ક્યાંક તમારું લાઇસન્સ તો નથી ને ફેક?આ રીતે ઘરબેઠા જ ચેક કરો નહીં તો મુકાય જશો મુશ્કેલીમાં

નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ દેશમાં ટ્રાફિક નિયમો ખુબ જ કડક થઈ ગયા છે. જો તમે ટ્રાફિક નિયમો તોડો છો તો તમને ખુબ જ કડક સજા અને મોંઘો દંડ ભરવો પડી શકે છે. જો તેવામાં ક્યારેક ચેકિંગ દરમિયાન તમને ખબર પડે કે તમારું ડ્રાયવિંગ લાયસન્સ ફર્જી છે. તો તમે મુશ્કેલીમાં મુકાય શકો છો.

તેવામાં જો તમે તમારું ડ્રાયવિંગ લાયસન્સ સાચું છે કે ખોટું એ જાણવા માંગતા હો તો તમારા માટે આ ખબર ખુબ જ કામ આવી શકે છે. કેમ કે અમે તમારા ડ્રાયવિંગ લાયસન્સને ચેક કરવાનો સૌથી આસન ઉપાય જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

દેશમાં દરેક ત્રીજું ડ્રાયવિંગ લાયસન્સ ફર્જી છે : કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 2019 માં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, દેશમાં દરેક ત્રીજું ડ્રાયવિંગ લાયસન્સ ફર્જી છે. તેવામાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ડ્રાયવિંગ લાયસન્સ જારી કરવાના તરીકામાં ખુબ જ બદલાવ આવ્યો છે. જેના દ્વારા તમે ડ્રાયવિંગ લાયસન્સ માટે ઓનલાઈન પણ એપ્લાય કરી શકો છો. જેનાથી તમને પૂરો ભરોસો રહે છે કે, તમારું ડ્રાયવિંગ લાયસન્સ ફર્જી નથી. 

સડક  હાદસાઓમાં અન ટ્રેન્ડ ડ્રાયવરની મોટી ભૂમિકા : તમને જણાવી દઈએ કે દર વર્ષે દેશમાં 1.5 લાખ કરતા વધુ લોકો સડક હાદસામાં અવસાન પામે છે. જેમાં સૌથી વધુ હાદસા અન ટ્રેન્ડ ડ્રાયવરોના કારણે થાય છે. તેવામાં જો તમે ટેસ્ટ આપીને અને RTO વિભાગના બધા જ નિયમોને ફોલો કરીને ડ્રાયવિંગ લાયસન્સ પ્રાપ્ત કરો છો. તો હાદસાની સંભાવના ખુબ જ ઓછી થાય છે. કેમ કે RTO ડ્રાયવિંગ લાયસન્સ જારી કરતા પહેલા વાહન ચલાવીને ડ્રાયવરની ટેસ્ટ પણ લે છે. તેવામાં અન ટ્રેન્ડ ડ્રાયવરોને ડ્રાયવિંગ લાયસન્સ જારી કરવામાં ન આવે. 

આવી રીતે જાણો ફર્જી ડ્રાયવિંગ લાયસન્સ વિશે : સૌથી પહેલા તો https://parivahan.gov.in/parivahan/# વેબસાઈટ પર લોગઈન કરવાનું રહેશે. ત્યાં તમારે ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ Driving licence રિટેલ સર્વિસનું ઓપ્શન દેખાશે. ત્યાં ક્લિક કર્યા બાદ તમને સામે select state નું ઓપ્શન આવશે. જ્યાં તમારા તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. ત્યર બાદ તમારી સામે એક અલગ વિન્ડો ખુલશે, જ્યાં તમારી સામે Driving licence નું ઓપ્શન હશે તેના પર ક્લિક કરશો તો Service on DL નું ઓપ્શન જોવા મળશે. ત્યાં ક્લિક કરવાનું રહેશે. 

ત્યાર બાદ તમારી સામે Contunue નો ઓપ્શન આવશે, જ્યાં તમારે ક્લિક કરવાનું છે અને તમારી સામે એક અલગ વિન્ડો ખુલશે. જેમાં તમારે તમારું DL નંબર અને જન્મ તારીખ અને તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે. આ આખી પ્રોસેસ કર્યા બાદ તમે જેવું OK કરશો કર તમારા ડ્રાયવિંગ લાયસન્સની ડિટેલ સામે આવી જશે. જો તમારા ડ્રાયવિંગ લાયસન્સની ડિટેલ સામે ન આવે તો સમજી લેવાનું કે તમારું ડ્રાયવિંગ લાયસન્સ ફર્જી છે નકલી છે. 

અવાજ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment