ખુશ ખબર ! ચાલુ વર્ષે આટલા ક્ષેત્રમાં કામ કરતા લોકોની સેલેરીમાં થઈ શકે છે વધારો, જાણો કેટલો આવશે વધારો.

આ વર્ષે ભારતીય કંપનીઓ પોતાના કર્મચારીઓની સેલેરીમાં સરેરાશ 7.7% નો  વધારો કરશે. જો કે સૌથી સારું પ્રદર્શન કરતા કર્મચારીઓની સેલેરી 60% સુધી વધી શકે છે. Aon નામની એક કંપનીએ સેલેરીમાં વધારો કરવાને લઈને એક સર્વેમાં આ  વાત જણાવવામાં આવી છે.

મંગળવારના રોજ આ સર્વે રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાંથી જાણકારી મળે છે કે, જાપાન, અમેરિકા, ચીન સિંગાપુર, જર્મની અને UK જેવી પ્રમુખ અર્થવ્યવસ્થાઓના મુકાબલે ભારતીય કંપનીઓ પોતાના કર્મચારીઓની સેલેરીમાં વધુ વધારો કરશે. આ દેશોના કર્મચારીઓની સેલેરીમાં સરેરાશ 3.1 થી 5.5% નો વધારો થવાનું અનુમાન છે. 2020 માં પણ ભારતીય કંપનીઓને સરેરાશ 6.4% સેલેરી વધારી હતી.

સેક્ટરના હિસાબથી જોઈએ તો ઈ-કોમર્સ અને વેંચર કેપિટલ ફર્મ્સમાં સૌથી બહેતરીન 10.1% સુધી સેલેરીમાં વધારો થશે. ત્યાર બાદ સરેરાશ 9.7% ની સાથે ટેક કંપનીઓ, 8.8% ની સાથે આઈટી કંપનીઓ અને 8.1% ની સાથે એન્ટરટેઈનમેન્ટ અને ગેમિંગ કંપનીઓ પણ શામિલ છે. આ વર્ષે કેમિકલ અને ફાર્મા કંપનીઓ પણ પોતાના કર્મચારીઓ 8% ના દરથી સેલેરી વધી શકે તેવી ભેટ મળી શકે.

આ સર્વે માટે લગભગ 1,200 કોર્પોરેટ હાઉસેઝથી ડેટા ભેગા કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રોફેશનલ સર્વિસેઝના ક્ષેત્રમાં 7.9% સુધી સેલેરી વધી શકે છે. જો કે આર્થિક સંસ્થાન આ વર્ષે પોતાના કમર્ચારીઓની સેલેરીમાં 6.5% સુધીનો વધારો થઈ શકે છે.

આ સેક્ટરમાં સૌથી ઓછી વધશે સેલેરી : જો કે, અમુક એવા સેક્ટર્સ પણ છે જેના પર કોરોના વાયરસની માર સૌથી વધુ પડી છે. આ સેક્ટર્સમાં સરેરાશ 5.5 થી 5.8% સુધીની સેલેરી વધી શકે છે. આ સેક્ટર્સમાં હોસ્પિટેબિલિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ અને એન્જિનિયરિંગ સર્વિસેઝ પણ શામિલ છે.

આ વર્ષે મોટાભાગની સંસ્થાઓની સ્થિતિ સારી થઈ રહી છે : આ સર્વે રિપોર્ટથી જાણવા મળે છે કે, 93.5% સંસ્થાઓ આ વર્ષે પોઝિટીવ બિઝનેસ કરવાની ઉમ્મીદ અને પોતાના કર્મચારીઓની સેલેરી વધારવાની સ્થિતિમાં હશે. જો કે અન્ય 6.5% સંસ્થાનોનું અનુમાન છે કે, તેનો બિઝનેસ આ વર્ષે પણ ખાસ પ્રદર્શન નથી કરવાની અને કર્મચારીઓની સેલેરીમાં સરેરાશ વધારો કરવો અને તેને સતત ટકાવી રાખવું એક મોટો પડકાર હશે. લગભગ 60% સંસ્થાનોબુ એવું માનવું છે કે, તેની સ્થિતિ બહેતર થઈ રહી છે અને 2021 માં તે પોતાના કર્મચારીઓને 9.1% સુધી સેલેરી વધારવાની ભેટ આપી શકે છે.

રોજગારના અવસર વધશે : સર્વે પરથી જાણવા મળ્યું કે, આર્થિક સ્થિતિમાં સુધારાના કારણે લગભગ બધા પ્રમુખ સેક્ટર્સનો બિઝનેસ આઉટલુક પોઝિટીવ છે. આ વર્ષે તે સારું  પ્રદર્શન કરશે. તેનાથી રોજગારના નવા અવસર ઉભા થશે.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી..

Leave a Comment