મિત્રો આપણા ઘરમાં જ ઘણી એવી વસ્તુઓ હોય છે જેના ઉપયોગથી આપણે અનેક બીમારીનો ઈલાજ કરી શકીએ છીએ. તમે અજમા, સંચળ અને હિંગનો ઉપયોગ તો કરતા જ હશો. પણ જો આ ત્રણેય વસ્તુને મિક્સ કરીને પીવામાં આવે છે તો તમને ઘણા ફાયદાઓ થઇ શકે છે.
અજમો, સંચળ અને હિંગમાં ઘણા ઔષધિય ગુણ છે. અજમામાં થાઈમોલ નામનું યૌગિક જોવા મળે છે, જે કોઈ પણ પ્રકારની અપચાની સમસ્યામાં આરામ અપાવે છે. હિંગનું સેવન કરવાથી પેટ ફૂલવાની સમસ્યાથી પણ રાહત મળે છે. તેમાં એન્ટીસેપ્ટિક, એન્ટિ-ઇમ્ફ્લેમેટરી, એન્ટિ માઈક્રોબિયલ અને એન્ટિસ્પાસમોડીક જેવા તત્વો જોવા મળે છે. હિંગનું સેવન કરવાથી તણાવ પણ ઘટે છે. એજ પ્રકારે સંચળથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય પેટથી સંકળાયેલી કોઈ પણ પ્રકારની સમસ્યાથી છૂટકારો મળે છે. જોકે આપણે તેની માત્રાનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ. સાથે જ તે આસાનીથી મળી જવાને કારણે તેનો ઉપયોગ ઘણો જ સરળ છે. આના વિશે વિસ્તારથી આપણે આ લેખમાં જાણીશું.
સંચળ, હિંગ અને અજમાના ફાયદાઓ : 1) ગેસની સમસ્યામાં રાહત : જો તમને ગેસને લગતી કોઈ સમસ્યા છે તો તમે આ માટે હિંગ, અજમો અને સંચળનું સેવન કરી શકો છો. હિંગ, અજમો અને સંચળના સેવનથી તમને ગેસની સમસ્યામાં ઘણો આરામ મળી શકે છે. કારણ કે તેમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિ માઈક્રોબિયલ ગુણ જોવા મળે છે, જેનાથી જલ્દી આરામ મળે છે અને છાતીમાં થતી બળતરા પણ મટે છે.
2) પાચનતંત્ર મજબૂત બનાવે છે : જેમનું પાચનતંત્ર ખુબ જ નબળું છે તેમના માટે આ મિશ્રણ ખુબ જ ફાયદાકારક છે. જો તમારું ખાવાનું સરળતાથી ન પચતું હોય તો તમે સવારે એક ચમચી અજમો, સંચળ અને હિંગનું મિશ્રણ લઈ શકો છો. જેનાથી ખાવાનું સરળતાથી પછી શકે છે સાથે જ તે વજન ઘટાડવામાં પણ સહાયક બને છે.
3) અપચામાં આરામ અપાવે છે : અપચાની સમસ્યા દુર કરવા માટે આ મિશ્રણ ખુબ જ અસરકારક છે. અજમો, સંચળ અને હિંગના સેવનથી અપચા કે એસિડિટીથી પણ છૂટકારો મળે છે. આ ત્રણેયનું મિશ્રણ મેટાબોલીજ્મને વધારે છે. જેનાથી શરીરમાં વધારે ફેટ જમા થતો નથી. તેનાથી પિરિયડ્સના દુખાવામાં પણ રાહત મળે છે. ખાલી પેટ આ મિશ્રણના સેવનથી સ્વાસ્થ્ય સારું રહે છે.
4) શરદી ઉધરસમાં રાહત : શરદી અને ઉધરસમાં તમે રાહત મેળવવા માટે આ મિશ્રણનું સેવન કરી શકો છો. શરદી-ઉધરસને દૂર કરવા માટે પણ હિંગ, અજમા અને સંચળનું મિશ્રણ ખૂબ જ લાભદાયી રહે છે. નવશેકા પાણીમાં આ મિશ્રણ મિક્સ કરીને પીવાથી જલ્દી આરામ મળે છે.
5) લો બીપીમાં ફાયદાકારક : જેમનું બીપી વારંવાર ઘટી જતું હોય તેમણે આ મિશ્રણ જરૂર લેવું જોઈએ. જો તમારું બીપી લો રહેતું હોય તો પણ તમે આ મિશ્રણનું સેવન કરી શકો છો. આ મિશ્રણના 4 ગ્રામ સેવનને તમે નવશેકા પાણી સાથે મિક્સ કરીને સવાર સાંજ લઈ શકો છો. તેનાથી લો બ્લડ પ્રેશરમાં આરામ મળે છે.
સંચળ, હિંગ અને અજમાનો ઉપયોગ : 1) ગેસ કે અપચાની સ્થિતિમાં આ મિશ્રણનું સેવન લાભદાયી છે. આ માટે 3 ગ્રામ સવાર-સાંજ સંચળ, હિંગ અને અજમાનું મિશ્રણ પાણી સાથે મિક્સ કરીને સેવન કરવું જોઈએ.
2) જો શરીરમાં એસિડ બનેલું રહેતું હોય તો સવાર સાંજ ખાલી પેટ ઠંડા પાણી સાથે મિશ્રણનું સેવન કરવું તેનાથી ઘણો આરામ મળે છે.
3) કોઈ પણ પ્રકારના માથાના દુખાવા કે શરીરના દુખાવા માટે સવાર સાંજ ત્રણેયના મિશ્રણને સાદા પાણી સાથે લેવું.
4) નાના બાળકને પેટમાં દુખાવા કે ગેસની સમસ્યામાં આ મિશ્રણને સરસોનાં તેલમાં મિક્સ કરી તેના પેટ પર લગાડવાથી ફાયદો થાય છે.
આમ આ ત્રણેયનું મિશ્રણ પેટથી જોડાયેલી કોઈ પણ પ્રકારની સમસ્યા માટેનો એક રામબાણ ઘરેલુ ઉપાય છે. જે તમારા માટે ખૂબ જ લાભદાયી બની રહે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી