મિત્રો શિયાળામાં ઠંડી લાગવી એ સામાન્ય બાબત છે. પરંતુ શું તમને બીજા બધાની તુલનાએ વધારે જ ઠંડી લાગે છે? જો તમારી પર એક પર એક ગરમ કપડા નાખ્યા બાદ પણ ઠંડીથી થીજાઈ જાઓ છો, આ બોડીમાં આયર્નની કમીનો સંકેત હોઈ શકે છે. તેને યોગ્ય સમયે ઓળખીને ઉપાય કરવાથી તમે તેનાથી થતી લોહીની કમી જેવી બીમારીઓની ઝપટમાં આવતા બચી શકો છો.
ફૂડ એક્સપર્ટ અને ન્યુટ્રિશિયનિસ્ટ જણાવે છે કે ઠંડીના દિવસોમાં આયર્ન ની કમીને પૂરી કરવાનો સૌથી સારો અને અસરકારક ઉપાય છે બાજરીનું સેવન. તેઓ જણાવે છે કે બાજરી શિયાળાનું અનાજ છે જેને નિયમિત રૂપે તમારા આહારમાં સામેલ કરી શકાય છે. આ અનાજ એક સુપર ફૂડ છે જે તમારાં હૃદય, મેટાબોલીઝ્મ, પાચન અને સંપૂર્ણ સ્વાસ્થ્યને હેલ્દી રાખે છે. ઠંડીમાં આ સુપર ફુડથી જાળવી રાખો આયર્નનું લેવલ.આયર્ન ની કમી ના લક્ષણ : આયર્ન ની કમી થી બોડીમાં રેડ સેલ્સ બનવાના ઓછા થઈ જાય છે જેનાથી એનીમિયાનું જોખમ રહે છે તેથી વધારે ઠંડી નો અહેસાસ થવા લાગે છે. તેના સિવાય પણ અનેક લક્ષણો હોય છે જેની પર ધ્યાન આપવું જરૂરી છે જેમ કે….વધુ થાક, કમજોરી, ત્વચા માં પીળાશ, છાતી માં દુખાવો , ખૂબ જ ઝડપી હૃદયના ધબકારા, કે શ્વાસ લેવામાં તકલીફ, માથામાં નો દુખાવો ચક્કર આવવા, ઠંડા હાથ અને પગ, જીભમાં સોજો, ખરાશ, નાજુક નખ વગેરે.
1) આયર્નની કમીને દૂર કરે છે બાજરી:- એક્સપર્ટ જણાવે છે કે બાજરી એક ગરમ પ્રકૃતિનું અનાજ છે. જેમાં સૌથી વધારે પ્રમાણમાં આયર્ન હાજર હોય છે. તેવામાં આનુ નિયમિત સેવન કરવાથી તમે ઠંડીના દિવસમાં આયર્નની કમીથી બચી શકો છો. તેના સિવાય આ અનાજમાં ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ પણ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. બાજરીનો રોટલો આના ઉપયોગ માટે ની સૌથી સારી રીત છે. આને તમે ઘી ગોળ કે અથાણા સાથે પણ ખાઈ શકો છો.2) બાજરી છે વેટ લોસમાં ફાયદાકારક:- જો તમે વેટ લોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હો તો બાજરીના રોટલાને ડાયટમાં સામેલ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. બાજરી કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ થી બનેલી હોય છે, જે ધીરે ધીરે શરીર દ્વારા અવશોષિત થાય છે. એવામાં તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું હોવાનો અહેસાસ થાય છે, અને વધુ ખાવાથી બચી જાઓ છો. જેથી કરીને સ્થૂળતા ને સારી રીતે નિયંત્રિત કરી શકાય છે.
3) ડાયાબિટીસ નિયંત્રિત કરે:- મિત્રો બાજરી ડાયાબિટીસના દર્દીઓ માટે એક સારું અનાજ છે. આમાં હાજર ફાઇબર અને મેગ્નેશિયમ અચાનક સુગર લેવલને વધતા રોકે છે. સાથે જ ડાયાબિટીસના જોખમને દૂર કરે છે.4) બાજરી આંતરડાને સ્વસ્થ કરે:- બાજરીમાં હાજર અદ્રવ્યશીલ ફાઇબર સામગ્રી એક પ્રીબાયોટિક ના રૂપમાં કાર્ય કરે છે. અદ્રવ્યશીલ ફાઇબર મળ ત્યાગ કરવામાં પણ સુધારો કરે છે, કબજિયાત જેવી પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. સાથે જ આંતરડાને ડિટોક્ષ કરવાનું કામ પણ કરે છે.
5) હૃદયને રાખે સ્વસ્થ:- બાજરી ઓમેગા 3 ચરબી, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાયબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. જેનાથી જીવલેણ હૃદય રોગ જેવા કે હાર્ટ એટેક કે સ્ટ્રોક આવવાનું જોખમ ઓછું રહે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી