો અને મેટ્રોમાં સફર કરો છો. હવે દેશની બધી જ બેંક Rupay ના જે પણ નવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જાહેર કરશે તેમાં નેશનલ કોમન મોબીલીટી કાર્ડ ફીચર હશે. આ કોઈ બીજા વોલેટ રૂપે જ કામ કરશે.શું છે કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન : આ ટેકનોલોજીની મદદથી કાર્ડ હોલ્ડરને ટ્રાન્ઝેક્શન માટે સ્વાઇપ કરવાની જરૂર  નથી રહેતી. પોઈટ ઓફ સેલ (POS) મશીનથી કાર્ડને સટાને પર પેમેન્ટ થઇ જાય છે. કોન્ટેક્ટલેસ કાર્ડમાં બે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. ‘નિયર ફિલ્ડ કમ્યુનિકેશન’ એટલે કે એનએફસી અને ‘રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટીફીકેશન’ (RFID) જ્યારે આ રીતના કાર્ડને આ રીતની ટેકનિકથી લેસ કાર્ડ મશીન પાસે  લઈ જવામાં આવે છે ત્યારે પેમેન્ટ આપમેળે થઈ જાય છે.

આમ મશીનની 2 થી 5 સેન્ટીમીટરની રેન્જમાં પણ જો કાર્ડને રાખવામાં આવે તો પણ પેમેન્ટ થઈ જાય છે. આમ કાર્ડને કોઈ મશીન નાખવાની કે સ્વાઇપ કરવાની પણ જરૂર નથી રહેતી. તેમજ કોઈ પીન નંબર કે ઓટીપીની પણ જરૂર નથી રહેતી. કોન્ટેક્ટલેસ પેમેન્ટની અધિકતમ સીમા 2000 રૂપિયા હોય છે. જેને વધારીને 5000 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે એક દિવસમાં કુલ 5 કોન્ટેક્ટ લેસ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. તેનાથી વધુ રકમના પેમેન્ટ માટે પીન અથવા ઓટીપીની જરૂર રહે છે.

કેવી રીતે મળશે કાર્ડ : આ કાર્ડને મેળવવા માટે તમારે પોતાની બેંકોનો સંપર્ક કરવો પડશે. આમ 25 બેંકોમાં ઉપલબ્ધ થવાની સાથે આ કાર્ડ પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા પણ જાહેર કરવામાં આવે છે. આ કાર્ડને એટીએમ પર ઉપયોગ કરવા પર 5% કેશબેક અને વિદેશ યાત્રા દરમિયાન મર્ચન્ટ આઉટલેટ પર ભુગતાન કરવા પર 10% કેશબેક મળે છે. આ સિવાય આ કાર્ડ ડિસ્કવર અને ડાઈનર્સ ક્લબ ઇન્ટરનેશનલ મર્ચેટસ સિવાય વિદેશના એટીએમ પર સ્વીકાર કરવામાં આવે છે. આ કાર્ડને એસબીઆઈ, પીએનબી સહિત દેશમાં 25 બેંક ઉપલબ્ધ કરાવે છે.કેવી રીતે કામ કરે છે આ કાર્ડ : આ બધા જ કાર્ડ પર એક ખાસ પ્રકારનું નિશાન બનેલું હોય છે. જ્યારે જે પેમેન્ટ મશીનમાં તેનો ઉપયોગ  કરવાનું હોય છે ત્યાં પણ એક ખાસ પ્રકારનું નિશાન હોય છે. આ મશીન પર અંદાજે 4 સેન્ટીમીટરની દુરી પર કાર્ડ મુકાવું કે દેખાડવું કે તરત જ તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે. કાર્ડને સ્વાઇપ કે ડીપ કરવાની જરૂર નથી અને પીન પણ એન્ટર કરવાની જરૂર નથી.

વધુ પેમેન્ટ માટે પીન અને ઓટીપી જરૂરી છે : 1 જાન્યુઆરીથી 5 હજારથી વધુ પેમેન્ટ માટે પીન અથવા તો ઓટીપીની જરૂર રહેશે. એટલે કે તમારું કાર્ડ કોઈ વ્યક્તિના હાથે લાગી જાય તો તે એક વખતમાં માત્ર 5 હજારની શોપિંગ કરી શકે છે. બની શકે છે કે, જ્યાં સુધીમાં તમને ખબર પડે ત્યાં સુધીમાં તે તમારા ખાતામાંથી તેનાથી વધુ પૈસા ઉડાવી ચુક્યા હોય. કાર્ડ ખોવાઈ ગયું હોય તો ? જાણવા મળતી માહિતી મુજબ જો તમારું કાર્ડ ખોવાઈ જાય તેવી સ્થિતિમાં તમારે બેંકને તરત જ જાણ કરવાની રહેશે. જો તમારી જાણમાં આવ્યા પહેલા જ કોઈએ શોપિંગ કરી લીધી હોય તો બેંક તેનું ભુગતાન કરશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment