આ 7 લક્ષણો દેખાય તો થઈ જજો સાવધાન, હોય શકે છે આંતરડાનું કેન્સર… જાણો શરૂઆતી લક્ષણો અને બચવાની રીત…

કેન્સરની બીમારી સૌથી ભયંકર બીમારી છે. આ બીમારી દુનિયાભરમાં સ્વાસ્થ્યથી જોડાયેલી સૌથી મોટો પડકાર છે. આ બીમારીમાં દર્દીને શરુઆતી સમયમાં સારવાર મળી જાય તો તેને સાજા થવાની સંભાવના વધી જાય છે. કેન્સરની બીમારીમાં અનેક પ્રકારના કેન્સર હોય છે અને આ બીમારીના શરીરમાં અનેક પ્રકારના લક્ષણો જોવાય છે. આંતરડાનું કેન્સર જેને કોલોરેક્ટલ કેન્સર ના રૂપમાં ઓળખાય છે, આંતરડામાં થતી એક ગંભીર સમસ્યા છે. આ બિમારીની શરુઆત આંતરિક પરતથી થાય છે અને ધીરે ધીરે આ સમસ્યા વધીને શરીરના અન્ય ભાગોમાં પહોંચી શકે છે.

આંતરડાના કેન્સરના શરૂઆતી લક્ષણો સમજી ને તમે યોગ્ય સમય પર ડોક્ટરની સલાહ અને ઈલાજ લઈ શકો છો. આંતરડાના કેન્સરમાં શરૂઆતી લક્ષણો દેખવામાં થોડા હળવા હોય છે પરંતુ જેમ સમસ્યા વધવાની શરૂ થાય છે તેમ તેના લક્ષણો પણ વધવા લાગે છે. આંતરડાના કેન્સરમાં જોવા મળતાં લક્ષણો અને બચવાના ઉપાયો જાણવા માટે આ માહિતીને અંત સુધી વાંચો.આંતરડાના કેન્સરના શરૂઆતી લક્ષણો:- આંતરડાનું કેન્સરને કોલોન કેન્સરના નામથી ઓળખાય છે. આ સમસ્યા અનેક કારણોથી થાય છે. લોકોમાં આંતરડાનું કેન્સર થવાના મુખ્ય કારણો અસંતુલિત અને વધુ ઓઇલી ભોજન, પ્રોસેસ્ડ ફૂડનું અધિક માત્રામાં સેવન, ડાયાબિટીસ, સ્થૂળતાની સમસ્યા અને આનુવંશિક કારણો હોઈ શકે છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આંતરડાનું કેન્સર થવા પર તમારા શરીરમાં જોવા મળતા કેટલાક મુખ્ય લક્ષણો આ પ્રકારે છે.

આંતરડાનું કેન્સર થવાથી મળમાં લોહી આવવાની સમસ્યા થઈ શકે છે. આંતરડાનું કેન્સરની શરૂઆત થયા બાદ દર્દીને પેટમાં દુખાવો અને ખેંચ આવી શકે છે. પાચનથી જોડાયેલી સમસ્યાઓ જેવી કે કબજિયાત અને ડાયેરિયા. ગુદામાર્ગમાં ગાંઠની સમસ્યા. આંતરડાના કેન્સરમાં શરૂઆતમાં એનિમિયાની સમસ્યા થાય છે. પેશાબ કરતા સમયે દુખાવો અને પેશાબ માં લોહી આવવું પણ આંતરડાના કેન્સરનું શરૂઆતી લક્ષણ હોઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ અને શ્વાસ ની કમી થવી.આંતરડાના કેન્સર થી બચવા માટેની ટિપ્સ:- આંતરડાના કેન્સર માં મોટા ભાગના કિસ્સામાં ખાણીપીણીની ખોટી આદતો કે આનુવંશિક કારણોથી થાય છે. એવામાં લોકોને કોલોન કેન્સર, બાઉલ કેન્સર જેવી બીમારીનું જોખમ રહે છે. લોકોએ પોતાના ખાનપાનની આદતો અને જીવનશૈલીને વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આંતરડાના કેન્સરથી બચવા માટે તમે આ વાતો પર ધ્યાન જરૂરથી રાખો.

જો તમને આંતરડાના કેન્સરના લક્ષણો દેખાય, તો ડૉક્ટરની દેખરેખ હેઠળ તપાસ કરાવો. દરેક શાકભાજી, ફળ અને આખા અનાજ ને તમારા ડાયટમાં જરૂર સામેલ કરો. વિટામીન, ખનીજ અને એન્ટિઓક્સિડન્ટ થી ભરપૂર માત્રા વાળા ફૂડને ડાયટમાં સામેલ કરો. દારૂનું સેવન ઓછું કરવું અને ધુમ્રપાન નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરવો. નિયમિત રૂપે એક્સરસાઇઝ કે વ્યાયામ જરૂર કરવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment