મિત્રો જયારે આપણા પેટમાં કબજિયાત ની તકલીફ રહે છે અને આપણે તેનો કોઈ ઈલાજ નથી કરતા તો ધીરે ધીરે તે કબજિયાત બવાસીર કે પાઈલ્સનું રૂપ લે છે. જે તમને મુશ્કેલી ઉભી કરી શકે છે. આથી જયારે પણ તમારે પાઈલ્સની તકલીફ વધે ત્યારે તમારે અમુક વસ્તુઓનું સેવન કરવામાં ખુબ જ ધ્યાન રાખવું પડે છે. આપણે આ લેખમાં પાઈલ્સની તકલીફમાં શું ખાવું જોઈએ તેની વિસ્તારથી માહિતી મેળવીશું.
બવાસીર કે પાઇલ્સ એક ગંભીર સમસ્યા છે. આ સમસ્યામાં ખાણીપીણી અને જીવનશૈલીનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. બવાસીરની સમસ્યામાં ખોટી વસ્તુઓ ખાવાથી દર્દીની સમસ્યાઓ વધી જાય છે અને તેના કારણે બ્લીડિંગ, દુખાવો વગેરે વધી જાય છે. ઘણી વખત બવાસીર કે પાઇલ્સની સમસ્યાથી જજૂમી રહેલા દર્દીઓ અમુક એવી વસ્તુઓનું સેવન જેના કારણે દુખાવો અને બ્લીડિંગ ખૂબ જ વધી જાય છે. બવાસીરની સમસ્યામાં વધારે લાંબા સમયે પચતી અને ખૂબ વધારે ફાઈબર વાળી શાકભાજીનું સેવન કરવું નુકસાનદાયક ગણવામાં આવે છે. આવો આ લેખમાં વિસ્તારથી જાણીએ કે પાઇલ્સમાં કઈ સબ્જીનું સેવન ન કરવું જોઈએ. બવાસીરમાં કઈ સબ્જી ન ખાવી જોઈએ?:- બવાસીરની સમસ્યામાં ઓછું મસાલેદાર ભોજન અને જલ્દી પચતી વસ્તુઓનું સેવન કરવું ફાયદાકારક ગણવામાં આવે છે. આ સમસ્યામાં ગરિષ્ઠ ભોજન કરવાથી દર્દીની સમસ્યાઓ ખૂબ વધી જાય છે. આરોગ્ય હેલ્થ સેન્ટરના આયુર્વેદિક ડોક્ટર મુજબ, બવાસીરમાં આ સબજીઓનું સેવન કરવાથી બચવું જોઈએ.
1) મરચું:- મરચાનું સેવન બવાસીરની સમસ્યામાં ખૂબ જ નુકસાનદાયક ગણવામાં આવે છે. મરચું ખાવાથી બવાસીરમાં દર્દીને દુખાવો અને બળતરાની સમસ્યા થઈ શકે છે. તે સિવાય ખૂબ વધારે મરચું ખાવાથી તમને મળ ત્યાગ કરવામાં સમસ્યા થશે.2) બીન્સ:- બવાસીરની સમસ્યામાં બીન્સના સેવનથી પણ બચવું જોઈએ. બીન્સ પચવામાં વધારે સમય લે છે અને તેના કારણે તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
3) જેકફ્રુટની સબ્જી:- જેકફ્રુટની સબ્જી ખાવાથી પણ બવાસીરની સમસ્યામાં દર્દીની સમસ્યા વધી શકે છે. જેકફ્રુટ પણ પચવામાં વધારે સમય લે છે. અને તેના કારણે પણ દર્દીની સમસ્યા વધી શકે છે.
4) મશરૂમ:- બવાસીરની સમસ્યામાં અમુક લોકોને મશરૂમ ખાવાથી એલર્જી થઈ શકે છે. તેના કારણે અમુક લોકોને એલર્જી અને અપચાની સમસ્યા થઈ શકે છે.5) ફુલાવરનું સેવન:- ફુલાવર પણ બવાસીરના દર્દીઓ માટે નુકસાનદાયક થઈ શકે છે. વાસ્તવમાં ફુલાવરમાં રહેલ અમુક તત્વો ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલથી જોડાયેલી સમસ્યાનું કારણ બની શકે છે. તેના કારણે સોજા અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
બવાસીરની બીમારીમાં દર્દીએ જલ્દી પચે તેવા અને ઓછા મસાલાવાળા ભોજનનું સેવન કરવું જોઈએ. આ સમસ્યામાં અસંતુલિત જીવનશૈલી અને અનહેલથી ફૂડ્સનું સેવન ખૂબ જ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. માટે આ વસ્તુઓના સેવનથી બચવું જોઈએ. આમ અમુક વસ્તુઓનું સેવન બવાસીરની તકલીફ વધારી શકે છે. આથી તેનું સેવન કરવાથી બચવું જોઈએ. જેથી પાઈલ્સનો જલ્દી ઈલાજ થઇ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી