ફેફસામાં જામેલ કફ અને ગંદકીનો થઈ જશે નિકાલ, અજમાવો આ 10 માંથી કોઈ પણ 1 ઘરેલું ઉપચાર.

આજે કોરોનાની સીધી અસર આપણા ફેફસા પર પડે છે. જેના કારણે ફેફસા નબળા બનતા જાય છે. તેમજ ફેફસામાં ગંદકી પણ જામવા લાગે છે. તેથી આજના સમયે દરેક લોકોએ ફેફસાને મજબુત કરવા ખુબ જરૂરી બની ગયું છે. તો આજે આ લેખમાં અમે તમને ફેફસા મજબુત, સાફ અને જામેલી ગંદકી બહાર કાઢવાના ઉપાયો વિશે જણાવશું. તો ચાલો જાણીએ કે કેવી રીતે ફેફસા બને છે મજબુત.

મોટાભાગના લોકો ફેફસાને ત્યાં સુધી મહત્વ નથી આપતા જ્યાં સુધી તેને શ્વાસ લેવામાં તકલીફ ન પડે. ફેફસા શરીરના મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. જે તમને સ્વસ્થ અને જીવિત રાખવામાં ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. જો કે ફેફસાની અંદર ગંદકીની વાત આવે તો ફેફસા પોતાની રીતે જ સફાઈ કરી લેતા હોય છે. પણ સતત પ્રદુષણ અને અન્ય વિષાક્ત પદાર્થ ફેફસામાં જમા થવાથી તેમાં સોજો આવી જાય છે અને આપણી શ્વાસ લેવાની ગતિ ધીમી થવા લાગે છે.માટે શ્વાસ લેવાની ક્ષમતાને મજબુત રાખવા માટે જરૂરી છે કે ફેફસાને મજબુત અને સાફ રાખવામાં આવે. તમને જણાવી દઈએ કે, થોડા ખાદ્ય પદાર્થ અને પીણાથી સ્વાભાવિક રીતે જ ફેફસાને ડીટોક્સ કરવામાં મદદ મળે છે. ફેફસા સાફ કરવાની આ ટેકનીક તે લોકોને પણ ઉપયોગી છે જેઓ સ્મોકિંગ કરે છે, એવા લોકો જે વાયુ પ્રદુષણના સંપર્કમાં રહે છે. આ સિવાય જેઓ અસ્થમા, સીઓપીડી અને સીસ્ટીક ફાઈબ્રોસીસથી પીડિત છે.

હળદર : હળદરના ઔષધીય ગુણ વિશે મોટાભાગના લોકો જાણતા હોય છે. તેથી જ હજારો વર્ષોથી હળદરનો ઉપયોગ ઔષધીય રૂપમાં થાય છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ રહેલા છે. આમ હળદર એક બાજુ ભોજનનો સ્વાદ વધારે છે તો બીજી બાજુ તે વિભિન્ન રોગોના ઈલાજ માટે પણ ઉપયોગી છે. હળદરમાં એવા તત્વો રહેલા છે જે ફેફસાને સાફ કરવામાં મદદ કરે છે.સફરજન : સફરજન એ એન્ટી-ઓક્સીડેન્ટ અને ફાઈટોકેમિકલ્સ જેવા કે કેટેચીન, ક્લોરોજેનિક એસીડ, અને ફ્લોરીડજીનનો સારો સ્ત્રોત છે. અસ્થમા, કેન્સર, સોજા, અને હૃદય રોગના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. નાસ્તામાં દરરોજ એક સફરજન ખાવાથી ફેફસા સ્વસ્થ રાખવામાં ઘણી મદદ મળે છે.

ગાજરનો રસ : ફેફસાને સ્વસ્થ રાખવા માટે અને સાફ કરવા માટે તમારે દરરોજ ગાજરનું જ્યુસ પીવું જોઈએ. તમને જણાવી દઈએ કે, ગાજરનો રસ બીટા કેરોટીનનો સારો એવો સ્ત્રોત છે. તેમાં વિટામિન એ રહેલ છે. જે સૌથી શક્તિશાળી એન્ટી ઓક્સીડેન્ટ છે. વિટામીન એ આંખની રોશની વધારે છે.પાલક : પાલક એ વિટામીન અને ખનિજોનો ભંડાર છે. પાલકમાં ફાઈટોકેમિકલ્સ હોય છે જે ઓક્સિડેટીવ ક્ષતિને રોકવા, સોજાને ઓછો કરવા અને કેન્સર સામે લડવામાં મદદ કરે છે. દરરોજ એક કપ પાલક ખાવાથી પ્રતિરક્ષાને વધારે છે અને તમારા ફેફસા પણ સ્વસ્થ રહે છે.

ગ્રીન ટી : ગ્રીન ટી એ એન્ટી ઓક્સીડેન્ટ છે જે હૃદયના સ્વાસ્થ્યને વધારે છે, વિભિન્ન કેન્સરથી બચાવે છે અને ફેફસામાંથી તરલ પદાર્થ કાઢવામાં મદદ કરે છે. આ સિવાય તેમ ફેફસામાં જામેલ કફને દુર કરવાની પણ ક્ષમતા રહેલી છે. તે કુદરતી એન્ટી માઈક્રોબાયલ હોય છે.લસણ : લસણમાં એલિસિન નામનું એક યોગિક હોય છે, જે એક શક્તિશાળી એન્ટી બાયોટીકના રૂપમાં કામ કરે છે, તે આપણા ફેફસામાં રહેલ શ્વસન સંક્રમણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. તે સોજાને ઓછો કરવા માટે, અસ્થમામાં સુધારો લાવવા માટે ફેફસાના કેન્સરને ઓછું કરવામાં મદદ કરે છે.

ક્રેનબેરીનો રસ : સૂતા પહેલા ફેફસામાં સંક્રમણના કારણે બેક્ટેરિયાથી લડવા માટે અનાનસ અથવા ક્રેનબેરીનો રસ 400 મિલીલીટર પીવો. આ પદાર્થમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ તમારા શ્વસન તંત્ર માટે ઉપયોગી છે. કારણ કે તે તમારા ફેફસાને સાફ કરે છે.આદુ : આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, એ શ્વસન માર્ગમાંથી વિષાક્ત પદાર્થોને દુર કરે છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, બીટા કેરોટીન, અને ઝીંક જેવા વિટામીન અને ખનીજ રહેલા છે. આદુ એ ફેફસામાંથી કેન્સર કોશિકાઓને મારવામાં મદદ કરે છે. તમે આદુને ચા ના રૂપમાં પણ સેવન કરી શકો છો.

નાસ લેવો : સ્ટીમ થેરાપી અથવા નાસ લેવો એક એવો ઉપાયો છે જેનાથી વાયુમાર્ગ ખોલવા અને ફેફસાના કફને કાઢવામાં મદદ કરે છે. શિયાળામાં તમારે નિયમિત રીતે નાસ લેવો જોઈએ. ઠંડીને કારણે વાયુમાર્ગમાં શ્વાસ નળી સુકાય જાય છે. રક્ત પ્રવાહ બાધિત થાય છે. નાસ લેવાથી તેમાં સુધાર આવે છે અને કફ છુટો પડે છે.ફુદીનો : ફુદીનો માત્ર શ્વાસને સારી કરવામાં મદદ કરે છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. જે તમારા પેટ, છાતી અને માથા માટે સારા છે. ફેફસામાં સંક્રમણને કારણે બેક્ટેરિયાથી લડવા માટે દરરોજ 3-5 ફુદીનાના પાન ચાવી શકો છો.

આમ ઉપર આપેલ ઉપાયો અજમાવીને ફેફસાને મજબુત બનાવી શકો છો, અને ફેફસાનો કફ પણ કાઢી શકો છો. હાલની સ્થિતિને જોતા ફેફસા મજબુત રાખવા ખુબ જરૂરી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment