હથેળી અને પગના તળિયામાં ખંજવાળ આવે તો નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, શરીરમાં હોય શકે છે આવી ગંભીર બીમારીઓ… જાણો તેને રોકવાના ઘરેલું ઉપાય…

મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે, તમને અમુક સમયે હાથની હથેળી અને પગના તળિયામાં ખંજવાળ આવે છે. આ ખંજવાળ એટલી મીઠી હોય છે કે, આપણે વારંવાર રોકવા છતાં રોકી નથી શકતા. પણ તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, આ ખંજવાળ શા માટે આવે છે. તેનું કારણ શું હોય છે ?

ઘણી માન્યતાઓ મુજબ લોકોને એવો વિશ્વાસ હોય છે કે, જમણા હાથની હથેળીમાં ખંજવાળ આવવાથી પૈસાનો ખર્ચ અને ડાબા હાથની હથેળીમાં ખંજવાળ એ ધન લાભનો સંકેત ગણાય છે. પરંતુ શું આ વાસ્તવ સત્ય છે અને તેની પાછળ વૈજ્ઞાનિકો અને એક્સપર્ટ શું માને છે ? વૈજ્ઞાનિક આ તર્કને સાચું નથી માનતા. તેમના મત મુજબ હાથ કે પગના તળિયામાં ખંજવાળ આવવી એ કોઈ અંધવિશ્વાસ નહીં, પરંતુ શારીરિક સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે. ઘણી વખત દવાની સાઈડ ઇફેક્ટ્સના રૂપથી કે કોઈ એલર્જીના લીધે પણ આવું થઈ શકે છે. આ લેખમાં આપણે હાથની હથેળી અને પગના તળિયામાં થતી ખંજવાળ અને તેના ઉપાય વિશે ચર્ચા કરીશું.

ગર્ભાવસ્થા : મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન પણ તળિયા કે હથેળીમાં ખંજવાળની સમસ્યા થઈ શકે છે. પ્રેગ્નેન્સી વખતે ઇસટ્રોજન હાર્મોનના વધુ સ્ત્રાવના કારણે આ સમસ્યા થઈ શકે છે. જો તમને ખંજવાળની સમસ્યા હોય તો ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. તમને દાણા કે શીળસ પણ થઈ શકે છે. આ લક્ષણો દેખાય એટલે તરત જ ડોક્ટર અથવા સ્ત્રી રોગ વિશેષજ્ઞનો સંપર્ક કરવો જોઈએ.

એક્ઝિમા : એક્ઝિમાની બીમારીમાં પણ હથેળી કે તળિયામાં ખંજવાળ થઈ શકે છે. ખંજવાળ સિવાય પણ એક્ઝિમાના રોગમાં ત્વચા પર પોપડા જામી જાય છે. તમારે એક્ઝિમાનો ઇલાજ પણ ડોક્ટર પાસે જઈને કરાવવો જોઈએ. એક્ઝિમા જેવી બીમારીનો ઈલાજ સમયસર ન કરવાથી પીડા વધી શકે છે.

સ્કીન એલર્જી : હથેળી કે તળિયામાં ખંજવાળ સ્કિનમાં થતી એલર્જી પણ હોય શકે છે. ઘણી વખત આપણને ડસ્ટ એલર્જી અથવા કોઈ ફૂલ-છોડની એલર્જીને કારણે ખંજવાળની સમસ્યા થઈ શકે છે. દવાના રીએક્શનથી પણ આવી સમસ્યા થઈ શકે છે. આ રીતની મુશ્કેલી એક થી બે દિવસમાં આપમેળે જ સરખી થઈ જાય છે.

સ્કૈબીજની સમસ્યા : સ્કૈબીજ એક પ્રકારનો સંક્રમક રોગ છે. આ બીમારી એકથી બીજામાં ફેલાઈ શકે છે. સ્કૈબીજ થાય અને તમને ખંજવાળ આવે અને જો તમે તેનો ઈલાજ સમય પર ન કરાવો તો આ બીમારી તમારા બાકીના અંગોમાં પણ ફેલાઈ શકે છે. તમને 24 કલાકથી વધુ સમયથી ખંજવાળ આવી રહી હોય તો તમારે તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

ફંગલ ઇન્ફેક્શન : તળિયા ભીના હોવાને કારણે અથવા ગંદા જોડાને કારણે ફંગલ ઇન્ફેક્શન થવાથી પણ ખંજવાળની સમસ્યા થઈ શકે છે. તેને દૂર કરવા માટે ક્રીમ અથવા નારિયેળનું તેલ લગાડવું જોઈએ. ફંગલ ઇન્ફેક્શન દરમિયાન ગરમ મોજા પહેરવા એવોઈડ કરવા જોઈએ.

હથેળી અને તળિયામાં ખંજવાળ આવે ત્યારે શું કરવું ? : 1 ) તમે હથેળી કે તળિયા પર લસણની પેસ્ટ લગાડી શકો છો. આ માટે લસણના પેસ્ટમાં બદામનું તેલ મિક્સ કરવું જોઈએ. તેને અડધો કલાક લગાડીને નવશેકા પાણીથી હાથ પગ ધોવા.
2 ) આ સિવાય તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. આ મેથડને તમે દિવસમાં બે વખત રિપીટ કરી શકો છો.
3 ) તમે હથેળી અને તળિયામાં ખંજવાળ આવે ત્યારે મીઠાના ફાયદાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે મીઠાને નવશેકા પાણીમાં ઓગાળો અને પછી આ પાણીમાં તમારા હાથ પગ ડૂબાડી રાખો. આમ કરવાથી ખંજવાળ દૂર કરી શકાય છે.

તમારે ડોક્ટર સાથે વાત કરીને દવા કે એન્ટીસેપ્ટિક ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. લક્ષણોના વધવાની રાહ જોયા વગર સમયસર ઈલાજ કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment