મિત્રો, ઉનાળો હવે પૂરો થયો અને ચોમાસાનું આગમન થયું છે છે અને મેઘરાજાએ પણ પોતાની પધરામણી કરી છે. ધીમે ધીમે ચોમાસું સમગ્ર ગુજરાતમાં પથરાય રહ્યું છે અને મિત્રો ચોમાસું આવે એટલે સ્વાભાવિક છે કે હવે કેરીની મોસમ પણ પૂરી થવા લાગી છે. પરંતુ તમે એવું ઈચ્છતા હો કે, જો કેરી બારેમાસ ખાવા મળે તો ? એવો વિચાર આવે એ સંભવ છે. તો અમે તમને જણાવી દઈએ કે પાકી કેરીને તમે આખું વર્ષ પણ સાચવી શકો છો અને તેના સ્વાદમાં જરા પણ ફેર પડતો નથી, તેમજ તમે તાજી કેરી ખાતા હો, તેવું જ લાગે છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે આખું વર્ષ પાકી કેરીની મજા લઈ શકીએ.
આપણે પાકી કેરીને ફ્રિઝમાં સ્ટોર કરતા હોઈએ છીએ. પરંતુ તે ઘણી વાર બગડી જતી હોય છે. પરંતુ આ લેખમાં એક વાર તેની સાચી પદ્ધતિ જાણી લીધા બાદ તમે કેરીને એકદમ તાજી રાખી શકશો.
પાકી કેરીને સ્ટોર કરવા માટે તમારે હંમેશા કાચી કેરી લેવી અને પછી આ કાચી કેરીને ઘરે જ પકાવવી જોઈએ. આ સિવાય જો તમે પાકી કેરીને સ્ટોર કરવા માંગતા હો, તો પહેલો વરસાદ થાય તે પહેલા જ સ્ટોર કરી લેવી જોઈએ. તો મિત્રો જો તમે પાકી કેરી સ્ટોર કરવા માંગો છો તો તેની બે સરળ રીતે વિશે આપણે વાત કરીશું.
સૌ પ્રથમ તો તમે કાચી કેરી લઇ તેને ઘરે પકવી લો. આ કેરી પાકી ગયા પછી તેની છાલ ફોલી કાઢો, યાદ રાખો કે તમારે પાકેલી કડક કેરી લેવી. છાલ કાઢી નાખ્યા બાદ તેના નાના ટુકડા કરી તેને સમારી લો. તમારે કેરી સમારતી વખતે ગોટલાને ઘસીને ન સમારો, પણ ઉપરથી જ સમારી લો. જ્યારે ગોટલી પર રહેલ કેરીના ગર્ભનો પણ આપણે ઉપયોગ કરી લેશું.
બધી કેરી સમારી નાખ્યા બાદ તેમાંથી થોડા ટુકડા એક અલગ વાસણમાં કાઢી લો, અને હવે તેમાં ગોટલા પર રહેલ કેરીને સમારી લો. આ મિશ્રણનો ઉપયોગ આપણે રસ કરવામાં કરીશું અને આ રસને પણ આપણે સ્ટોર કરીશું. હવે આ મિશ્રણને બ્લેન્ડરમાં કે મીક્ષ્યરમાં ક્રશ કરી લો, પછી તેને ગરણીની મદદથી ગાળી લો. આમ કેરીનો રસ અને કેરીના ટુકડા તૈયાર છે. યાદ રાખો કે તમારે આ રસમાં બિલકુલ પાણી નથી નાખવાનું. કારણ કે પાણી નાખવાથી રસ બગડી જશે અથવા તો જામી જશે.
હવે તમારે કેરીનો રસ અને કેરીના ક્યુબ સ્ટોર કરવા માટે BPF ફ્રી નામનું જ એર ટાઈટ કન્ટેનર લો. જેમાં તમારે આ કેરીના ક્યુબ અને રસ બંને સ્ટોર કરવાના છે. આ સિવાય હવે તમારે કેરીના રસમાં બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરવાની છે. આ દળેલી ખાંડ નાખવાથી રસ કલર અને સ્વાદ એકદમ તાજા જ રહે છે. હવે આ રસને એક જીપ પાઉચમાં ભરી લો. આ પાઉચમાં એર ન રહે તે રીતે જીપ બંધ કરી દો.
હવે કેરીના ક્યુબ ભરવા માટે એક એર ટાઈટ કન્ટેનર લો. આ કન્ટેનરમાં પહેલાં નીચે થોડી ખાંડ ભભરાવી દો, એ પણ યાદ રાખો કે તમારે એક વખતમાં જેટલો વપરાશ હોય એટલી સાઈઝનું જ કન્ટેનર લેવું. જેથી કરીને કેરીના ક્યુબ તમે કાઢો તો તેના તાપમાનમાં કોઈ ફેરફાર ન થાય.
એક વખત કેરીની લાઈન કરી લીધા પછી તમારે ફરીથી થોડી ખાંડ નાખવાની છે અને પછી બીજી વખત કેરીના ક્યુબ નાખવાના છે. આમ કેરીના ક્યુબ નાખ્યા પછી તેના પર ફરીથી થોડી ખાંડ નાખીશું. પરંતુ કોઈ પણ ડબ્બામાં કેરી ભરો ત્યારે તેમાં ઉપર થોડી જગ્યા બાકી રાખવી, અખો ડબ્બો ન ભરવો. હવે એકદમ ટાઈટ ડબ્બાને બંધ કરી દો.
આમ કેરીનો રસ અને કેરીના ક્યુબ બંને ફ્રિઝમાં રાખવા માટે તૈયાર છે. હવે તેને ફ્રિઝરમાં મૂકી દો. આમ તમે ફ્રિઝરમાં કોઈ પણ વસ્તુને સ્ટોર કરી શકો છો. તમારી પાસે જુનું ફ્રિઝ હોય તો તેમાં ફ્રિઝરમાં કેરીને મુકવી અને જો તમારી પાસે આધુનિક ફ્રિઝ હોય તો તેમાં ફૂલ કુલનું ખાનું હોય ત્યાં મુકવું. તેમાં મુકવાથી જો કોઈક વખત લાઈટ કે અન્ય કારણસર ફ્રીઝ બંધ થઈ ગયું હોય તો 8 થી 10 કલાક સુધી કેરીને કંઈ નથી થતું. તો મિત્રો આ પદ્ધતિ અનુસાર તમે આખું વર્ષ કેરીની મજા માણી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી