ભૂરા અને રફ થઈ ગયેલા વાળને ઘરે બેઠા જ કરો કાળા ભમ્મર, કોઈ પણ કેમિકલ પ્રોડક્ટ વગર જ વાળ થશે નેચરલી કાળા…

મિત્રો આજે આપણે જોઈએ છીએ કે, લોકોના વાળ સમય પહેલા જ ધોળા થઈ જાય છે જે દેખાવમાં ખુબ જ ખરાબ લાગે છે. પણ તમે સફેદ વાળને નેચરલી કાળા કરવા માંગતા હો તો તમે અહીં આપેલ કુદરતી ઉપાય અજમાવી શકો છો. જેનાથી તમને કોઈ નુકશાન પણ નથી થતું. ચાલો તો આ ઘરેલું ઉપાય વિશે વધુ વિગતે જાણી લઈએ.

વાળ આપણા સૌંદર્ય અને પર્સનાલિટીનો એક મહત્વનો ભાગ હોય છે. બધાની ઈચ્છા હોય છે કે, તેમની પાસે લાંબા, મજબૂત, ઘટ્ટ અને શાઈની વાળ હોય. પરંતુ વર્તમાનમાં સમય પહેલા સફેદ અને ભૂરા વાળની સમસ્યા લોકોમાં ઝડપથી વધી રહી છે. આજકાલ લોકો નાની ઉંમરમાં જ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેનાથી તમે માત્ર સમય પહેલા વૃદ્ધ જ નથી દેખાતા પરંતુ તે તમારી સુંદરતાને પણ અસર કરે છે. તે દેખાવમાં ખુબ જ ખરાબ લાગે છે અને તેનાથી તમારી ઉંમર પણ વધારે દેખાય છે.

લોકો વાળમાં અલગ-અલગ પ્રકારના કેમિકલ વાળા હેર-કેર પ્રોડક્ટસનો પ્રયોગ કરે છે. કેમિકલ વાળા તેલ, શેમ્પૂ, હેર ડાઈ, કલર વગેરેનો ઉપયોગ ભૂરા વાળનું એક મોટું કારણ છે. જો કે, પ્રદૂષણ, ખરાબ ખાણીપીણી, વાળમાં તેલ ન લગાડવું અને સરખી સારસંભાળ ન લેવી અને શરીરમાં પોષણની ઉણપના કારણે પણ વાળ ભૂરા થવાની સમસ્યા જોવા મળે છે.

લોકો સફેદ અને ભૂરા વાળને કાળા કરવા માટે કલર, હેર ડાઈ વગેરેનો પ્રયોગ કરે છે, પરંતુ તે માત્ર થોડા સમય માટે તમારી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તેના વધારે ઉપયોગથી તમારા વાળને નુકશાન પણ પહોંચે છે. હવે સવાલ એ થાય છે કે, ભૂરા વાળને નેચરલી કાળા કરવા માટે તમે શું કરી શકો છો ? આ લેખમાં અમે તમને ભૂરા વાળને કાળા કરવાની 5 રીત જણાવવા જઇ રહ્યા છીએ, તો ચાલો જાણીએ ભૂરા વાળને કાળા કરવાની 5 સરળ રીત…

શરીરમાં પોષણની ઉણપ ન થવા દેવી : પુરતું પોષણ એ વાળના હેલ્દી રાખવામાં મદદ કરે છે. વાળની લગભગ બધી સમસ્યાઓનું આ એક મોટું કારણ છે. માટે જ પોષકતત્વોથી ભરપૂર અને સંતુલિત આહાર લેવો. ડોક્ટર સાથે વાતચીત કરીને પોષણની ઉણપ ચેક કરાવવી અને જરૂર પડે તો તેમની પાસેથી સપ્લીમેંટનો સુઝાવ પણ લો.

પિત્ત દોષને અસંતુલિત ન થવા દેવો : માત્ર ભૂરા વાળ જ નહીં, વાળની ઘણી અન્ય સમસ્યાઓ પણ શરીરમાં પિત્ત દોષના અસંતુલનના કારણે થાય છે. જો તમે ચિંતા કે તણાવ વધારે કરતાં હોય તો, તડકામાં વધારે સમય રહેતા હોય તો, સ્મોકીંગ અને દારૂ પીઓ તો, સાથે જ જંક અને પ્રોસેસ ફૂડનું સેવન કરો છો તો સાવધાન રહો, કારણ કે તે પિત્ત દોષને વધારે છે. સ્વસ્થ આહાર, યોગ અને નિયમિત એકસરસાઈઝ કરવાથી પિત્ત દોષ સંતુલિત રહે છે.

ડુંગળીનો રસ વાળમાં લગાડવો : તમે સરસો, નારિયેળ કે બદામના તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરીને સ્કેલ્પથી લઈને વાળના સ્પ્લિટ એંડ્સ સુધી લગાડી શકો છો. અઠવાડિયામાં 2 થી 3 વખત લગાડવાથી ધીરે ધીરે ભૂરા વાળની સમસ્યા દૂર થવા લાગે છે.

વાળમાં આમળાનું હેર માસ્ક કે હેર પેક લગાડવું : આમળાથી બનેલા નેચરલ હેર માસ્ક અને પેક લગાડવાથી વાળ હેલ્થી જ નથી રહેતા પરંતુ નેચરલી કાળા પણ થાય છે. તમારે માત્ર આમળાનો પાવડર કે આમળાનો રસ લઈ તેને કોઈ પણ તેલમાં મિક્સ કરી પકાવો ઠંડુ થાય એટલે સામાન્ય તેલની જેમ માથામાં લગાડો. 4 થી 5 કલાક વાળમાં લગાડીને છોડી શકો છો.

મહેંદી લગાડવી : આર્ટિફિશિયલ કલર અને ડાઈની સરખામણીએ વાળમાં મહેંદી લગાડવી ખુબ જ ફાયદાકારક હોય છે. તમે સરસો કે નારિયેળના તેલમાં 2 થી 3 ચમચી મહેંદી પાવડર નાખીને પકાવી લો. જ્યારે આ મિશ્રણ કાળું થઈ જાય તો તેને ઠંડુ થવા દેવું. તેને 4 થી 5 કલાક વાળમાં લગાડો અને પછી માથું ધોઈ લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment