વરસાદી માહોલમાં કપડાંમાંથી દુર્ગંધ આવે તો અજમાવો આ ઉપાય, ચપટીમાં દુર્ગંધ દુર કરી કપડાં કરી દેશે એકદમ ચોખ્ખા અને સુગંધીદાર…

મિત્રો તમે જાણો છો તેમ હવે ચોમાસું શરુ થઇ ગયું છે. આથી ગરમીથી રાહત મેળવવા માટે તમે વરસાદમાં પલળ્યા પણ હશો. પણ આખો દિવસ ભેજ હોવાના કારણે તમે જોયું હશે કે તમારા કપડામાંથી ગંધ આવવા લાગે છે. આથી કપડા પહેરવા તમને ગમતા નથી. પણ તમે કેટલાક ઉપાયો દ્વારા આ ગંધને દુર કરી શકો છો. 

ચોમાસુ શરૂ થઈ ગયું છે અને આ ઋતુની સૌથી ખરાબ વાત એ છે કે આ ઋતુમાં તમે ગમે તેટલી વાર તમારા કપડાં ધોઈ લો, તેમાંથી સુગંધ આવવાને બદલે દુર્ગંધ આવે છે. એવું હવામાં ભેજના કારણે થાય છે જે દરેક પ્રકારના કપડાને પોતાનો નિશાનો બનાવે છે. જોકે, તે કપડાને જો તડકામાં થોડી વાર માટે રાખવામા આવે તો તે દુર્ગંધ દૂર થઈ જાય છે. પરંતુ ઘણા લોકો કપડામાંથી આવતી આ દુર્ગંધથી પરમાનેન્ટ છુટકારો મેળવવા માંગતા હોય છે. જો તમે પણ વરસાદની ઋતુમાં કપડામાંથી આવતી આ દુર્ગંધથી છૂટકારો મેળવવા માંગતા હોય તો, નીચે જણાવેલ ટ્રિક્સ અજમાવી શકો છો.1) મશીનમાં કપડાં ભેગા ન કરવા:- સામાન્ય રીતે એવું જોવામાં આવતું હોય છે કે, આપણામાંથી ઘણા લોકો કપડાં યુઝ થઈ ગયા પછી સીધા મશીનમાં જ કપડાં નાખતા હોય છે. એટલે કે કપડાં ઉતાર્યા અને સીધા મશીનમાં ફેંકી દીધા જેથી, ધોતા સમયે કપડાં ભેગા કરવાની મહેનત ન કરવી પડે. જો તમે આવું કરતાં હોય તો, ચોમાસામાં તમારા કપડામાંથી દુર્ગંધ આવશે, કારણ કે સમય સાથે દુર્ગંધ વધતી જાય છે. સ્મેલથી બચવા માટે કપડાને હેંગર પર લટકાવવા અથવા ખૂલી જગ્યામાં રાખવા. કપડાં ધોવાની ટોપલી કે મશીનમાં ઢગલો કરીને ન રાખવા. 

2) લીંબુનો રસ:- લીંબુની પ્રકૃતિ અમ્લીય હોય છે માટે જ તે મટમૈલી ગંધ ઉત્પન્ન કરતાં ફૂગને ખતમ કરી શકે છે. કપડાને સ્મેલથી બચાવવા માટે બસ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરવો અને તેમાં કપડાને નાખવા પછી ધોઈ લેવા.  આમ લીંબુના રસની તરીક પણ કપડાની દુર્ગંધ દૂર કરવા માટે તમને ખૂબ જ ઉપયોગમાં આવી શકે છે. 3) સિરકા:- ઘરમાં રહેલ સિરકા ખાવાની વસ્તુઓમાં ઉપયોગમાં લેવાય છે તે સિવાય તે કપડાની દુર્ગંધ દૂર કરવા માટે પણ ઉપયોગમાં આવે છે. વાસ્તવમાં, સિરકાની પ્રકૃતિ પણ અમ્લીય હોય છે અને તે દુર્ગંધ ફેલાવનાર બેક્ટેરિયાને મારે છે. કપડાની સ્મેલ દૂર કરવા માટે જ્યાંથી દુર્ગંધ આવતી હોય ત્યાં સિરકા નાખો અને પછી કપડાં સાદા પાણીથી ધોઈ લો. તમે જોશો કે કપડાની દુર્ગંધ દૂર થઈ ચૂકી છે.

4) બેકિંગ સોડા:- બેકિંગ સોડા કપડાની સ્મેલ અને દુર્ગંધ ઉત્પન્ન કરતાં બેક્ટેરિયા દૂર કરે છે. તે માટે એક ડોલ પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા નાખી અને કપડાંને થોડી વાર માટે તેમાં પલાળી રાખો. ત્યારબાદ તેને સાદા પાણીથી ધોઈ લેવા. તમે જોશો કે કપડાની દુર્ગંધ દૂર થઈ ગયી છે. આમ, બેકિંગ સોડા પણ તમને ઉપયોગમાં આવી શકે છે. 5) પોતાના કબાટમાં ચોક અથવા સિલિકોન પાઉચ રાખવું:- સિલોકોન પાઉચ કપડાની દુર્ગંધને ઓબ્ઝોર્વ કરી શકે છે. માટે પોતાના કપડાને સૂકા અને ખુશબુદાર બનાવવા માટે કબાટમાં સિલિકોન પાઉચ અથવા ચોક રાખવો. જે કપડાની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરી શકે છે. આમ, સિલિકોન પાઉચ કે ચોક પણ કપડાની દુર્ગંધ દૂર કરી શકાય છે.  

6) રૂમમાં સુકવવા કપડાં:- વરસાદમાં સૂર્ય ઓછો નીકળે છે માટે કપડાં મશીનમાં સુકવવાને બદલે સારી વેંટીલેશન વાળી જગ્યાએ સુકવવા. જો વેંટીલેશન માટે બારી ન હોય તો, રૂમમાં કપડાં સૂકવીને પંખો ચાલુ કરવો. આમ તેમાંથી આવતી દુર્ગંધ ભેજ દૂર થવાથી દૂર થઈ શકે છે. 7) વોડકા:- વોડાકાથી ઋતુના ભેજના કારણે આવતી સ્મેલને ઓછી કરી શકાય છે. કપડાની સ્મેલ દૂર કરવા માટે થોડું વૉડકા લો અને તેને પાણીમાં મિક્સ કરો. તેનાથી તે પાતળી થઈ જાય છે અને તેને સીધી દુર્ગંધ વાળી જગ્યાએ લગાડવી. થોડી જ વારમાં દુર્ગંધ દૂર થાય છે. 

8) સારા ડીટર્જન્ટનો ઉપયોગ કરવો:- કપડાં ધોવા માટે સારા ખુશબુદાર ડીટર્જન્ટનો પ્રયોગ કરવો. કપડાને લગભગ 10-15 મિનિટ માટે ફેબ્રીક સોફ્નરમાં પલાળો જેનાથી સ્મેલ આવશે નહીં. આમ, સારો ડીટર્જન્ટ પણ કપડાની દુર્ગંધ દૂર કરવામાં ઉપયોગ આવી શકે છે.  9) કપડાને સૂકી જગ્યાએ રાખવા:- કપડામાં ભેજના કારણે સ્મેલ આવી શકે છે. માટે કપડાને સ્મેલથી બચાવવા માટે કપડાને સૂકી જગ્યાએ રાખવા જોઈએ. તેનાથી તમે કપડાની દુર્ગંધથી તો બચી શકો છો સાથે તેમાંથી સરસ સુગંધ પણ આવશે. આમ, કપડાને સૂકી જગ્યા પર રાખવાથી પણ તેમાંથી આવતી દુર્ગંધથી બચી શકાય છે.  

10) લાંબા સમય સુધી યુઝ ન કરવા:- કપડાને વધુ પ્રયોગમાં ન લેવા. ઘણી વખત લોકો એક થી વધુ વાર કપડાં પહેરતા હોય છે જેના કારણે તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને તેમાંથી દુર્ગંધ આવે છે. માટે દુર્ગંધથી બચવા માટે કપડાને એકથી વધુ વાર ઉપયોગમાં લેવા જોઈએ નહીં. એક વાર કપડાં પહેર્યા પછી તેને ધોયા પછી જ બીજી વખત ઉપયોગમાં લેવા જોઈએ. 

આમ ઉપરોક્ત ટ્રિક્સ અજમાવીને તમે ચોમાસામાં કપડાંમાંથી આવતી દુર્ગંધ દૂર કરી શકો છો. તે માટે સારા ડીટર્જન્ટ અને તે સિવાય લીંબુ, સિરકા, સિલિકોન પાઉચ જેવી ઘરમાં વપરાતી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. તો અજમાવો આ ટ્રિક્સ અને મેળવો કપડાની દુર્ગંધથી છૂટકારો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment