માથાનો ખોડો બની જશે ગંભીર બીમારી, મફતમાં મળતા આ પાંદડા વાટી લગાવી દો, ખોડો સહિત વાળની તમામ સમસ્યા કરી દેશે ગાયબ…

મિત્રો આપણા વાળને લગતી ઘણી એવી બીમારીઓ હોય છે જેને દુર કરવી જરૂરી છે. આવી જ બીમારીઓમાં એક ખોડાની બીમારી છે. જે લોકોને પરેશાન કરી મૂકે છે. પણ જો તમે તેને સામાન્ય ગણીને કોઈ ઈલાજ નથી કરતા તો તે આગળ જતા કોઈ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આથી તેનો ઈલાજ કરવો ખુબ જ જરૂરી છે. 

ડેંડ્રફ એક સામાન્ય સમસ્યા છે જેનાથી ઘણા લોકો પરેશાન રહેતા હોય છે. આ સમસ્યા તેમને વધારે થાય છે જેમની ખોપડી ખૂબ વધારે શુષ્ક એટલે કે ડ્રાય હોય છે. જાહેર છે કે આ સમસ્યાને કારણે તમારે ઘણી વખત શરમ અનુભવવી પડે છે. સૌથી ખરાબ વાત એ છે કે, ડેંડ્રફ માત્ર તમારી ખોપડીને જ પ્રભાવિત નથી કરતું પરંતુ તેના કારણે તમારા વાળ ખરવાની, પાતળા થવાની, તૂટવાની અને આખરે ટાલ પાડવાની પણ સમસ્યા થઈ શકે છે.1) ડેંડ્રફનું શું કારણ છે?:- એવું માનવામાં આવે છે કે ડેંડ્રફનું પ્રમુખ કારણ સૂકાપણું છે પરંતુ તે ત્વચાની કોશિકાઓના કારણે થાય છે જેમનું જીવન ખૂબ જ ટૂંકું હોય છે અને તે ખૂબ જ ઝડપથી વધે છે અને મરે છે. મલસેજિયા નામની એક ફંગસ ડેંડ્રફ માટે જવાબદાર હોય છે. તે શિયાળાની ઋતુમાં વધારે થાય છે.

2) ડેંડ્રફનો ઈલાજ શું છે?:- જો સમજી વિચારીને ઈલાજ ન કરવામાં આવે તો, તે પાછો વધી શકે છે, તમે ભલે ગમે તેટલો પ્રયત્ન કરી લો. સામાન્ય ધારણા મુજબ, ડેંડ્રફથી છુટકારો મેળવવા માટે એક અસરકારક રીત દરરોજ શેમ્પૂ કરવાનું છે. આ તે કોશિકાઓને વધતી અટકાવે છે. જેમની ઉંમર ઓછી હોય છે અને આ રિતે ડેંડ્રફને પણ અટકાવી શકાય છે. તે માટે તમે લીમડાનો ઉપયોગ કરી શકો છો, આવો જાણીએ કેવી રીતે.3) લીમડાના પાંદડા ચાવવા:- પ્રકાશિત અધ્યયનો મુજબ, ડેંડ્રફથી છુટકારો મેળવવા માટે સૌથી સરળ રીત દરરોજ સવારે લીમડાના પાન ચાવવાના છે. તેનો સ્વાદ ઓછો કડવો બનાવવા માટે તે પાંદડાને મધ સાથે મિક્સ કરીને તમે લીમડાના પાંદડાને ઉકાળીને તેનો ઉકાળો પણ બનાવી શકો છો અને તે ગળીને પાણી પી શકો છો. આમ, લીમડાના પાંદડા ચાવવાથી તમને ડેંડ્રફથી છુટકારો મળી શકે છે અને તે ખૂબ જ સરળ ઉપાય છે જે તમે સરળતાથી અજમાવી શકો છો.  

4) લીમડાનું તેલ:- નારિયેળ તેલમાં થોડા લીમડાના પાંદડા નાખીને ઉકાળો અને અંતમાં લીંબુના થોડા ટીપાં મિક્સ કરીને લીમડાનું તેલ સરળતાથી ઘરે બનાવી શકાય છે. લીંબુનો પ્રયોગ સંયમથી કરવો અને આ તેલનો ઉપયોગ કર્યા પછી તડકામાં ન જવાય તેવો પ્રયત્ન કરવો કારણ કે, તમારા વાળમાં લીંબુને તડકામાં રાખવાથી અમુક દુષ્પ્રભાવોનો સામનો કરવો પડી શકે છે. સૌથી સારી રીત એ છે કે, આ તેલને તમે સ્કેલ્પ પર ધીરે ધીરે રગડો, તેને આખી રાત લગાડેલું રહેવા દો અને સવારે ધોઈ લો. લીમડાનું તેલ પણ ડેંડ્રફ દૂર કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. 5) લીમડો અને દહીં:- ડેંડ્રફને અટકાવવા માટે લીમડો અને દહીંનું મિશ્રણ એક આદર્શ રીત છે. તમારા વાળના ક્યુટિકલ્સને મુલાયમ અને મજબૂત બનાવવાનો વધારાનો લાભ પણ થાય છે. લીમડાના પાંદડાની પેસ્ટ બનાવો, તેને એક વાટકી દહીંમાં મિક્સ કરો અને તમારા સ્કેલ્પ પર લગાડો. તેને 15-20 મિનિટ સુધી લગાડેલ રહેવા દો અને પછી ધોઈ લો. દહીંના સુખદાયક અને ઠંડા પ્રભાવની સાથે લીમડાના એન્ટિફંગલ ગુણ રસીથી લડવામાં ચમત્કાર કરે છે. આમ, તમે લીમડા અને દહીંના પેસ્ટની મદદથી ડેંડ્રફની સમસ્યા દૂર કરી શકો છો.  

6) લીમડાનું હેર માસ્ક:- ડેંડ્રફ માટે લીમડાનું હેર માસ્ક સૌથી સરળ ઉપાય છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે થોડા લીમડાના પાંદડા લો, તેને મિક્સરમાં પીસી લો અને તેમાં એક મોટી ચમચી મધ મિક્સ કરો. હવે આ ઘટ્ટ પેસ્ટને હેર માસ્કની જેમ આખા માથામાં અને સ્કેલ્પ પર લગાડો અને 20 મિનિટ સુધી લગાડેલું રહેવા દો. જ્યારે તે સુકાઈ જાય તો તેને ધોઈ લેવું. આમ, લીમડાનું હેર માસ્ક પણ ખૂબ જ અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે.7) લીમડાનો ઉપયોગ હેર કંડિશનરના રૂપમાં:- લીમડાની બહુમુખી પ્રતિભા છે કે તમે તેને વાળ ધોયા પહેલા કે પછી ઉપયોગમાં લઈ શકો છો અને છતાં પણ તે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ લીમડાના કંડિશનરને બનાવવા માટે લીમડાના થોડા પાંદડા લો અને તેને ઉકાળી લો, હવે ઠંડા થવા દો. વાળને શેમ્પૂથી ધોયા પછી લીમડાના આ મિશ્રણથી વાળાને ધોઈ લો અને ચમત્કાર જુઓ. 

8) લીમડાનું શેમ્પૂ:- ડેંડ્રફની બધી જ સમસ્યાઓનો સૌથી સરળ ઉપાય એ છે કે તમારે માત્ર એટલું કરવાનું છે કે, નજીકના સ્ટોર માંથી લીમડાનું શેમ્પૂ લો. અઠવાડિયામાં 2-3 વખત વાળમાં લગાડો અને ધોઈ લો. તે માટે હેડ એન્ડ શોલ્ડર લીમડાનો ઉપયોગ કરવો કારણ કે તેમાં ડેંડ્રફથી છુટકારો મેળવનાર બધા જ જરૂરી ઉપચાર ગુણ છે. તો તમે જોઈ શકો છો કે લીમડો અનેક રીતે ઉપયોગમાં લઈને તમે ડેંડ્રફની સમસ્યા દૂર કરી શકો છો. આમ તમારા ડેંડ્રફની સમસ્યા માટે લીમડો ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment