અજમાવો આ 5 સરળ ઘરેલું ટીપ્સ, ગમે તેવા રફ અને ખરાબ વાળ બની જશે એકદમ સુંદર, કાળા, ઘાટા અને એકદમ શાયની…

શિયાળાની ઋતુમાં ખૂબ જ ઠંડી હોવાને કારણે સૌપ્રથમ અસર આપણા વાળની ચમક ઉપર પડે છે. આપણા વાળ ગમે તેટલા મોટા જાડા અને લાંબા કેમ ન હોય પરંતુ જો વાળમાં ચમક ન હોય તો તેની સુંદરતા ફિક્કી પડી જાય છે. કારણ કે વાળમાં વધતું રુક્ષપણું તેના ચમકને ફીકી કરે છે.

વાળની ઓછી થતી ચમકથી તકલીફ લેવાની કોઈ જરૂર નથી. ઠંડી હવાને કારણે આપણા વાળની શાઇન અને ચમક ફીકી પડી જાય છે. પરંતુ તમે ઈચ્છો તો કોઈ પણ મહેનત વગર આ ખાસ ટિપ્સ અપનાવીને શિયાળાની ઋતુમાં પણ તમારા વાળને ચમકદાર રાખી શકો છો. જો તમારા વાળ પહેલેથી જ રુક્ષ અને કમજોર છે તો આ આસાન ઉપાયો અપનાવીને તમે તમારા વાળમાં ચમક પાછી લાવી શકો છો.

તમારે તમારા ડેઇલી રૂટિનમાં જે કરો છો તેનાથી નવું કંઈ જ કરવાનું નથી. પરંતુ તમે જે રીતે તમારા વાળની દેખભાળ કરો છો તેમાં સ્માર્ટનેસ ઉમેરવાની છે. જેમકે શેમ્પૂ કરતા પહેલા વાળમાં તેલ આપણે બધા જ નાખીએ છીએ જેથી હાઇડ્રેશન મળતું રહે, હવે તમારે આ તેલમાં થોડો આમળા પાવડર ઉમેરીને તેને થોડું ગરમ કરવાનું છે, ત્યારબાદ તમારા વાળના જડ અને લંબાઈમાં લગાવો, તેને લગાવવાના 25 થી 30 મિનિટ પછી તમે આરામથી શેમ્પૂ કરી શકો છો.

આમળા તમારા વાળની ચમક બનાવી રાખવામાં ખૂબ જ મદદ કરે છે તથા વાળના ઉપરના પડને મજબૂતી પણ આપે છે. જેથી વાળ શિયાળાની ઠંડી હવામાં અને ગરમ કપડાંને કારણે વાળ રુક્ષ થશે નહીં તેની સાથે જ વાળના મૂળને મજબૂતી મળશે.

1) કેટલી વખત ઓળવુ માથું : માથુ ઓળવું માત્ર એટલા માટે જરૂરી નથી કે આપણા વાળ સુંદર દેખાય, પરંતુ એટલા માટે પણ જરૂરી હોય છે કે વાળના મૂળમાં બ્લડ સર્ક્યુલેશન થયા કરે. તેનાથી વાળને ઓક્સિજન અને ન્યુટ્રિશન્સ બંને યોગ્ય માત્રામાં મળી રહે છે. તેથી શિયાળાની ઋતુમાં દિવસમાં બે થી ત્રણ વખત માથામાં કાંસકો જરૂરથી ફેરવવો જોઇએ. એક વખતે સવારે એક વખત રાત્રે સુતા પહેલા. વાળ ઓળીને ઢીલું બાંધીને સૂવું જોઈએ.

2) વાળમાં તેલ લગાવવાની યોગ્ય રીત : શેમ્પૂ કરતા પહેલા વાળમાં તેલ જરૂરથી લગાવવું જોઈએ માત્ર વાળના મૂળમાં જ નહીં પરંતુ લંબાઇમાં પણ યોગ્ય રીતે તેલ લગાવવું જોઇએ. શિયાળાની ઋતુમાં ઓછામાં ઓછા બે થી ત્રણ વખત તમારા વાળમાં તેલ લગાવો તમે સેમ્પુથી 10 મિનિટ પહેલા અથવા અડધા કલાક પહેલા વાળમાં તેલ લગાવીને રાખી શકો છો અથવા રાત્રે લગાવીને પણ રહેવા દઈ શકો છો.

3) શેમ્પુ કેટલી વખત કરવું ? : શિયાળાની ઋતુમાં તમારે ઓછામાં ઓછા બે વખત શેમ્પુ માથામાં જરૂરથી કરવું જોઈએ. ત્યારે તમારા વાળમાં ચમક અને સ્વાસ્થ્ય બંને યોગ્ય રીતે રહેશે, નહીં તો વાળ ડૅમેજ થશે અને ડ્રાયનેસ પણ આવી જશે, તથા વાળની ચમક પણ ફિક્કી પડી જશે. વાળની ચમકને વધારવા માટે તમે અઠવાડિયામાં બે વખત શેમ્પૂ કરો અને હેર કન્ડિશનર જરૂરથી  લગાવો.

4) ઊનની શુષ્કતાથી બચવા માટે : શિયાળામાં વાળની રૂક્ષતા વધવા માટે ગરમ કપડાં પણ ખૂબ જવાબદાર હોય છે. તેનાથી વાળની ચમક ફીકી પડવા લાગે છે. ત્યારે વાળની ચમકને યોગ્ય બનાવી રાખવા માટે એક ઉપાય છે કે તમે વધુ શિયાળાના સમયે વાળને કોટનના સ્કાફથી બાંધીને રાખો અને રાત્રે સૂતા પહેલાં પણ કોટનના સ્કાફથી વાળને લપેટો જેથી ગરમ રજાઈ વાળના ભેજને સુકવશે નહીં.

5) ઘરેલુ હેર માસ્ક : તમે ભલે હેર માસ્કનો ઉપયોગ કરતા હશો પરંતુ જે પણ હેર માસ્ક લગાવવો છો તેને લગાવતા રહો, કારણ કે શિયાળાની ઋતુમાં ખૂબ જ ઠંડી પડે છે તેથી આ હેર માસ્ક આપણા વાળને પ્રોટેક્ટ કરે છે. શિયાળાની ઋતુમાં એક વખત દહીં અથવા ઈંડા માંથી કોઈપણ એક વસ્તુનો હેર માસ્ક જરૂરથી લગાવો, તે વાળને મુલાયમ રાખવાની સાથે તેમાં ભેજ અને ચમક વધારવાનું પણ કામ કરે છે. માત્ર મધનો હેર માસ્ક પણ તમે લગાવી શકો છો. જો લીંબુ તમારા વાળને સૂટ કરે છે તો ત્રણથી ચાર ચમચી મધની અંદર એક ચમચી લીંબુનો રસ ઉમેરો, આ બંને મિક્સ કરવાથી મધની ચીકણાહટ જતી રહેશે હવે તમે તેને આસાનીથી તમારા વાળ પર લગાવી શકો છો.

જો વાળમાં શુષ્કતા વધી ગઈ છે અને તમારી પાસે તેલ નાખવાનો અને શેમ્પૂ કરવાનો સમય નથી ત્યારે તમે વાળની ચમકને વધારવા માટે તથા વાળને ડેમેજ થતા બચાવવા માટે તમે હેર સિરમનો ઉપયોગ કરો, તે વાળના ઉપરના પડને પ્રોટેક્ટ કરીને વાળની ચમક વધારવામાં તમારી મદદ કરશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment