લોકડાઉનમા પિતાએ દીકરીના અભ્યાસના પૈસાથી કરી ગરીબોની મદદ, મોદીએ પણ કર્યા વખાણ અને ખર્ચ સરકાર ઉઠાવશે.

મિત્રો, કોરોના સામે લડવા માટે PM મોદીએ જ્યારે પ્રથમ લોકડાઉનની વાત કહી હતી, ત્યારે તેમણે કહ્યું કે, જે કોઈ પણ આ મુશ્કેલીના સમયે પોતાનું યોગદાન આપવા માંગે છે, તેઓ આગળ આવે. તેમણે કહ્યું હતું કે, ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ તમે યોગદાન આપી શકો છો. ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ટીમ્સ, સેવાભાવી દળોએ પોતાનું અમૂલ્ય યોગદાન આપીને ભારતના કરોડો લોકોની મદદ કરી છે. કોઈ પણ માણસ ભૂખ્યો ન રહે તેની કાળજી દરેક લોકો દ્વારા રાખવામાં આવી છે.

આ અમૂલ્ય સાહસમાં PM મોદીજીને ઘણી અને અદ્દભુત સફળતા મળી છે. પરિણામે આ જાહેરાત થતા જ અનેક સંસ્થાઓ તેમજ વ્યક્તિગત રૂપે પણ લોકો પોતાનું યોગદાન આપવા લાગ્યા અને અનેક ગરીબ મજદુરોના કિસ્સાઓ પણ સામે આવ્યા. જેમાં ગરીબ લોકોએ પણ પોતાનું પાંખડી રૂપે પણ યોગદાન આપ્યું છે. આવા સમયે તમિલનાડુની એક દીકરીએ પોતાના અભ્યાસ માટે બચાવેલા પૈસા આ મહામારીના સમયે લોકોની મદદ રૂપે આપી દીધા છે.

તમિલનાડુના મુખ્યમંત્રી એ શનિવારે એટલે કે 6 june એવી ઘોષણા કરી છે કે, કોવિડ-19 જેવી મહામારીના સમયે રાહત કાર્યમાં પોતાનું યોગદાન આપીને લોકોની મદદ કરી છે, તેથી તામીલનાડુ સરકાર આ દીકરીના હાયર અભ્યાસનો ખર્ચ ઉપાડશે. વાસ્તવમાં એવું હતું કે મદુરેના સુલુંનના માલિકની દીકરીનો હાયર (ઉચ્ચ) અભ્યાસ માટે થનાર જે ખર્ચ છે, તેને સરાકર વહન કરશે. જેમાં આ દીકરીએ પોતાની બચતના પૈસા કોવીડ-19 માં જરૂરતમંદ લોકો માટે વપરાયા હતા. તેમજ આ દીકરીની પ્રશંસા ખુદ મોદીજીએ કરી હતી.

તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી એ જણાવ્યું હતું કે, “મદુરેના રહેવાસી સુલુંનના માલિક મોહનની દીકરીએ પોતાના ઉચ્ચ અભ્યાસ માટે ભેગા કર્યા હતા. પરંતુ લોકડાઉન દરમિયાન ગરીબ લોકોની મદદ માટે શાકભાજી અને કરીયાણાનો સામાન વિતરણ કરવામાંમાં વાપરી નાખ્યા હતા. જ્યારે મુખ્યમંત્રીએ તેની આ ભાવનાની પ્રશંસા કરી છે.

આ દીકરીનું નામ નેત્રા છે, તેની ઉંમર 13 વર્ષ છે. જ્યારે પલાનીસ્વામીએ એમ કહ્યું કે, ‘તમિલનાડુ સરકાર નેત્રાના ઉચ્ચ અભ્યાસ માટેનો ખર્ચ ઉપાડશે.’ તેમણે જણાવ્યું કે, સુલુંન માલિક મોહનએ જે નિઃસ્વાર્થ ભાવે આ મહામારીના સમયે સેવા આપી તેના માટેનું આ સમ્માન છે. તેમજ તેમણે 13 વર્ષની આ દીકરીનું પણ સમ્માન કર્યું છે. જેણે પોતાના પિતાને પોતાના અભ્યાસ માટે બચત કરેલા પૈસા ગરીબોની મદદ કરવા વાપરવા માટે રાજી કરી લીધા.

PM મોદીજીએ 31 મે ના રોજ પોતાની ‘મન કી બાત’ માં વાત કહી, તે અનુસાર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘એવા સેંકડો લોકો છે જેઓ બીજાની સેવા કરવા માટે પોતાનું સર્વ ન્યોછાવર કરવા માટે તૈયાર હોય છે. આવા લોકોમાં એક ભદ્ર વ્યક્તિ તમિલનાડુના કેસી મોહન છે.’ આ ઉપરાંત મોદીજી એવું પણ કહ્યું કે, ‘મોહનજી મદુરેમાં સુલુંન ચલાવે છે. તેણે ખુબ જ મહેનત કરીને પોતાની દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે 5 લાખ રૂપિયા જમા કર્યા હતા. પરંતુ આ બધા જ રૂપિયા તેમણે આ મહામારીના સમયે જરૂરતમંદ લોકો અને ગરીબોમાં વાપરી નાખી.’

આમ નરેન્દ્ર ,મોદીજીએ પોતાની “મન કી બાત” માં આ દીકરીનો ઉલ્લેખ કરીને તેને અભિનંદન આપ્યા છે. જ્યારે તમિલનાડુ સરકારે આ દીકરીનો ઉચ્ચ અભ્યાસ માટેનો તમામ ખર્ચ ઉપાડ્યો છે.

Leave a Comment