આજના સમયમાં તણાવ પણ લોકોની જિંદગીનું અભિન્ન અંગ બની ગયું છે. તણાવ અને ચિંતા જેવી માનસિક તકલીફની અસર તમારી ત્વચા ઉપર પડી શકે છે. ખાવાપીવામાં ગડબડી, તણાવ ભરી જીવનશૈલી અને પૂરતી ઉંઘ ન લેવાના કારણે તમારી આંખો નીચે ડાર્ક સર્કલની સમસ્યા ઊભી થઈ જાય છે, અને ચહેરા ઉપર ડાર્ક સર્કલ થવાના ઘણા બધા કારણો છે, જેમાં ખાવા-પીવામાં અસંતુલન, જીવનશૈલી, તાપ અને પ્રદુષણ સામેલ થઈ શકે છે.
આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે લોકો અલગ-અલગ પ્રકારના કોસ્મેટીક પ્રોડક્ટનો ઉપયોગ કરતા જોવા મળે છે, જેનાથી તૈયારીમાં ફાયદો તો મળી જાય છે પરંતુ આ સમસ્યા હંમેશા માટે ચહેરા ઉપર ડાર્ક સર્કલ અને ત્વચાનો નિર્જીવ થઈ જવું જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે યોગનો સહારો લઈ શકો છો. યોગમાં ઘણી બધી એવી મુદ્રા છે જેનો નિયમિત અભ્યાસ કરવાથી આ સમસ્યાઓને દૂર કરવા માટે ફાયદો મળે છે, અને એવી જ એક યોગમુદ્રા છે જેનું નામ છે મકર મુદ્રા. મકર મુદ્રાના નિયમિત અભ્યાસથી તમારી આંખો નીચેના ડાર્ક સર્કલની સમસ્યા દૂર થઈ જાય છે અને એનાથી છુટકારો મળી શકે છે. અને ચહેરા ઉપરની ખોવાયેલી ચમક ફરીથી પાછી આવી શકે છે. આવો વિસ્તારથી જાણીએ આ મુદ્રા વિશે.
મકર મુદ્રા શું છે ? : મકર મુદ્રા ખરેખર યોગ મુદ્રાઓનો એક પ્રકાર છે જેનો અભ્યાસ તમને માનસિક શાંતિ આપવાનું કામ કરે છે. મકર મુદ્રાનો અભ્યાસ કરવાથી માનસિક શાંતિ તો મળે જ છે. પરંતુ તમારી ત્વચાને વધુ સારી બનાવવા માટે પણ આ મુદ્રા ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મકર મુદ્રાના અભ્યાસથી તમારા શરીરની ઊર્જા કેન્દ્રિત થાય છે, અને નકારાત્મક ભાવનાઓને દૂર કરવામાં ફાયદો મળે છે. પારંગત ઋષિ-મુનિ પ્રાચીનકાળથી આ મુદ્રાનો અભ્યાસ કરતા આવ્યા છે. યોગ વિજ્ઞાન મકર મુદ્રાને ખુબ જ ફાયદાકારક અને અસરદાર મુદ્રા માનવામાં આવે છે.
મકર મુદ્રાના ફાયદા : નિયમિત રૂપે મહિના ભરમાં મકર મુદ્રાનો અભ્યાસ કરવાથી તમને ઘણા બધા ફાયદા મળી શકે છે. યોગ્ય રીતે દરરોજ મકર મુદ્રાનો અભ્યાસ કરવાથી તમારી ત્વચાની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે, અને આંખોની નીચેના ડાર્ક સર્કલની આ સમસ્યામાંથી પણ છુટકારો મળી શકે છે. મકર મુદ્રાનો અભ્યાસ ત્વચાની ચમકને વધારવાનું કામ કરે છે અને માનસિક સમસ્યાઓ માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મકર મુદ્રાનો નિયમિત રૂપે એક મહિના સુધી અભ્યાસ કરવો જોઈએ, ત્યારે જ તેનો યોગ્ય ફાયદો મળે છે. મકર મુદ્રાનો અભ્યાસ કરતાં મળતાં પ્રમુખ ફાયદા આ પ્રમાણે છે.
મકર મુદ્રાના નિયમિત અભ્યાસ કરવાથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થઈ જાય છે. તેનો નિયમિત અભ્યાસ કિડનીને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક છે. તંત્રિકા તંત્ર અને મૂત્રાશયથી જોડાયેલી સમસ્યાઓ માટે પણ મકર મુદ્રાનો અભ્યાસ ફાયદાકારક છે. મકર મુદ્રાના નિયમિત અભ્યાસ કરવાથી તમારું દિમાગ શાંત થાય છે, અને માનસિક સમસ્યાઓમાં પણ ફાયદો મળે છે. તણાવ, સ્ટ્રેસ અને નિરાશા જેવી માનસિક સમસ્યાઓમાં મકર મુદ્રાનો અભ્યાસ ફાયદાકારક છે. વિદ્યાર્થીઓની એકાગ્રતા વધારવા માટે મકર મુદ્રાનો અભ્યાસ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.
કેવી રીતે કરવો મકર મુદ્રાનો અભ્યાસ : મકર મુદ્રાનો અભ્યાસ કરવા માટે તમે આ સ્ટેપ્સ ફોલો કરો. તમારી જમણી હથેળીને ડાબી હથેળી પર ત્રાસી કરીને મુકો, ત્યાર બાદ જમણા અંગુઠાને ડાબી હથેળીની નાની આંગળી અનામિકા આંગળીની વચ્ચેથી બહાર કાઢો અને તેને ડાબી હથેળીની વચ્ચે મૂકો. હવે તમે તમારી ડાબી હથેળીને પૃથ્વી મુદ્રા બનાવીને ડાબા હાથના અંગુઠા અને અનામિકા આંગળી વાળા ભાગ ઉપર ભેગી કરો. હવે ડાબી હથેળીને જમણાં તરફ ઉપર મૂકો, જમણી હથેળીને નાની આંગળીને કાઢીને પૃથ્વી મુદ્રા બનાવો.
મકર મુદ્રાના નિયમિત અભ્યાસ કરવાથી સ્વાસ્થ્યને ખુબ જ ફાયદા થાય છે, આ યોગ મુદ્રાનો ઉપયોગ અભ્યાસ ઓછામાં ઓછો એક મહિના સુધી કરવાથી તમને ફાયદો મળે છે. દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત તમે આ મુદ્રાનો અભ્યાસ કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી