ફાટેલા, કપાયેલા કપડાને સાંધવાની જાપાની ટેકનીક !! જાણો રફુ કરવાની આ રીત દાગ કે સિલાઈ પણ નહિ દેખાઈ અને કપડા થઈ જશે પહેલા જેવા….

મિત્રો આપણે ઘણી વખત જોઈએ છીએ કે, અમુક નવા કપડામાં કાણું પડી જાય અથવા તો કોઈ વસ્તુમાં કપડું ભરાતા ફાટી જાય છે અને આપણો નવેનવો ડ્રેસ કે જોડી ખરાબ થઈ જાય છે. જેને કારણે આપણને ફરી પહેરવાનું મન નથી થતું. પણ જો તમે પણ આ મુશ્કેલીથી પરેશાન છો, તો આજે અમે તમારા માટે આ સમસ્યાનું સમાધાન રૂપે એક આઈડિયા લઈને આવ્યા છીએ.

આ આઈડિયા જાપનીઝ છે. જેમાં તમારા કપડા પર પડેલ કાણું કે ફાટી ગયેલ કપડું સીવ્યા પછી કશું જ દેખાતું નથી. આ એકદમ સરળ અને અનોખી રીત છે. જેમાં તમારા ફાટેલા કપડા પણ એકદમ નવા થઈ જાય છે. ચાલો તો આ રીતે વિશે વધુ જાણી લઈએ.

પહેલાના સમયમાં સિલાઈ કરવાનું મહિલાઓને ઘરે જ સિખવાડવામાં આવતું હતું. જેનાથી તેઓ પોતાના ઘણા પ્રકારના કપડાઓ જાતે જ સિવિ શકે, પરંતુ ધીમે ધીમે આ કળા ગાયબ થઈ રહી છે. હવે ન તો મહિલાઓને કે ન તો પુરુષોને આ કળા સિખવાડવામાં આવે છે. જેથી દરેક વ્યક્તિ દરજી પાસે ભાગે છે.

કપડાને સીવવા કે તેને સુધારવાની પ્રક્રિયા આમ તો એક જેવી જ હોય છે. પરંતુ દુનિયાના ઘણા દેશોમાં જ્યાં વર્ષોથી સિલાઈ કરવામાં આવે છે, ત્યાં એવી પણ કળા છે જે ખુબ જ પ્રાચીન છે. એવી જ એક કળા જાપાનમાં છે જેના દ્વારા કપડાંને રફુ કરવામાં આવે છે.

કાકેટસૂગી, કપડાં રફુ કરવાની એક કળા છે. આ કળા મુજબ કપાયેલા-ફાટેલા કપડાંને એ રીતે સાંધવામાં આવે છે કે બન્યા પછી ખબર જ નથી પડતી કે વસ્ત્ર પર કાણું પણ હતું. આજના સમયમાં વસ્તુઓ વપરાશ કરીને ફેંકનારી થઈ ગઈ છે. જેમ કે, કોઈ ટી-શર્ટ કે જીન્સ થોડું પણ ફાટે, તરત જ તેને ફેંકવામાં આવે છે. આ કારણથી સોઈ અને દોરાને લોકો ઘરમાં નથી રાખતા. તરત જ નવા કપડાં ખરીદી લે છે.

પરંતુ ઘણા કપડાં એવા હોય છે જે ખુબ જ ખાસ હોય છે. ઘણા કપડાંથી તમારી યાદો જોડાયેલી હોય છે તો તેને આમ જ ફેંકી દેવા વ્યાજબી નથી ગણાતા. આ કારણથી જાપાની લોકોએ આજે પણ કાકેટસૂગી કળાને જીવંત રાખી છે.

આ રીતે કપડાં સિવે છે દરજી : જાપાનમાં કાકેટસૂગીનો ઉપયોગ કરનાર ઘણા લોકો છે. આ પ્રોસેસ ખુબ લાંબી અને બોરિંગ હોય છે. પરંતુ, તેના પછી કપડાંનો લુક આખો બદલાઈ જાય છે. કપડાંનો એક નાનો ટુકડો સૌથી પહેલા ત્યાંથી કાપવામાં આવે છે જ્યાંથી કાપવાથી કોઈ નુકશાન ન થાય. આ પીસને બ્રશ કરીને એસીટોનથી ધોવામાં આવે છે જેનાથી દોરા સરળતાથી અલગ-અલગ થઈ જાય. જ્યારે એક એક દોરો અલગ થઈ જાય તો તેને ફાટેલી જગ્યા પર સિવિ લેવામાં આવે છે. સીવ્યા પછી તે જગ્યાને ઇસ્ત્રી કરવામાં આવે છે. ત્યારબાદ તે કાણું દેખાતું જ નથી.

યુટ્યુબ પર આ કારીગરીથી જોડાયેલ વિડીયો વાઈરલ : યુટ્યુબ ચેનલ યોશિકો ગોટો પર થોડા વર્ષો પહેલા એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં આ અનોખી કળા દેખાડવામાં આવી છે. લોકોએ વિડીયો પર કોમેન્ટ કરીને દરજીને સર્જનની ઉપાધી આપી છે, જે માણસોની નહીં, કપડાંની સર્જરી કરે છે. ઘણા લોકોએ એ પણ કહ્યું કે બદલાતા ફેશન અને સમાજ સાથે આવી અનોખી કળા ગુમ થઈ રહી છે. આમ આ કળા એવી છે જેમાં ફાટેલા કપડા ફરી નવા થઈ જાય છે. આ કળા એ હાથ કળા છે. જેને જાપાનીઝ લોકોએ આજે પણ જીવિત રાખી છે. આ કળા એક મહેનતનું કામ માંગે છે. પણ તેનાથી તમારા કપડા એકદમ સારા થઈ જાય છે.નીચે વિડીયોની લિંક પણ આપે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment