લીવર શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. જે શરીરમાંથી વિષાક્ત પદાર્થોને દુર કરવાનું કામ કરે છે. આ સિવાય તે જરૂરી પ્રોટીન અને કોલેસ્ટ્રોલનું ઉત્પાદન કરવાનું કામ કરે છે, મિનરલ્સ, આયરન અને વિટામીન એ જમા કરે છે, જૂની લાલ કોશિકાઓને નષ્ટ કરે છે, શરાબ અને દવાઓને તોડીને ચયાપચય કરવાનું કામ પણ કરે છે.
જો તમારું લીવર ખરાબ થાય તો તેના લક્ષણોમાં તમને વારંવાર એલર્જી થાય છે, કુપોષણ, ભૂખમાં કમી આવે છે, અનિયમિત પાચન થાય છે, ત્વચાનું રંગ બદલાય જાય છે, એસિડ રિફ્લક્સ અને બેચેની થાય છે. આમ ખાવા પીવાની ખરાબ આદત જેવી કે જંક ફૂડસ ખાવું, તળેલા પદાર્થનું વધુ સેવન, સ્વીટ ખાદ્ય પદાર્થ ખાવા અને શરાબનું સેવન પણ લીવરને નુકસાન કરી શકે છે.જો તમે ખાનપાન અને કસરત પર ધ્યાન ન આપો તો તમારા લીવરમાં વિષાક્ત પદાર્થ જમા થવા લાગે છે, જેના કારણે તમરા શરીર પર તેની અસર જોવા મળે છે, અને ઘણા ગંભીર રોગો થઈ શકે છે. આથી જ લીવરની સફાઈ રાખવી ખુબ જરૂરી છે. અમે તમને લીવરને સાફ રાખવાના થોડા ઘરેલું ઉપચાર વિશે જણાવીશું. તો ચાલો જાણીએ લીવર સાફ કરવાની રીતે.
હળદર : હળદર એક એવો મસાલો છે જે ભોજનને સ્વાદ આપવાની સાથે રંગ પણ આપે છે અને લીવરની ગંદકી સાફ કરવામાં મદદ કરે છે. તે એન્જાઈમને વધારવાનું કામ કરે છે. જે શરીરથી વિષાક્ત પદાર્થ દૂર કરે છે. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી હળદર અને મરી નાખીને સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.ખાંડના સેવનથી બચવું જોઈએ : એક વાત યાદ રાખો કે તમારે વધુ પડતું ખાંડનું સેવન અથવા સ્વીટ વાનગીનું સેવન ન કરવું જોઈએ. આ સ્વીટ પદાર્થ શરીરમાં જરૂરી એન્જાઈમના ઉત્પાદન કરવાને રોકે છે અને શરીરમાં ગ્લુકોઝની માત્રા વધી જાય છે. તમારે દરરોજ 20-30 ગ્રામ ખાંડ થવા તેનાથી ઓછી ખાવી જોઈએ.
પ્રોસેસ્ડ ફૂડના સેવનથી બચો : પ્રોસેસ્ડ ફૂડ સિન્થેટીક સામગ્રી અને રસાયણથી યુક્ત હોય છે. જે તમારી સિસ્ટમને ખરાબ કરે છે. તેની અસર લીવર પર પણ પડે છે. પોતાની ડાયેટમાં બ્રેકફાસ્ટ સેરેલ્સ, જામેલા ખાદ્ય પદાર્થ અને બેકન જેવા પદાર્થો ખાવાથી બચવું જોઈએ.ગરમ પાણી : ગરમ પાણી લીવરને ડિટોક્સિફાઇ કરવામાં અને શરીરથી વિષાક્ત પદાર્થ ખતમ કરવા માટે કામ કરે છે. એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ ઉમેરીને પીવું જોઈએ. દરરોજ 10-12 ગ્લાસ પાણીનું સેવન કરો.
લીલા શાકભાજીનું સેવન : લીલા પાન વાળી શાકભાજી જેવી કે પાલક, કેળ, અરુગુલાં, સરસોનું શાક, કારેલા, અને કાંસનીમાં ક્લીજીંગ યોગિક હોય છે જે શરીરથી વિષાક્ત પદાર્થ સમાપ્ત કરીને પ્રાકૃતિક રૂપે લીવરની સફાઈ કરે છે.ગ્રીન ટી પીવો : ગ્રીન ટી પ્લાન્ટ બેસ્ડ એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. જે લીવરની ચરબીને ખતમ કરીને લીવરના કાર્યને સારું કરે છે. ફેટી લીવરના ખતરાને ઓછું કરવા માટે દરરોજ 2-3 કપ ગ્રીન ટીનું સેવન કરો.
લસણ : લસણમાં રહેલ સલ્ફર યોગિક લીવરને સક્રિય રાખે છે. જે શરીરથી વિષાક્ત પદાર્થ બહાર કાઢે છે. તેમાં એલિસિન અને સેલેનિયમ જેવા યોગિક પણ ઉચ્ચ માત્રામાં રહેલા છે. જે લીવરને વિષાક્ત પાદરથી રક્ષા કરે છે. સૂતા પહેલા દરરોજ લસણની બે કળીનું સેવન કરો.કોફીનું ઓછું સેવન : વિભિન્ન અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, ઓછા પ્રમાણમાં કોફીનું સેવન કરવાથી ફેટનું નિર્માણ ઓછું થાય છે અને લીવરની બીમારીનું જોખમ પણ ઓછું રહે છે. તમારે દરરોજ માત્ર 2 કપ કોફીનું સેવન કરવું જોઈએ અને તમારે દૂધ અને ખાંડ વગર પીવી જોઈએ.
આંબળાનું સેવન : લીવરના કામને મજબુત કરવા માટે આયુર્વેદમાં આંબળાનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે. તે શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર કાઢવામાં મદદ કરે છે. એક ચમચી સુકાયેલ આંબળાના પાવડરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ.કારેલાના રસનું સેવન : કારેલા એક કડવી શાકભાજી છે. પણ તે પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં વિપુલ પ્રમાણમાં વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ રહેલા છે. નિયમિત રીતે તેના સેવનથી લીવરની સફાઈ ખુબ જ સારી રીતે થઈ જાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી