આ 6 વસ્તુ શરીરમાં રહેલ યુરિક એસિડને ઓગળી બહાર કાઢી, સંધિવા, પથરીની સમસ્યા કરશે વગર દવાએ દુર…

યુરિક એસીડ એ આપણા શરીરમાં બનતું એક પદાર્થ છે. જે સામાન્ય સ્થિતિમાં શરીરમાંથી બહાર નીકળી જાય છે. પણ જયારે તે પેશાબ વાટે બહાર ન નીકળે તો તેનાથી તમને પથરી ની સમસ્યા થઇ શકે છે. આથી તેનો સમય રહેતા ઈલાજ કરાવવો પડે છે. જો તમને આવી કોઈ સમસ્યા હોય તો તમે કેટલાક ઉપાયો દ્વારા યુરિક એસિડને શરીરમાંથી સરળતાથી બહાર કાઢી શકો છો. 

યુરિક એસિડ લોહીમાં જોવા મળતું એક અપશિષ્ટ પદાર્થ છે. તે ત્યારે બને છે જ્યારે શરીર પ્યુરીન નામના રસાયણને તોડે છે. આમતો યુરિક એસિડ લોહીમાં ભળી જાય છે અને કિડની દ્વારા પેશાબ સાથે બહાર નીકળી જાય છે. ઘણી વખત તે નીકળી શકતું નથી અને શરીરમાં જામી જાય છે અને ક્રિસ્ટલ એટલે કે પથરીનું રૂપ લઈ લે છે. આ કણ જોડીમાં જઈને જમા થાય છે જેના કારણે ગાઉટ નામની બીમારી થાય છે, જે અર્થરાઈટિસની જેમ છે અને જેમાં સાંધામાં ભયંકર દુખાવો થાય છે.યુરિક એસિડનું લેવલ વધવાથી શું થાય છે?:- જાહેર છે કે જ્યારે યુરિક એસિડનો ઈલાજ ન કરવામાં આવે તો તે, હાડકાં, સાંધા, કિડનીની બીમારી અને હ્રદયના રોગનું કારણ બને છે. અધ્યયન એ પણ માને છે કે, હાઇ યુરિક એસિડ લેવલ, ટાઈપ 2 ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર અને ફૈટી લીવર ડીસીઝ જેવી ગંભીર સ્થિતિઓનું કારણ પણ બને છે. 

યુરિક એસિડ ઘટાડવાના શું ઉપાય છે?:- તેનાથી બચવાની સૌથી સરળ અને સરસ ઉપાય પ્યુરીન વળી વસ્તુઓ ન ખાવી માનવામાં આવે છે. અમુક દવાઓ અને મેડિકલ ઈલાજ પણ તે માટે સહાયક છે.યુરિક એસિડ કેવી રીતે ઘટાડવું:- હાર્વર્ડ હેલ્થ મુજબ, જીવનશૈલી અને ખાણી-પીણીમાં બદલાવ કરીને તમે યુરિક એસિડ લેવલને ઘટાડી શકો છો. જોકે મોટાભાગના કેસમાં યુરિક એસિડ અથવા તો ગાઉટને અટકાવવા માટે ખાણી-પીણીમાં બદલાવ કરવો એ પુરતું નથી. તેના ઈલાજ માટે ઘણી વખત તે ઉપાયોની સાથે દવાઓની પણ જરૂર રહે છે. 

માત્ર પ્યુરીન વાળા ખાદ્ય પદાર્થોથી બચવું પૂરતું નથી:- હાર્વર્ડ હેલ્થના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, યુરિક એસિડ ઘટાડવા કે ગાઉટથી બચાવ માટે ડોક્ટર પહેલા સામાન્ય રીતે પોતાના રોગીઓને તેવા ખાદ્ય પદાર્થો ઓછા કરવાની સલાહ આપે છે જેમાં પ્યુરીનની માત્રા વધુ હોય છે. જોકે આ ઉપાય ઘણો અસરકારક જોવા મળ્યો નથી અને તે જ કારણ છે કે, હવે ડોક્ટરોએ ખાણી-પીણી વિષે અલગથી વિચારવાનું શરૂ કર્યું છે.

યુરિક એસિડ કેવી રીતે ઘટાડી શકાય છે:- હવે ડોક્ટર એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, ખાણી-પીણીની વસ્તુઓને છોડીને હેલ્થી ડાયટ લેવી અને વજન કંટ્રોલમાં રાખવા જેવી વાતો પર ધ્યાન આપવું જોઈએ. માત્ર વજન ઘટાડવાથી યુરિક એસિડનું સ્તર ઓછું થાય છે. ઘણા બધા તરલ પદાર્થો પીવા પણ ફાયદાકારક રહે છે.ફળ-શાકભાજીનું ખૂબ સેવન કરવું:- પ્લાંટ બેસ્ડ ડાયટ જેવા કે, ફળ, શાકભાજી અને ફલિયોનું ખૂબ સેવન કરવું જોઈએ. આખા અનાજને તમારી ડાયટમાં સમાવિષ્ટ કરો અને સેચ્યુરેટેડ ફૈટ ઘટાડવી જોઈએ. ચિકન, ટર્કી, માછલી સહિત પ્રોટીન દુબળા સ્ત્રોતની તુલનાએ સારો વિકલ્પ છે.

ઓમેગા-3 વાળી માછલી છે સારો ઓપ્શન:- માછલીમાં ઓમેગા-3 ફૈટી એસિડ હોય છે તે જ કારણ છે કે તે હેલ્થી ફૂડ છે. ધ્યાન રહે કે અમુક સમુદ્રી ભોજનમાં પ્યુરીનની માત્રા ઘણી વધારે હોય છે. ગાઉટ વાળા લોકોએ માછલીથી સાવ દૂર રહેયાની જરૂર નથી. શેલફિશ, સાર્ડિન અને એંકોવીંજની માત્રા સીમિત કરવી કારણ કે તેમાં પ્યુરીન સૌથી વધુ હોય છે. આમ તમે હેલ્દી ડાયટ લઈને યુરિક એસિડનું પ્રમાણ ઘટાડી શકો છો. તેમજ સમસ્યા વધુ હોય તો તમારે દવાની પણ જરૂર પડે છે. આથી તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment