ખાવા-પીવાનું બંધ પણ નહિ કરવું પડે અને વધુ મહેનત વગર જ ઘટાડો તમારું શરીર, અજમાવો આ નવી અને અનોખી રીત… શરીર થઈ જશે એકદમ પાતળું અને ફિટ…

મિત્રો આપણે એવું માનીએ છીએ કે જો ખાવાપીવામાં રોક લગાવવામાં આવે તો વજન ઝડપથી ઓછુ થઇ શકે છે. પણ આ માન્યતા ખોટી છે. તમે ખાવાપીવાનું બંધ કર્યા વિના પણ વજન ઘટાડી શકો છો. આ રસ્તો એવો છે જેમાં તમારે ખોરાક પર રોક નથી લગાવવાની ખાવાપીવાનું શરુ રાખવાનું છે. 

ફાસ્ટ ફૂડ, તણાવ, ઇનએક્ટિવ લાઇફસ્ટાઇલના કારણે આજકાલ મોટા ભાગના લોકો સ્થૂળતાથી પરેશાન છે. સ્થૂળતા માત્ર તમારા કોન્ફિડન્સ લેવલને જ નથી ઘટાડતું પરંતુ, તે ગંભીર બીમારીઓનું પણ કારણ બને છે. આ જ કારણ છે કે લોકો વજન ઘટાડવા માટે તમામ પ્રયત્નો કરે છે. ઘણા લોકો વેઇટ લોસ માટે હેવી વર્કઆઉટ કરે છે, તો ઘણા ખાવા-પીવાનું પણ છોડી દેતા હોય છે. પરંતુ તેનાથી તમે ક્યારેય આઇડિયલ વેઇટ સુધી પહોંચી શકતા નથી. જો તમે સાચે જ હેલ્થી વેઇટ લોસ કરવા માંગતા હોય તો માત્ર અમુક ટિપ્સ ફોલો કરી શકો છો.1) સરખી રીતે ચાવીને ખાવું:- તમે જે ભોજન કરો છો તેને પચાવવાની જરૂર હોય છે. આથી હંમેશા ચાવીને ભોજના કરો. ભોજન ક્યારેય પણ ઉતાવળમાં ન કરવું જોઈએ. દરેક વ્યક્તિને હેલ્થી રહેવા માટે ભોજન ધીમે-ધીમે ચાવીને ખાવું જોઈએ. ધીરે-ધીરે ખાવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે, તેનાથી શરીરને પોષકતત્વો અવશોષિત કરવામાં પણ સરળતા રહે છે. એટલું જ નહીં જે લોકો ભોજન સરખું ચાવીને ખાય છે, તે બીજાની તુલનાએ વધુ ફિટ રહે છે. સાથે જ તેમનું વજન પણ ઝડપથી વધતું નથી. માટે જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોય તો, સૌથી પહેલા આ ટિપ્સને ફોલો કરવી. 

2) નાની પ્લેટમાં ભોજન કરવું:- મોટી પ્લેટમાં ભોજન કરવાથી તમે વધુ ઇનટેક કરી શકો છો. માટે જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો, હંમેશા નાની પ્લેટમાં જ ભોજન કરવું. તેમાં હંમેશા હેલ્થી ફૂડ્સ જ રાખવા. તેનાથી તમે ઓવરઇટિંગ અને અનહેલ્થી ફૂડ્સ ખાવાથી બચી શકો છો. 3) પ્રોટીનથી ભરપૂર ડાયેટ લેવી:- વેઇટ ગેન કરવાનું હોય કે પછી વેઇટ લોસ, દરેક સ્થિતિમાં પ્રોટીન ડાયેટ લેવી જરૂરી હોય છે. જો વજન ઘટાડવા માંગતા હોય તો, પ્રોટીન ઇનટેક વધારવું. વાસ્તવમાં પ્રોટીન ભૂખ ઘટાડે છે અને તમને ઓછી કેલોરી લેવામાં મદદ કરે છે. પ્રોટીન લેવાથી તમારું હેલ્થી વેઇટ લોસ થાય છે અને નબળાઈ કે થાક પણ અનુભવાતો નથી. તે માટે તમે તમારી ડાયેટમાં દાળ, બદામ, ફિશ, દૂધ અને દહીં સમાવિષ્ટ કરી શકો છો.

4) અનહેલ્થી ફૂડ્સને દૂર રાખવા:- એ તો જાહેર વાત છે કે, જો તમારી આસપાસ ચિપ્સ, કોલ્ડડ્રિંક્સ જેવી અનહેલ્થી વસ્તુઓ રહેશે તો તમને ખાવાનું મન તો થશે જ. માટે તમે અનહેલ્થી ફૂડ્સને પોતાનાથી દૂર રાખો. જો સંભવ હોય તો, ઘરે જ ન લાવવું. પેકેટ બંધ, પ્રોસેસ્ડ ફૂડ અને જંક ફૂડ ક્યારેય હેલ્થી હોતા નથી. તેનાથી તમને વધારે કેલોરી મળી શકે છે અને વજન વધી શકે છે. જોકે, તમે આ વસ્તુઓનું સેવન ન કરો તો તેનાથી તમને વેઇટ લોસ કરવામાં મદદ મળી શકે છે. 5) ફાઈબર ડાયેટ લેવી:- ફાઈબર પાચનને સરખું રાખવા માટે ખુબ જરૂરી હોય છે. તેની સાથે જ જો તમે વેઇટ લોસ કરવા માંગતા હોય તો પણ ફાઈબર રીચ ફૂડ્સને તમારી ડાયેટમાં સમાવિષ્ટ કરવા. વાસ્તવમાં, ફાઈબર લેવાથી પેટ લાંબા સમય સુધી ભરાયેલૂ રહે છે. ફાઈબર તમારું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. જો તમે પણ વજન ઘટાડવા આંગતા હોય તો, આ હેલ્થી ડાયેટ ટિપ્સને ફોલો કરી શકો છો. આ ડાયેટ ટિપ્સ તમને આઇડિયલ વેઇટ સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. આમ વજન ઓછુ કરવું એ તમારી અમુક ચોક્કસ આદત પર આધાર રાખે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment