પ્રેગ્નેન્ટ પત્નીની તબિયત 9 મહિના સુધી રહેશે એકદમ સ્વસ્થ… પતિએ જરૂર કરવા જોઈએ આ 7 કામ… પત્ની પણ રહેશે એકદમ ખુશ અને તંદુરસ્ત…

દરેક સ્ત્રી માટે ગર્ભાવસ્થા એક સુંદર સમય હોય છે. આ સમયે તેનું વિશેષ રૂપે ધ્યાન રાખવામાં આવે છે. જો કે ધ્યાન રાખવું જરૂરી છે પણ સાથે અમુક કામ કરવાથી તે વધુ ખુશ થાય છે. આથી જો તમે ગર્ભવતી મહિલાને ખુશ કરવા માંગતા હો તો તમારે આ કામ જરૂરથી કરવા જોઈએ. 

ગર્ભાવસ્થા એક એવો સમય હોય છે જેનાથી લગભગ બધી જ મહિલાઓએ પસાર થવું પડતું હોય છે. તે દરમિયાન થતા ફેરફારો ઘણી વખત સમજી શકાતા નથી અને ઘણી વખત મુશ્કેલ બની જાય છે. આ સમયે મહિલાઓના મનમાં ઘણી એવી વાતો હોય છે, જેને તેઓ જાણવા અને સમજવા માંગતી હોય છે. આ તો થઈ મહિલાઓની વાતો, જે બધાએ લગભગ અનુભવ કરી હોય છે, પરંતુ આ દરમિયાન પુરુષોએ પણ લગભગ મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડતું હોય છે.

હા, જ્યારે તમે પ્રેગ્નેન્ટ હોય છો તો તમારા હસબન્ડને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તેમને ખબર નથી પડતી કે તેઓ કઈ રીતે આ સિચ્યુએશન સંભાળે. પુરુષોના પણ આ દરમિયાન ઘણા સવાલ હોય છે, તેઓ જાણવા માંગતા હોય છે આખરે આ સમયે તેઓ કઈ રીતે તમારી મદદ કરે.જો તમારી પત્ની પણ પ્રેગ્નેન્ટ હોય તો, તમારે પણ એ જાણી લેવું જોઈએ કે મહિલાઓ પ્રેગ્નેન્સી દરમિયાન શું અનુભવ કરે છે. એવા ઘણા સવાલોના જવાબ તમે અહીં જાણી શકો છો. તમે ચાહો તો આ બધા જ પહેલુઓ પર પોતાના લાઈફ પાર્ટનર સાથે વાત કરી શકો છો જેથી આ દરમિયાન તમારા હસબન્ડ પણ સાવ ચિંતામુક્ત રહે અને આ પિરિયડને એન્જોય કરી શકે. 

ક્રેવિંગ થવી:- પુરૂષોએ એ સમજવું જોઈએ કે, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ભૂખ વધુ લાગે છે. સાથે જ મહિલાઓની ખાવાની ઈચ્છા પણ વધી જાય છે. થઈ શકે કે મહિલા કોઈ પણ સમયે કઈં પણ ખાવાની ડિમાન્ડ કરે. તમે પ્રયત્ન કરો કે તમારી વાઈફની આ ડિમાન્ડને પૂરી કરી શકો.મજાક ન ઉડાડવી:- પ્રેગ્નેન્સી દરમિયાન અમુક મહિલાઓને ઘણી અજીબ વસ્તુઓ ખાવાનું મન કરે છે. આવી અજીબ વસ્તુઓ સાંભળીને પુરૂષોને થોડું આશ્ચર્ય થાય છે. માટે પુરૂષોએ ધ્યાન રાખવું જોઈએ કે, પ્રેગ્નેન્સી દરમિયાન અજીબ વસ્તુઓ ખાવાનું મન થઈ શકે છે, તેમાં મજાક ઉડાડવાની કોઈ વાત નથી. 

સ્થૂળતા:- એ સમજવું પડશે કે પ્રેગ્નેન્સી એક એવો સમય છે જ્યાં મહિલાઓના ઘણા હાર્મોન્સ ચેન્જ થાય છે, મહિલાઓનું વજન વધવું આ સમયે ઘણું નોર્મલ છે. જો તમે તમારી પત્નીના વધતાં વજન પર વાત કરો તો કદાચ તમારી પત્નીને ખોટું લાગી શકે છે. માટે પ્રેગ્નેન્સી દરમિયાન વધેલા વજન પર મજાક ન ઉડાડવી.મૂડ સ્વિંગ:- પ્રેગ્નેન્સી દરમિયાન અને ડિલિવરી પછી પણ મહિલાઓને મૂડ સ્વિંગ્સ થાય છે. તમારે એ સમજવું જોશે કે, તેમાં મહિલાનો કોઈ વાંક હોતો નથી. આ એક એવો સમય છે જેનાથી બધી જ મહિલાઓ પસાર થાય છે. તમારે ધેર્ય રાખવું પડશે, પોતાની પત્નીના આ મૂડ સ્વિંગને સમજીને તેનો સાથ આપવો પડશે. 

ઘરના કામમાં મદદ:- તમે એ વાતથી તો જાણીતા જ હશો કે તમારી પત્નીનો વજન વધુ રહ્યો છે, તેમણે ઝૂકવામાં સમસ્યા થાય છે, શરીરમાં દુખાવો છે. એવામાં ઘરના નાના-મોટા કામમાં તમારે તેમની મદદ કરવી જોઈએ. પ્રયત્ન કરવો કે તમે આ દરમિયાન તમારી પત્નીને વધુમાં વધુ આરામ કરાવો.નીંદરનું ધ્યાન રાખવું:- પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓને નીંદર પણ વધારે આવે છે. જો તમારી પત્ની થાકેલી દેખાતી હોય અથવા ગમે તે સમયે સુવા માંગતી હોય તો તેને આરામ કરવા દેવો જોઈએ. તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, આ દરમિયાન મહિલાઓને નીંદર પૂરી કરવી ખૂબ જરૂરી હોય છે. 

પોતાને તેમની જગ્યાએ રાખો:- આ કામ દરેક પુરુષે કરવું જોઈએ. પતિ એ એક વખત પોતાને પત્નીની જગ્યાએ રાખીને જોવું જોઈએ. તેમણે સમજવું જોઈએ કે, 9 મહિનાની સફર કેટલી કઠિન હોય શકે છે. બાળકને આ દુનિયામાં લાવવા માટે તમારી પત્ની કેટલો સંઘર્ષ કરી રહી છે. જો તમે તે અનુભવ કરી લો છો. તો કદાચ તમે ક્યારેય કોઈ ફરિયાદ ન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment