આ રાજ્યમાં 3 અવનવા પ્રકારે થાય છે વીજળીની ચોરી, 2000 ની જગ્યાએ આવે ફક્ત 500 રૂપિયાનું બિલ…જાણો માસ્ટર માઈન્ડનો કેવી રીતે થયો પર્દાફાશ…

11 ડિસેમ્બર 2022 યુપી ના STFની ટીમે આશિયાના વિસ્તારમાં એક ઘરમાં દરોડો પાડ્યો હતો. બીજા માળે પહોંચ્યા પછી, ટીમને એક ઘણું મોટુ મીટર લેબ મળી જ્યાં 578 ઇલેક્ટ્રિક ડિજિટલ મીટર, 200 થી વધુ સિરીંજ, 539 ચિપ્સ અને 65 રિમોટ મળી આવ્યા. વળી,અહીં સ્માર્ટ મીટરને શાર્પ રીતે ચીપ લગાવીને રિમોટ સાથે જોડવાનું કામ કરવામાં આવ્યું હતું.

દરોડામાં  STF એ રમણ,અર્જુન,સતીશ, અલી, સોનુ નામના આરોપીઓને ગિરફતાર કર્યા. પરંતુ તે લેબનો માલિક અને ગેંગ નો માસ્ટર માઈન્ડ પવન પાલ હજુ પણ ફરાર છે શોધખોળ ચાલુ છે. વીજળી ચોરી નો આ કોઈ પહેલો કિસ્સો નથી. UPERC ના પ્રમાણે પાછલા પાંચ વર્ષોમાં વીજળી ચોરીના 3,30,000 થી વધારે કિસ્સા સામે આવ્યા છે પરંતુ આ તાજેતરનો કિસ્સો હેરાન કરવા વાળો છે.

ડિજિટલ મીટર માંથી વીજળી ચોળી કેવી રીતે થાય છે? કેવી રીતો છે આ પ્રશ્નોના જવાબ જાણવા માટે અમે STF ના પ્રભારી SSP વિશાલ વિક્રમસિંહ અને મધ્યાંચલ વિદ્યુત વિતરણ નિગમના નિર્દેશક યોગેશજી સાથે વાત કરી. આવો આ એક એક કરીને દરેક પ્રશ્નોના જવાબ પર નજર કરીએ. ફરાર આરોપી પવન પાલ ના ઘરે સેકન્ડ ફ્લોર પર આ લેબ બનેલી હતી. પવનનું નેટવર્ક પૂર્વ યુપી થી મધ્ય યુપી સુધી ફેલાયેલું છે.લેબમાં કરવામાં આવતું હતું ડિજિટલ મીટર નું ઓપરેશન:- STF ના પ્રભારી SSP વિશાલ વિક્રમસિંહે જણાવ્યું કે, “ગેંગના સદસ્યો વિદ્યુત ઉપકેન્દ્રોની બહાર  પોતાના ગ્રાહકોને શોધતા હતા. જે ગ્રાહક પોતાના ઘરમાં નવું મીટર લગાવવા ઇચ્છતું હોય તેઓ ઓછા વીજળી બિલ ની લાલચ આપીને પોતાની વાતોમાં ફસાવી લે છે. તેમનો સંપર્ક શહેરના અનેક ઈલેક્ટ્રિશિયનો સાથે પણ હતો જે તેમને ગ્રાહક અપાવતા હતા. ગ્રાહક અપાવવા અને મીટરને છેડછાળમાં વિદ્યુત વિભાગના કર્મચારીઓના નામ પર પણ તપાસ ચાલી રહી છે.”

ગ્રાહક મળતા જ આ ગેંગ તેમના ઘરો ત્યાં સુધી કે ફેક્ટરીઓ સુધીના મીટર કાઢીને લેબમાં લાવે છે. પૂછપરછ માં ગેંગના મેમ્બર્સે જણાવ્યું કે, ” મીટરની છેડછાડ કરતાં પહેલાં અમે તેમાં સિરીંજ થી એસિડ નાખીએ છીએ. તેનાથી તેની બોડી સરળતાથી ખુલી જાય છે. કોઈપણ પ્રકારની છેડછાળ સમજમાં આવતી નતી.” સૌ પ્રથમ ડિજિટલ મીટર થી વીજળી ચોરીની ત્રણ ખાસ રીતો જાણો..1) રિમોટ થી બંધ અને ચાલુ થઈ જાય છે મીટર:- તેના માટે મીટરમાં ટર્મિનલ પ્લેટ ને એટલી સફાઈથી ખોલવામાં આવે છે કે બહારથી કરવામાં આવેલી છેડછાડ  દેખાતી નથી. મીટર ની અંદર એ જ કંપનીની ચીપ ફીટ કરીને પાછું તેવી જ રીતે પેક કરી દેવામાં આવે છે. આ ચીપ દ્વારા મીટરમાં કરંટ નો પ્રવાહ રિમોટથી કંટ્રોલ કરી શકાય છે. ફીટ કરવાનું કામ લેબમાં કરવામાં આવે છે. ચીપ લાગ્યા બાદ વપરાશકર્તા જ્યારે ઈચ્છે ત્યારે મીટરને રિમોટથી બંધ ચાલુ કરી શકે છે .

2) મીટરની સ્પીડને ઘટાડી દેવામાં આવે છે:- અત્યાર સુધી મીટરની બહારથી જ કરંટ બાયપાસ કરવાના કિસ્સા સામે આવતા હતા. પરંતુ આ ગેંગ મીટરની અંદરથી જ કરંટ ને બાયપાસ કરી દે છે. આમાં ટર્મિનલ પ્લેટ ખોલીને મીટરમાં જતા ઇનકમિંગ કરંટ, ન્યુટ્રલ અને આઉટગોઇંગ કરંટ ન્યુટ્રલ વાયર ની વચ્ચે એક નાનો તાર લગાવી દે છે. આ તાર દ્વારા કરંટ બાયપાસ થવા લાગે છે. બહારથી જોવાથી કઈ સમજ નથી આવતું. મીટરને નિયંત્રિત કરતા લોકો કંઈક આ પ્રકારના રિમોટ નો ઉપયોગ કરે છે.

3) મીટરનું રીડિંગ જ ગાયબ કરી દેવામાં આવે છે:- વીજળી ચોરીની આ રીત નવી છે પરંતુ આ ગેંગ તેને નવી રીતે કરતી હતી. આમાં મીટરને ખોલીને એક ખાસ મશીનથી પ્રોસેસરની ફ્રિક્વન્સી ને એટલી વધારવામાં આવતી હતી કે તે કામ કરવાનું બંધ કરી દે છે. આ પ્રોસેસથી તેની મેમરીમાં સ્ટોર રીડિંગ હંમેશા માટે ગાયબ થઈ જાય છે. ત્યારબાદ તે મીટરમાં તે જ કંપનીની ઓછી રીડિંગ વાળી ચીપ માં ફીટ કરી દેવામાં આવે છે. આ તમામ કામ ખૂબ જ સફાઈ પૂર્વક કરવામાં આવે છે.4,000 નું બિલ આવે છે 1500 થી 1800 રૂપિયા:- આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે અમે ગ્રાહકો થી સારા એવા પૈસા લઈને સ્માર્ટ મીટરને 50% થી 60% સુધી સ્લો કરી દેતા હતા. ગ્રાહક એક મહિનામાં ચારથી પાંચ હજારનું વીજળી બિલ ચલાવે છે પરંતુ તેનું બિલ 1500 થી 1800 રૂપિયાની વચ્ચે આવે છે. STF ના પ્રમાણે લખનઉના ઠાકોરગંજ વિસ્તારમાં 28,000 થી વધારે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. તેમાંથી લગભગ 15000 મીટરમાં છેડછાડ કરવામાં આવી છે. પવનલાલનો મનસૂબો આ બધા મીટરની  રીડિંગ સ્પીડ સ્લો કરીને તેને ઘરમાં ઇન્સ્ટોલ કરવાની તૈયારીમાં હતો.

600 યુનિટના બિલને સેટિંગ કરીને 150 કરી દે છે:- આમાં ગ્રાહક મીટર રીડિંગ નોટ કરવા વાળા થી સેટિંગ કરે છે. દર મહિને તેનાથી મીટરની રીડિંગ ઓછી લખવા માટે કહે છે જેમકે મીટરની રીડિંગ 600 હોય તો તેને 100 કે 150 લખવા માટે કહે છે તેના બદલામાં મીટર રીડરને લાંચ પણ આપવામાં આવે છે. એક વિસ્તારમાં પ્રાઇવેટ કંપનીનું મીટર રીડર ત્રણ થી છ મહિના ડ્યુટી કરે છે. જ્યારે તે રીડર જતું રહેશે તો એક દિવસે મીટરની સાચી રીડિંગ તો પકડાઈ જ જશે.

આવી સ્થિતિમાં રીડર ગ્રાહકની સાથે મળીને મીટરને ખરાબ કે બળેલું હોવાનું જણાવીને તેને વીજળી વિભાગમાં જમા કરાવી દે છે. આ રીતે ખરાબ મીટરની સાથે સાચી રીડિંગ પણ દબાઈ જાય છે. આ પ્રકારના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. પરંતુ પહેલો કિસ્સો ગાજીયાબાદના 16 ડિવિઝન માંથી સામે આવ્યો છે. કિસ્સો સામે આવવા પર ઊંડાણપૂર્વક તપાસ થઈ તો 14 લાખથી વધારે રીડિંગમાં હીરફેરના કિસ્સા સામે આવ્યા. યુપીમાં દર વર્ષે 5000 કરોડની વીજળીની ચોરી થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment