ઉઠવા બેઠવા સમયે ગોઠણ માંથી કટક કટક જેવો અવાજ આવે છે, તો હોય છે ગોઠણમાં ગંભીર સમસ્યા… જાણો અવાજ બંધ કરવાના ઉપાય અને કારણો…

મિત્રો આજની ફાસ્ટ લાઈફ સ્ટાઈલ, ખોરાકમાં પોષક તત્વોની ઉણપ અને વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં ઘૂંટણના દુખાવા નો પણ સમાવેશ થાય છે.  આજના સમયમાં યુવાનોમાં પણ ઘૂંટણના દુખાવાના કિસ્સા સામે આવી રહ્યા છે.

ઘૂંટણના દુખાવાનો સામનો 25 થી 30 વર્ષના યુવાનોને ખૂબ વધારે કરવો પડે છે. વિશેષ રૂપે સીડીઓ ચડવા અને ઉતરવા દરમ્યાન, અક્કડ થઈને બેસવું, ઘૂંટણો ટેકવીને અને લાંબા અંતરની ગાડી ચલાવવા દરમિયાન. ઘૂંટણોમાં દુખાવાની સાથે ચાલતા કે બેસીને ઉભા થવા પર ઘૂંટણોમાં અવાજ આવવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. કેટલીક વાર લોકો ઘૂંટણોથી અવાજ આવવાની આ સમસ્યાને ખૂબ જ સામાન્ય સમજી બેસે છે. પરંતુ આ કોઈ ગંભીર સમસ્યાનું એક કારણ પણ હોઈ શકે છે. તો આ સમસ્યાનું ગંભીર કારણ કયું હોઈ શકે છે તે જાણવા માટે સંપૂર્ણ લેખ વાંચો.

શું કહે છે એક્સપર્ટ?:- એક્સપર્ટનું કહેવું છે કે ઘૂંટણોમાંથી આવતા અવાજની સમસ્યાને કોન્ડ્રેમલેશિયા પટેલા (chondromalacia of patella) કહેવામાં આવે છે. આ સ્થિતિમાં ઘૂંટણોની કેપ જેને નીકેપ કહેવામાં આવે છે, તેમાં અંદરની તરફના કાર્ટિલેજમાં મુલાયમપણું આવી જાય છે જેનાથી ઘૂંટણોમાં આગળની તરફ દુખાવો થાય છે.  કોન્ડ્રેમલેશિયા પટેલા માં નીકેપ જાંઘનું હાડકું જેને ફીમર કહેવામાં આવે છે તે ઉપર ચડી જાય છે અને ઘસાવા લાગે છે. જેના કારણે કોન્ડ્રેમલેશિયા પટેલા કે રનર્સ ની સમસ્યા થાય છે. કોન્ડ્રેમલેશિયા પટેલા ની સમસ્યા યુવાઓ અને એથ્લેટિક ખેલાડીઓમાં થવી ખૂબ જ સામાન્ય છે.કોન્ડ્રેમલેશિયા પટેલાના લક્ષણ:- ઘૂંટણો ની સામે કે સાઈડ વાળા ભાગમાં દુખાવો થવો. કેટલીક વાર દુખાવો એટલો વધી જાય છે કે જમીન પર બેસવા અને સીડીઓ ચડવામાં ખૂબ જ મુશ્કેલી લાગે છે. ઘૂંટણો હલાવવા પર અવાજ આવવો. ઘૂંટણ અને સાંધામાં સોજો આવવો. 

કોન્ડ્રેમલેશિયા પટેલાના કારણ:- માંસપેશીયો કમજોર થવી, પગને બહાર અને અંદરની તરફ વાળવા માટે જવાબદાર માસ પેશીઓમાં અસંતુલન. દોડવા, કૂદવાના કારણે ઘૂટણો ના સાંધામાં ખેંચાણ થવું. નિકેપ માં ઝટકોની કેપ માં વાગવાના કારણે આ તેની જગ્યાએથી ખસી શકે છે જેના કારણે પણ કોન્ડ્રેમલેશિયા પટેલા ની સમસ્યાનો સામનો કરવો પડે છે.

મુવમેન્ટ ન થવું, હોઈ શકે મોટું કારણ:- યુવાનોમાં શારીરિક ગતિવિધિઓની કમીના કારણે અને લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવાના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાથી બચવા માટે જરૂરી છે કે તમે દરરોજ ઘૂંટણ થી જોડાયેલી એક્સરસાઇઝ કરો, વિશેષ રૂપે સ્ટ્રેચિંગ. એક્સપર્ટનું કહેવું છે કે લગભગ એવા યુવાનોમાં પણ ઘૂંટણોમાં દુખાવા નો સામનો કરવો પડે છે જે અચાનકથી વર્કઆઉટ કરવાનું શરૂ કરી દે છે. અચાનકથી વર્ક આઉટ શરૂ કરવાની સ્થિતિમાં તમારા મસલ્સ પૂરી રીતે તૈયાર નથી હોતા. મસલ્સમાં લચીલાપણું ન હોવાના કારણે અચાનક વર્ક આઉટ શરૂ કરી દેવાથી ઘૂંટણોમાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. એક્સપર્ટ નું કહેવું છે કે ઘૂંટણ શરીરનો સૌથી મુખ્ય ભાગ હોય છે. આ આપણા આખા શરીરનો ભાર ઉઠાવવાનું કામ કરે છે. 

શું છે આ સમસ્યાનો ઈલાજ:- સામાન્ય રીતે કોન્ડ્રેમલેશિયા પટેલાનો સામનો ઘૂંટણમાં વાગેલા કોઈ જુના ઘાવ કે કાર્ટિલેજ માં કમજોરી ના કારણે કરવો પડે છે. તેના માટે ડોક્ટરને બતાવવું ખૂબ જ જરૂરી છે. કેટલાક દર્દીઓને તેના માટે એક્સ-રે અને એમઆરઆઈ સ્કેન (MRI Scan) ની જરૂર પણ પડે છે. આ સમસ્યાને સાધારણ ઈલાજ અને એક્સરસાઇઝ દ્વારા ઠીક કરી શકાય છે. જો કોઈ વ્યક્તિને દુખાવાનો સામનો વધારે કરવો પડતો હોય તો તેના માટે  ઘુટણ ની રિપ્લેસમેન્ટ સર્જરી પણ કરી શકાય છે. જોકે આવું ખૂબ જ ઓછા કિસ્સામાં થતું હોય છે. મોટા ભાગની સ્થિતિ માં દવાઓ અને એક્સરસાઇઝ દ્વારા આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

આટલી વાતોનું રાખો ધ્યાન:-

1) ભાર ઉચકવા થી બચો:– જો તમને તમારા ઘુટણમાં દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો જરૂરી છે કે તમે વધુ પ્રમાણમાં ભાર ઉચકવાથી બચો. તેનાથી ઘૂંટણના સાંધામાં સ્ટ્રેચ થઈ શકે છે.2) વિટામીન ડી લો:- વિટામીન ડી હાડકા માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. સૂરજનો પ્રકાશ વિટામિન ડી નો સૌથી સારો સોર્સ છે. એવામાં દરરોજ 30 મિનિટ તાપમાં જરૂર બેસો.

3) હેલ્દી ડાયટ લો:- એ જરૂરી છે કે તમે તમારા ડાયટમાં ફળ, શાકભાજી, ડ્રાયફ્રુટ્સ વગેરે વસ્તુઓને શામેલ કરો. ડ્રાયફ્રુટ્સ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment