સામાન્ય લાગતો કાથો શરીર માટે છે આટલો ઉપયોગી, આ રીતે કરશો ઉપયોગ તો મટી જશે ઘણી બધી બીમારીઓ…

જો તમે પાન ખાવાના શોખીન છો તો તમે કદાચ કાથા વગરનું પાન નહિ ખાતા હો, કરના કે કાથા વગરનું પાન ક્યારેય પણ તમને સ્વાદ નથી આપતું. પરંતુ શું તમે ક્યારેય પાનમાં નખાતા કાથાના ફાયદા વિશે સાંભળ્યું છે ? જો ન સાંભળ્યું હોય તો આ લેખને અંત સુધી જરૂર વાંચો. અમે તમને પાનમાં ઉપયોગમાં લેવાતા કાથા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એકદમ સાચું છે કે, પાનમાં ઉપયોગમાં લેવાતો કાથો ઘણા ઔષધીય ગુણોથી ભરપુર છે. તેના નિયમિત સેવનથી ઘણા બીમારીઓ દુર કરી શકાય છે. ચાલો તો કાથા ખાવાના ક્યાં ક્યાં ફાયદાઓ છે તે વિશે જાણી લઈએ.

દાંતની બીમારી : કાથાના નિયમિત સેવનથી તમે દાંતને લગતી કોઈ પણ બીમારી દુર કરી શકો છો. આ માટે તમે કાથાને મંજનમાં મિક્સ કરીને દાંત અને પેઢાને સાફ કરવાથી દાંતના લગભગ બધા દર્દ સરળતાથી દુર થઈ જાય છે. તેનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો કે તેનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ, અડધીથી એક ચપટી જ મંજનમાં મિક્સ કરીને ઉપયોગ કરવો જોઈએ.

મોઢાના ચાંદા : તમે ઘણી વખત સાંભળ્યું હશે કે, જો કોઈ વ્યક્તિ મોઢાના ચાંદાથી પરેશાન છે તો ઘણા લોકો પાન ખાવાની સલાહ આપે છે. વાસ્તવમાં તેની પાછળનું કારણ એ છે કે, પાનના સેવનથી પાનમાં રહેલ કાથાની મદદથી ચાંદા દુર થઈ જાય છે. આમ કાથા વાળું પાન એકથી બે વખત ખાવાથી મોઢાના ચાંદા સરળતાથી દુર થઈ જાય છે.

ખાટા ઓડકાર :

આમ તમે જાણી ગયા હશો કે કાથો કેટલો ફાયદાકારક છે. જો તમને હંમેશા ખાટા ઓડકાર આવે છે તો આ ઓડકાર દુર કરવા માટે તમે કાથાનો ઉપયોગ કરી શકો છો. આ માટે સવાર સાંજ એકથી બે ચમચી પાણીમાં કાથાનો પાવડર મિક્સ કરીને સેવન કરો. તેનાથી ખાટા ઓડકાર આવવાની પરેશાની દુર થઈ જશે.

ગળાની ખરેડી : બદલાતા મૌસમમાં જો તમે  ગળાની ખરેડીથી હંમેશા પરેશાન રહો છો તો તેને દુર કરવા માટે કાથાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે કાથાના પાવડરને ગરમ પાણીમાં મિક્સ કરીને અથવા તો કાથાનો પાવડર ચૂસવાથી ગળાની ખરેડી દુર કરી શકાય છે. ઘણા લોકો તેને શરદી તાવ માટે પણ અસરકારક દવા માને છે.

કેવી રીતે બને છે કાથો ? :

કાથો ખૈરના વૃક્ષની લાકડીથી નીકળે છે. આ એક ઔષધીય વૃક્ષ છે. કહેવામાં આવે છે કે, આયુર્વેદમાં વિભિન્ન પ્રકારની દવાઓ બનાવવામાં કાથાનો ઉપયોગ કરવામાં આવે છે. ખૈરની લાકડીથી નીકળતો રસ ઘાટો કરીને તેમાંથી તેને બનાવવામાં આવે છે. અને પાનમાં લગાવવા સિવાય પેઢાના સોજા, દુઃખાવો અને મોઢાના ચાંદાની સમસ્યા દુર કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.આમ તમે કાથાના ઉપયોગથી પેઢા, દાંત અને ચાંદાની તકલીફ દુર કરીને આ સમસ્યાથી હંમેશ માટે છુટકારો મેળવી શકો છો. આમ કાથા વાળું પાન ખાવું એક દવાના રૂપમાં ખુબ જ સારું છે. જે તમને મોઢાની અને દાંતની તકલીફથી છુટકારો અપાવે છે. આમ તમે પોતાના દાંતની તંદુરસ્તી માટે કાથાનો ઉપયોગ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment